Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરોકાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 10 to 16 july 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

હેલ્થ: સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ હળવી થતી જણાશે. ખૂબ વધારે પડતો શારીરિક શ્રમ કરવો નહિ અને રિકવરી સાથે ધીમે ધીમે રૂટીન શરુ કરવું.

કરિયર: લાંબા સમયથી જે કામ કે પ્રોજેક્ટ માટે રાહ જોઈ રહ્યા હતા તે આ સપ્તાહે મળી શકે છે. જોબ ચેન્જ કરવા માટે પણ યોગ્ય સમય જણાઈ રહ્યો છે.

રિલેશનશિપ: ઓવરઓલ બધા જ સંબંધો સામાન્ય જણાઈ રહ્યા છે. વધુ પડતા બદલાવ કે કશું અલગ કરીને કોઈને ખુશ કરવાના પ્રયત્નો કરવા નહિ. જેમ થાય છે તેમ થવા દેવું અને પરિસ્થિતિ સાથે એડજસ્ટ કરવું.

એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારની ડરની કે નકારાત્મક લાગણી કે વિચારો આવે ત્યારે મનમાં ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ’ એમ બોલીને તે તે વિચારના સ્થાને હકારાત્મક વિચાર મૂકવો.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

હેલ્થ: માનસિક તાણ રહેવાની શક્યતાઓ આ સપ્તાહે દેખાઈ રહી છે. શરદી અને ગળાના દુઃખાવાનો પ્રોબ્લેમ પણ નડી શકે છે.

કરિયર: બિઝનેસ કે જોબમાં જે પણ ફેઝ ચાલી રહ્યો છે તે તમારા લર્નિંગ માટે છે તે સમજીને જે પણ અનુભવોમાંથી પસાર થઇ રહ્યા છો તે જરૂરી છે તે યાદ રાખવું. વર્ક રીલેટેડ કામો ઓવરઓલ હકારાત્મક રહેશે.

રિલેશનશિપ: કોઈ પણ સંબંધ માત્ર એક જ વ્યક્તિ સાચવી શકે નહિ તે યાદ રાખવી અને પોતાના તરફથી પણ એફર્ટ આપવા.

એન્જલ મેસેજ: આ સપ્તાહે તમારું ડાયટ વેજીટેરિયન કરવું અને બને તેટલા વધુ ફ્રૂટ્સ ખાવા.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

હેલ્થ: બોડી અને માઈન્ડ વધુ સ્ટ્રેચ કરવા નહિ. સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ અકાળજીભર્યું વર્તન કરવું નહિ. ઈમોશન્સ અને વિચારોના ઈમ્બેલેન્સના કારણે તબિયત ખરાબ થઇ શકે છે.

કરિયર: ટીમ વર્ક કરવું આ સપ્તાહે જરૂરી છે. અન્ય લોકોને મદદ કરવી અને અન્યની મદદ લેવી બંને સરખી રીતે જરૂરી છે. જોબ પ્લેસ પર હેપીનેસ રહે.

રિલેશનશિપ: તમારા મનમાં દરેક માટે સારી ભાવના છે પરંતુ તમે તે કહેતા નથી જેના કારણે નજીકના લોકો તમને ખોટી રીતે જજ કરે છે. તમારા ગમતા લોકો માટે તમારે જે પણ કરવું હોય તે કરવા માટે રાહ જોવાની કે વધુ પડતું વિચારવાની આ સપ્તાહે જરૂર નથી.

એન્જલ મેસેજ: તમે તમારા મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો તે માટે આ સપ્તાહે એન્જલ્સ તમને હેલ્પ કરશે.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

હેલ્થ: આ સપ્તાહ સ્વાસ્થ્ય ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યું છે. અન્ય લોકોને પણ કોઈક અંશે સ્વાસ્થ્ય બાબતે માર્ગદર્શન આપી શકશો. પોતાની લીમીટેશન તોડીને ડાયટ કરી શકશો અથવા ક્રેવિંગ કંટ્રોલ કરી શકશો.

કરિયર: કારકિર્દી બાબતે આ સપ્તાહ ખૂબ જ મહત્ત્વનું રહેશે. તમે જે પણ કામ શરુ કરશો અથવા જે પ્રમાણે પોતાનું પ્લાનિંગ કરશો તે પ્રમાણે તમારી કારકિર્દીનો નવો રસ્તો બનશે જે લાંબા સમય સુધી જીવનનો ભાગ રહેશે.

રિલેશનશિપ: ખૂબ જ સામાન્ય થઇ ગયેલા નજીકના સંબંધમાં થોડું એક્સાઈટમેન્ટ આવે તેવા પ્રયત્નો અવશ્ય કરવા.

એન્જલ મેસેજ: મધર નેચરમાં બને તેટલો વધુ સમય વિતાવવો. વૃક્ષ વાવીને તેનું જતન કરવું.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ)

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ સામાન્ય રહેશે. વિચારો બ્લોક થઇ જવા અથવા ચક્કર આવવાની તકલીફ થઇ શકે છે. બને તેટલો વધુ રેસ્ટ કરવો.

કરિયર: કામ માટે ટ્રાવેલિંગના યોગ બની રહ્યા છે. વિદેશમાં જોબ કે સ્ટડી માટે અપ્લાય કરવું હોય તો આ યોગ્ય સમય જણાઈ રહ્યો છે. જોબ કે કરિયરમાં બદલાવ આવી શકે છે. નવી તકો મેળવવા બીજા શહેરમાં શિફ્ટ થવું પડી શકે છે.

રિલેશનશિપ: હવે સમય આવી ગયો છે કે તમારા નજીકના સંબંધો સાચવવા માટે તમે પણ પ્રયત્ન કરો. આળસ મૂકીને થોડા ઈમોશનલ પ્રયત્નો કરવાથી ખરાબ થયેલા સંબંધો સુધરી શકશે.

એન્જલ મેસેજ: તમારે જે પણ સકસેસ મેળવવી છે તે વિઝ્યુલાઈઝ કરો.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ નેગેટિવ જણાઈ રહ્યું છે તેથી ખૂબ જ સાચવવું. માથાનો દુઃખાવો ખૂબ જ રહી શકે છે. સેવન ચક્ર બેલેન્સિંગ અવશ્ય કરવું. પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરવા.

કરિયર: કારકિર્દી સામાન્ય રહેશે તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. વધુ પડતા પૈસા પાછળ ભાગવાના સ્થાને પોતાના જીવનને એન્જોય કરો.

રિલેશનશિપ: સંબંધો બાબતે સપ્તાહ હકારાત્મક જણાઈ રહ્યું છે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધો બેલેન્સ્ડ રહે.

એન્જલ મેસેજ: શક્ય હોય તો તમારા ગમતા પ્રાણી સાથે સમય વિતાવવો ને તેની સારી ક્વોલિટીમાંથી શીખવાનો પ્રયત્ન કરવો.

તુલા રાશિફળ (Libra) (ર.ત)

હેલ્થ: સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વૃદ્ધોએ આ સપ્તાહે ખૂબ જ સ્વાસ્થ્ય સાચવવું અને કોઈ પણ જીવાણું કરડવાથી થતા રોગ ના થાય તેનું ધ્યાન રાખવું.

કરિયર: કારકિર્દી બાબતે પોતાના સ્ટેટ્સ અને કરિયરની સરખામણી અન્ય સાથે કરવી નહિ. ઓફિસમાં અન્ય કલીગ સાથે તમારા બોસ તમારી સરખામણી કરી શકે છે.

રિલેશનશિપ: કોઈ પણ વ્યક્તિ પર વધુ પડતો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો નહિ. અન્ય લોકોની વાત પણ સાંભળવી.

એન્જલ મેસેજ: તમારામાં રહેલી ડરની લાગણીઓ દૂર થાય તે માટે આર્કેન્જ્લ માઈકલ અને રાફેલને પ્રાર્થના કરવી.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ મુશ્કેલી આવે તેમાં ખૂબ જ ધીરજપૂર્વક આ સપ્તાહે કામ લેવું. પ્રેગનેન્ટ સ્ત્રીઓએ ખૂબ જ રેસ્ટ લેવો, મેડીટેશન કરવું. વધુ પડતા વિચારો કરવા નહિ.

કરિયર: નવી તકો દેખાશે પરંતુ દરેક બાજુએથી રિસ્ક જોઇને પછી જ આગળ વધવું તેમ કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે.

રિલેશનશિપ: પૈસાના કારણે નજીકના સંબંધો બગડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. પોતાના મનની વાત શેર કરવી.

એન્જલ મેસેજ: કોઈ પણ પરિસ્થિતિમાં જ્યાં અટકી જાવ ત્યાં એન્જ્લ્સને પ્રાર્થના કરવી.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

હેલ્થ: ઓવરઓલ સ્વાસ્થ્ય સામાન્ય રહે. માથાના દુઃખાવાની ફરિયાદ રહી શકે છે. ભૂતકાળની વાતો લેટ ગો નહિ કરવાથી તણાવ આવી શકે છે.

કરિયર: ખૂબ જ સફળતા જોબ અને બિઝનેસ બંનેમાં મળી શકે છે. સ્ત્રી પાત્રની સલાહ અને લકના કારણે તમારા કામ સારી રીતે પાર પડે. સ્ત્રીઓ માટે કરિયર વાઈઝ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ.

રિલેશનશિપ: પોતાના સ્વાર્થ ખાતર ખૂબ નજીકની વ્યક્તિ જ તમારી પાસે ખોટું બોલે અથવા મેનીપ્યુલેશન કરવાનો પ્રયત્ન કરી શકે છે.

એન્જલ મેસેજ: તમને દુઃખી કરતા ભૂતકાળના અનુભવો, પરિસ્થિતિઓ અને વ્યક્તિઓને માફ કરીને આગળ વધો. ફરગીવનેસ પ્રેયર કરવી.

મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

હેલ્થ: તમારી સાથેના લોકોની હકીકત સામે આવવાના કારણે સેવન ચક્ર ઈમબેલેન્સ થાય અને બોડી પેઈન રહે. સેવન ચક્ર મેડીટેશન કરવું અનિવાર્ય.

કરિયર: ખૂબ અટકી ગયેલું કરિયર ફરીથી ક્યાંક શરુ થતું દેખાય. તમારિ પોતાની લાયકાત અને ટેલેન્ટ બાબતે તમને નવી માહિતી ડિસ્કવર થાય.

રિલેશનશિપ: કોઈ પણ વ્યક્તિની વાત અન્ય વ્યક્તિ સાથે ફિલ્ટર કરીને અને જેટલી જરૂરી હોય તેટલી જ કરવી.

એન્જલ મેસેજ: ક્રાઉન ચક્ર એક્ટિવ કરવા મેડીટેશન કરવું. પોતાને આવતા વિચારોને સમજવાનો પ્રયત્ન કરવો કેમ કે, એ તમારા માટે મેસેજ હોઈ શકે છે.

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

હેલ્થ: આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. હ્રદય રોગના દર્દીઓએ સંભાળવું. પોતાના પાર્ટનરની હેલ્થ ખાસ સાચવવી.

કરિયર: કરિયર બાબતે ટૂંકાગાળાના પ્લાન કરવા. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાનું કરવું નહિ. વધુ પડતા દૂરના ભવિષ્યનું પ્લાનિંગ કે ગોલ સેટ કરવા નહિ.

રિલેશનશિપ: નજીકના સંબંધો એકદંરે સારા રહે. તમારા લગ્નજીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિનો પ્રવેશ પણ થઇ શકે છે તેનું ધ્યાન રાખવું.

એન્જલ મેસેજ: કોઈનું ધ્યાન રાખવાનો તમારો સ્વભાવ ખોટો નથી તે યાદ રાખવું.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

હેલ્થ: જે ઘરમાં કંકાસ ચાલી રહ્યો હોય ત્યાં ખાસ કરીને સ્વાસ્થ્ય ખૂબ જ નેગેટિવ જણાઈ રહ્યું છે. બોડી પેઈન રહી શકે છે.

કરિયર: તમારે જે કરવું છે તે નહિ કરવાના કારણે સફળતા મળી રહી નથી. અન્ય લોકોની વાતોમાં આવ્યા વિના તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે કરિયર સેટ કરવું. પોતાની ભૂલોના કારણે દુઃખી ના થઈને તેમાંથી શીખવાનો પ્રયત્ન કરવો.

રિલેશનશિપ: નીરસ ચાલતા દામ્પત્ય જીવનમાં અલગ રીતે કોમ્યુનિકેશન કરવું. શું ખૂટે છે તે સાથે બેસીને શોધવું અને તેના પર સાથે કામ કરવું.

એન્જલ મેસેજ: તમારી સેન્સેટિવિટી તમારા માટે ગિફ્ટ છે, માટે તેની રીસ્પેક્ટ કરવી.
First published:

Tags: DharmaBhakti, Horoscope, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal, Zodiac signs

विज्ञापन