Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ
tarot weekly predictions 12 to 18 June 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
tarot weekly predictions 12 to 18 June 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):
હેલ્થ: સ્વાસ્થ્ય આ સપ્તાહે ઓવરઓલ સામાન્ય જણાઈ રહ્યું છે પરંતુ ફેફસાં અને કિડનીના દર્દીઓએ ખાસ સાચવવું. નિયમિત પ્રાણાયામ અને અનુલોમ-વિલોમથી સ્વાસ્થ્ય જળવાઈ રહે. કરિયર: તમે જે કરિયર પાથ પર છો તે તમારા માટે એકદમ યોગ્ય છે અને સફળતા પણ મળશે. વધુ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન આ સપ્તાહે કરવો. રિલેશનશિપ: કોઈ પણ વ્યક્તિ સાથે જો વાતચીત બંધ થઇ હોય તો આ સપ્તાહે ફરી શરુ થઇ શકે છે. નજીકના વ્યક્તિઓ સાથે શાંતિ જળવાયેલી રહે.
એન્જલ મેસેજ: તમે જે વિચારો છો કે બોલો છો તેમ બને છે તે યાદ રાખીને શબ્દો કે વિચારો જાગૃતિપૂર્વક પસંદ કરવા.
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
હેલ્થ: આ રાશિની સ્ત્રીઓ માટે ખાસ કરીને ગાયનેક પ્રોબ્લેમ આવી શકે છે. બાળક પ્લાન કરતા પહેલા અવશ્ય ડૉક્ટરની સલાહ લેવી.
કરિયર: જૂની ભૂલોના પરિણામો આ સપ્તાહે મળે તેમ બની શકે છે. સિનિયર્સ સાથે અણબનાવ પણ રહી શકે છે.
રિલેશનશિપ: આ સપ્તાહે બને તેટલું પોતાની જાત સાથેના સંબંધો પર ફોક્સ કરવું. અન્ય લોકો પાસેથી નાકારત્મક્તા અને ડીમોટીવેશન મળવાના ચાન્સીસ બની શકે છે.
એન્જલ મેસેજ: તમારી ગટ ફીલિંગ પર ભરોસો રાખીને જ આગળ વધવું. અન્ય લોકો પર ભરોસો નુકસાન કરાવશે.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
હેલ્થ: માઈગ્રેન અને સાયનસના દર્દીઓ માટે આ સપ્તાહ વધુ મુશ્કેલભર્યું સાબિત થશે. અન્ય લોકોએ પણ માથાની ઇજા અને દુઃખાવાથી સાચવવું.
કરિયર: બિઝનેસમાં મેનેજમેન્ટ રિલેટેડ, પાર્ટનરની અથવા ક્લાયન્ટની કે પછી ઓફિસમાં કલીગની સચ્ચાઈ સામે આવી શકે છે. તમારું કામ કરતા રહેવું અને તે તમને સફળતા અપાવશે જ.
રિલેશનશિપ: નવા પ્રેમસંબંધો આ સપ્તાહે શરુ થઇ શકે છે. દરેક સાથે આ સપ્તાહે સારી રીતે વર્તન કરવાથી બધાનો સપોર્ટ લાંબા સમય સુધી મળશે.
એન્જલ મેસેજ: તમારા જીવબમાં સર્જાયેલી પરિસ્થિતિ તમારા ભૂતકાળના કર્મના લીધે છે. તે દૂર થાય અને તમને તમારી શીખ મળે તે માટે એન્જલ્સને પ્રાર્થના કરી મદદ મંગાવી.
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
હેલ્થ: હેલ્થ બાબતે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે પરંતુ પગનો દુઃખાવો રહે તેવી શક્યતા જણાઈ રહી છે. પગની ઇજાથી સાચવવું.
કરિયર: આળસવૃત્તિના કારણે તમારું કામ બગડે તેમ જણાઈ રહ્યું છે. તમારાથી વધુ અનુભવી લોકોની સલાહ લેવી. બને તેટલું વધુ કાર્યરત રહેવું.
રિલેશનશિપ: લગ્ન કે બ્રેકઅપ જેવા મોટા નિર્ણયો લેતા પહેલા તેની પર ફેરવિચાર અવશ્ય કરવો.
એન્જલ મેસેજ: આધ્યાત્મના આધારે ડેવલપ થયેલી રોમૅન્ટિક રિલેશનશિપ તમારા માટે મદદરૂપ બનશે.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
હેલ્થ: છાતી કે કિડનીની સમસ્યા ઉભી થઇ શકે છે. બને તેટલું પાણી વધારે પીવું અને સ્ટ્રેસથી બચવું.
કરિયર: તમે વિચાર્યું ના હોય તે પ્રકારની સુખદ ઘટના તમારી સાથે બની શકે છે. ઓફિસમાંથી કોઈ અનએક્સપેક્ટેડ ગિફ્ટ મળી શકે છે.
રિલેશનશિપ: જે વ્યક્તિને લાંબા સમયથી મળવાની ઈચ્છા હોય તે આ સપ્તાહે મળી શકે છે. પાર્ટનર સાથે ટ્રાવેલિંગના યોગ પણ બની શકે છે.
એન્જલ મેસેજ: તમારા પોતાના જીવનનો કંટ્રોલ તમારા જ હાથમાં લેવો જરૂરી છે અને તે માટે મણિપુર ચક્ર પર મેડિટેશન કરવું.
કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):
હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય ખૂબ જ સામાન્ય જણાઈ રહ્યું છે. પેટના દુઃખાવાનો પ્રોબ્લેમ આવી શકે છે. હાર્ટ પેશન્ટે સાચવવું ખૂબ જરૂરી છે.
કરિયર: ઘણા સમયથી કરિયરની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે તેમ લાગી રહ્યું હોય તો આ સપ્તાહે નવી તકો અથવા નવી શરૂઆતનો ચાન્સ મળશે.
રિલેશનશિપ: જૂના સંબંધોમાંથી મૂવઓન કરી શકશો. નવી વ્યક્તિઓ સાથે સંબંધ કેળવવવામાં ખૂબ જ સરળતા અનુભવાશે.
એન્જલ મેસેજ: કોઈ પણ પરિસ્થિતિમાં અટકી જાવ ત્યારે એન્જલ્સને પ્રેયર કરીને તેમને તે બાબતે મદદ કરવાની પરવાનગી આપવી.
તુલા રાશિફળ (Libra) (ર.ત)
હેલ્થ: આ રાશિના જાતકો માત્રે સ્વાસ્થ્ય બાબતે કોઈ મોટી મુશ્કેલી આવે તેમ લાગી રહ્યું નથી. ખભાનો સામાન્ય દુખાવો રહી શકે છે. ખભાની ઇન્જરીથી સાચવવું. બ્રિથિંગ કસરત અવશ્ય કરવી.
કરિયર: સફળતા તમારી પાસે સામે ચાલી આવશે અને દરેક ક્ષેત્રે તમારી પ્રગતિ આ સપ્તાહે થશે. ધંધાકીય લાભ અને પ્રમોશનના યોગ બનતા જણાઈ રહ્યા છે.
રિલેશનશિપ: કોઈ પણ નવા સંબંધો બનાવતા પહેલા કે જૂના તોડતા પહેલા સાચી વાત જાણવી ખૂબ જરૂરી છે. પૂરતી માહિતી વિના ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ.
એન્જલ મેસેજ: આધ્યાત્મ તરફ થોડું ધ્યાન આપીને પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવો. હકારાત્મકતા ફેલાવવી.
વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):
હેલ્થ: શારીરિક રીતે પગના દુઃખાવાની તકલીફ રહશે. અન્ય રીતે સપ્તાહ સ્વશ્ય બાબતે સામાન્ય જણાઈ રહ્યું છે.
કરિયર: ખૂબ બધી મહેનત પછી હવે તમને તેનું ફળ મળવાનું શરુ થશે. યોગ્ય કારણ અને હેતુ સાથે જે પણ કરશો તેનું હકારાત્મક પરિણામ ખૂબ ટૂંક સમયમાં મળશે.
રિલેશનશિપ: તમારું જે લાઈફપાર્ટનર છે તેના વિષે વધુ વિચાર કરો. સંબંધોમાં ઓનેસ્ટી ખૂબ જ મહત્ત્વની છે તે યાદ રાખવું.
એન્જલ મેસેજ: સિંગિંગ કે ડાન્સિંગ જેવી પ્રવૃત્તિ તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):
હેલ્થ: પાચનશક્તિ અને પેટના રોગોના કારણે આ સપ્તાહે મુશ્કેલી આવી શકે છે. બહારનો ખોરાક બને તેટલો ઓછો લેવો અને સાદો ખોરાક લેવો.
કરિયર: ક્રીએમ પોઝિટિવ ચેન્જીસ દેખાઈ રહ્યા છે. ફિમેલ કલીગ કે બોસ તરફથી સારા સમાચાર મળી શકે છે.
રિલેશનશિપ: જેટલા મહત્ત્વના સમ્બન્ધો છે તેમાં જરૂર લાગે ત્યારે મીડિએટરની મદદ લેવી જરૂરી છે. કોમ્યુનિકેશન ગેપ પૂર્ણ થવાથી પોઝિટિવ આઉટકમ આવશે.
એન્જલ મેસેજ: તમારે જે સફળતા મેળવવી છે તે વિઝ્યુલાઇઝ કરો. એક કાગળ પર ગ્રીન પેનથી બને તેટલી ડિટેલમાં તમારું સપનું વર્તમાન કાળમાં લખીને તેને દરરોજ વાંચો.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ):
હેલ્થ: આ સપ્તાહે મકર રાશિના લોકોએ શોલ્ડર ઇન્જરીથી સાચવવું કે જૂના દુઃખાવાથી તકલીફ પણ આવી શકે છે સતત બેસીને કામ કરવાથી ગરદનનો દુઃખાવો લાંબા સમય માટે આવી શકે છે. ઓવરઓલ પણ હેલ્થ માટે આ સપ્તાહ થોડું ભારે છે તેથી સાચવવું.
કરિયર: કામના સ્થળે ખૂબ જ ધીરજ પૂર્વક અન્ય લોકોના માઈન્ડ અને થોટ્સ સમજીને પછી જ રિએક્ટ કરવું. પોતાનું ધ્યાન સૌથી પહેલા રાખવું.
રિલેશનશિપ: જે સંબંધો માટે તમને ખૂબ જ આશા હોય તે વ્યક્તિ સાથે કોઈ પ્રોબ્લેમ આવી શકે છે. અથવા અન્ય કોઈ પરિસ્થિતિના કારણે ઓબ્સ્ટેકલ્સ આવી શકે છે.
એન્જલ મેસેજ: આર્કેનજ્લ માઈકલને એનર્જી લેવલ અને ફિઝિકલ લેવલ પ્રોટેક્શન માટે પ્રાર્થના કરવી.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):
હેલ્થ: આ સપ્તાહે આ રાશિના જાતકો માટે ઓવરીના કે પછી ગુપ્ત અંગોના પ્રોબ્લેમ્સ આવી શકે છે. ખુલ્લા પગે ઘાસમાં ચાલવાથી લાભ થાય.
કરિયર: કોઈ પણ મહત્ત્વનો નિર્ણય કારકિર્દી બાબતે કરતા પહેલા દરેક સિક્કાની બે બાજુ હોય છે તે યાદ રાખીને દરેક વસરતુનો અભ્યાસ કરવો અને હકીકતથી વાકેફ થવું.
રિલેશનશિપ: આ સપ્તાહે લાઈફ પાર્ટનર, બિઝનેસ પાર્ટનર કે ફેમિલીના કોઈ પણ વ્યક્તિ સાથે ઝગડામાં ઉતરવું નહિ. ખૂબ જ નકારાત્મક બદલાવો આવી શકે છે. પોતાની જાત પર ફોક્સ કરવું, મેડિટેશન કરવું.
એન્જલ મેસેજ: તમે જે પણ ભગવાન કે ગુરુને માનતા હોવ તેમને પ્રાર્થના કરવી અને તેમની કહેલી વાતો સમજવાનો પ્રયત્ન કરવો.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):
હેલ્થ: હાયપર ટેંશન અને માથાનો દુઃખાવો આ સપ્તાહે તમને હેરાન કરી શકે છે. એનર્જી લેવલ પર થર્ડ આય ચક્ર પર એટેક થશે.
કરિયર: જ્યાં જરૂર લાગે ત્યાં અનબાયસ્ડ એડ્વાઇઝ મળે તેવી વ્યક્તિ સાથે વાત કરવી. પ્રમોશન અને પ્રોફિટના યોગ જણાઈ રહ્યા છે. નવી દિશા નવી તકો ઉભી થઇ શકે છે.
રિલેશનશિપ: તમારા આળસભર્યા વર્તનના કારણે ફેમિલી અને મિત્રો સાથે વિવાદ થઇ શકે છે. જરૂર લાગે ત્યાં માર્ગદર્શન લેવું.
એન્જલ મેસેજ: તમને આવતા ઈન્ટ્યુશન પર વિશ્વાસ કરવો. પોતાની આસપાસ પર્પલ કલરનું પ્રોટેક્શન લેયર અવશ્ય ક્રિએટ (વિઝ્યુલાઇઝ) કરવું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર