Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કન્યા રાશિના જાતકોએ આર્થિક સંકટથી બચીને રહેવું, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિભવિષ્ય

tarot weekly predictions 12 to 18 september 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

 • Share this:
  tarot weekly predictions 12 to 18 september 2021: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. ધન રાશિના લોકો માટે આ સપ્તાહ તબિયતમાં સાચવવાનું છે જેથી ચક્ર હિલીંગ કરવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. અન્ય રાશિઓ માટે પણ છે ચેતાવણી અને સલાહો. (12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર) તો ચાલો જાણીએ તમામ રાશિના જાતકોનું ટેરો સાપ્તાહિક રાશિભવિષ્ય (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries) (અ.લ.ઈ): મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા સાચવવાનું પણ કાર્ડ્સ કહી રહ્યા છે. કોઈના ખરાબ વર્તન સામે તમારે પણ ખરાબ થય વિના તમારો મૂળ સ્વભાવ પકડી રાખવો અને પોતાના એક્શન પ્રત્યે વધુ જાગૃત રહેવું.

  વૃષભ રાશિફળ (Taurus) (બ.વ.ઉ): આ સપ્તાહે રિસ્ક લેવાનું મન થશે, નવી તકો પણ દેખાશે એવી પરિસ્થિતિમાં વૃષભ રાશિના જાતકો માટે કાર્ડ્સનું સૂચન છે કે, જમીન સાથે જોડાયેલા રહેવું અને સાથે જ જરૂર પડે ત્યારે તમારા વિચારોની સ્પષ્ટતા જાળવીને અન્યોની સલાહ પર પણ ધ્યાન આપવું.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ આર્થિક નિણર્યો લેવાની બાબતમાં ટૂંકા ગાળાના આયોજન માટે યોગ્ય જણાઈ રહ્યું છે. લાંબા ગાળાના આયોજનો ટાળવા. યોગ્ય સમયની રાહ જોવી અને ખોટી ઉતાવળ ના કરવાનું પણ કાર્ડ્સ કહી રહ્યા છે. તમારા ટેલેન્ટની ઓળખો અને એ પછી આગળ વધો.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : દરેક માણસનું વ્યક્તિત્વ અને આદતો ક્યારેય સરખા હોઈ શકે નહિ. એટલે જો આ સપ્તાહે કોઈ પણ વ્યક્તિ તમારી સરખામણી કોઈ સાથે કરે તો તે વાતો પર ધ્યાન આપવું નહિ. પોતાની કોઠાસૂઝ અને સમજણનો ઉપયોગ કરવા પર ધ્યાન આપવું. પોતે પણ કોઈ વસ્તુ કે વ્યક્તિઓ સાથેની સરખામણીથી બચવું.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ): સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યું છે. કોઈ પણ બાબતના ઊંડે સુધી જવું અને હકીકત જાન્ય બાદ નિણર્ય લેવો તેવી સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે. આ સપ્તાહ નિર્ણય લેવાનું છે, તમારા કાર્યોમાં ઝડપ વધારો અને નિણર્યો પણ શીઘ્રતાપૂર્વક લો જેથી તમે તમારા માર્ગ તરફ પોઝીટીવલી આગળ વધી શકશો.

  કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કોઈ પણ પ્રકારના આર્થિક સંકટથી બચીને રહેવું તેમ કન્યા રાશિના જાતકોને ટેરો કાર્ડ્સ સૂચવી રહ્યા છે. તમારા વિચારો અન્ય પર થોપવા નહિ. પોતાના પ્રશ્નો મનમાં રાખીને મૂંઝાવું પણ નહિ. જરૂર લાગે ત્યાં અન્ય લોકોની સલાહ લેવી અને એ સલાહનું પાલન પણ કરવું. પોતાની અંતરાત્માનો અવાજ પણ સાંભળવો.

  તુલા રાશિફળ (Libra) (ર.ત): તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહે એવો સમય આવી શકે છે જેમાં તમે બધી જ બાજુએથી વિચારોમાં અને પરિસ્થિતિઓમાં બંધાઈ જાવ અને એવા સમયમાં યાદ રાખવું કે, જે પણ થઇ રહ્યું છે તે જાણતા-અજાણતા તમારા ભૂતકાળના કર્મોના કારણે જ થઇ રહ્યું છે અને આ સપ્તાહે પણ તમે જે કર્મો કરશો તેનું ફળ ટૂંક સમયમાં મળશે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): ટેરો કાર્ડ્સ મુજબ આ સપ્તાહ વૃશ્ચિક રાશિના જાતકો માટે રિસ્ક લેવાની અને એડવેન્ચર કરવાની ઈચ્છા લઈને આવશે અને એ અનુભવ તમારા માટે ઘણી શીખ આપી જશે. એવામાં તમારે ધ્યાન રાખવાનું છે કે, શીખ લઈને પોતાના જ્ઞાનમાં વધારો કરવો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી. અભિમાન ના આવે તેનું ધ્યાન રાખવું.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડો બ્રેક લઈને પોતાના જીવનના દરેક પાસાઓ પર વિચાર કરવાનું છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, પોતાના નિર્ણયો જો ખોટા સાબિત થાય તો આ સપ્તાહે તેમાં દુઃખી થવાના બદલે તે કેમ થયું તેના કારણો પર ફેરવિચાર કરો. તબિયત સાચવવી અને સેવન ચક્ર હિલીંગ કરવું.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ): મકર રાશિના જાતકો માટે સપ્તાહ જાગૃત થઈને નવું જીવન શરુ કરવાનું છે. પોતાના ટેલેન્ટને ઓળખો અને તમે એના માટે યોગ્ય છો તે આત્મવિશ્વાસ જગાવવા માટે આ ઉત્તમ સમય છે. હવે કોઈ પણ બાબત તમારે પોસ્ટપોન કર્યા વિના આગળ વધવાનો સમય છે.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): ટેરો કાર્ડ્સના માર્ગ દર્શન મુજબ કુંભ રાશિના જાતકો આ સપ્તાહે દરેક બાજુએથી ઘેરાયેલા રહેશે અને તેના લીધે કોઈ પણ કામ સરળતાથી અથવા યોગ્ય રીતે પોર્ન ના થાય તેમ બનવાની શક્યતા જણાઈ રહી છે. તેવા સમયમાં પોતાના પર ભરોસો રાખીને અન્ય માર્ગ શોધવો અને ભૂતકાળમાં તમે આ પ્રકારના કામો પોતાની રીતે સફલતાપૂર્વક કર્યા છે તે યાદ રાખીને આગળ વધવું.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ અનુભવોથી ભરેલું રહેશે, તેવા સમયમાં અનુભવોમાંથી પસાર થવું જ તમારા માટે યોગ્ય રહેશે, ઘણા લાંબા સમયથી જે બાબતે અટકી રહ્યા છો તે મળી જાય તેમ પણ બનવાની શક્યતા જણાઈ રહી છે. સાથે જ ખૂબ જ ધીરજ રાખવી અને બધું જ તાત્કાલિક સમજાઈ જાય તેવી અપેક્ષા ના રાખવી. (ખુશ્બુ ત્રિવેદી, ટેરો કાર્ડ રીડર અને ટ્રેઈનર)
  Published by:ankit patel
  First published: