Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ

ટેરોકાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 1 to 7 May 2022 તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
  tarot weekly predictions 1 to 7 May 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya).

  મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ):

  હેલ્થ: તમારા માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહ થોડું અઘરું બની શકે છે. માથાના અને ગળાના દુઃખાવાનો પ્રોબ્લેમ આવી શકે છે. સેવન ચક્ર મેડીટેશનથી લાભ થાય.

  કરિયર: કારકિર્દીમાં બ્લોકેજીસ અનુભવાશે. નવી ટેકનોલોજી અને નવું શીખવાથી કોઈ માર્ગ મળશે. પોતાનાથી બનતા પ્રયત્નો કરવા અને ટેન્શનમાં આવીને બેસી જવું નહિ.

  રિલેશનશિપ: નજીકના સંબંધોમાં ઇગોના કારણે મુશ્કેલી આવી શકે છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમારા સંબંધોને સાચવવાની જવાબદારી તમારી પણ છે એ સમજીને સામેની વ્યક્તિની વાત સાંભળવી અને સમજવી પણ.

  એન્જલ મેસેજ: તમે જે ભગવાન, ગુરુને માનતા હોવ તેમને યાદ કરીને જ કોઈ પણ મોટું કાર્ય કરવું.

  વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):

  હેલ્થ: હેલ્થ આ સપ્તાહે સામાન્ય જણાઈ રહી છે. નાની નાની તકલીફ થાય તો ધ્યાન આપવું નહિ અને પોતાનું કામ કરતા રહેવું. ખુલ્લા પગે ઘસમાં ચાલવાથી સ્વાસ્થ્ય વધુ સારું બને.

  કરિયર: કામના સ્થળે તમારી જ નજીકની વ્યક્તિ તમારી સામે ગેમ રમી શકે છે. લીગલ મેટરમાં ના ફસાવ તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બોસની વાતોમાં આવવું નહિ.

  રિલેશનશિપ: આ સપ્તાહે દરેક વ્યક્તિ સાથેના તમારા સંબંધો ખૂબ જ સારા રહેશે. તમારે તમારા તરફથી 100 ટકા સંબંધમાં આપશો તો સામેથી પણ રિસ્પોન્સ મળશે.

  એન્જલ મેસેજ: તમારા માટે જે વ્યક્તિ, બાબતો અને વસ્તુઓ જરૂરી નથી તે રિલીઝ થાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

  મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):

  હેલ્થ: હેલ્થ આ સપ્તાહે ખૂબ જ પોઝિટીવ જણાઈ રહી છે. વધુ પડતા વિચારો કરવાથી બચવું જેથી સ્ટ્રેસ ના આવે.

  કરિયર: જે પણ કામ ઘણા સમયથી ટાળી રહ્યા છો તે પૂર્ણ કરી દેવું. કરિયર ઓપ્શન જોઈ રહ્યા હોવ તો માત્ર વિચારોથી કઈ નહિ થાય એક્શન લેવા પડશે.

  રિલેશનશિપ: તમને ગમતી વ્યક્તિ અથવા ફેમિલીના લોકો તમને મળવા આવી શકે છે અથવા તેમને મળવા જવા માટે તમે ટ્રાવેલ કરો તેવા યોગ ટૂંક સમયમાં બની શકે છે.

  એન્જલ મેસેજ: તમને જે ફીલ થાય છે અનુભવાય છે તેના પર ધ્યાન આપો કેમ કે તે તમારા માટેનું માર્ગદર્શન હોઈ શકે છે.

  કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :

  હેલ્થ: સ્વાસ્થ્ય આ સપ્તાહે સામાન્ય જણાઈ રહ્યું છે. શારીરિક કોઈ જ તકલીફ દેખાઈ રહી નથી પરંતુ તમારે આ સપ્તાહે ખાસ ઈમોશનલ હેલ્થને સમજવાની છે.

  કરિયર: તમારા કારકિર્દીને લગતા પ્લાન કે કોઈ ખાસ પ્રોજેક્ટને લગતા કામો છેક સુધી આવીને અટકી જવાની શક્યતા છે તેવામાં તમારા લાઈફ પાર્ટનરની શક્તિ તમને મદદ કરશે.

  રિલેશનશિપ: સ્ત્રીઓ સાથેના કોઈ પણ સંબંધો આ સપ્તાહે ખૂબ જ સારા રહેશે. પ્રેગનેન્સી પ્લાન કરવા માટે આ ખૂબ જ સારો સમય છે.

  એન્જલ મેસેજ: તમારા કોઈ પણ પ્રકારના જવાબ તમારી જેની સાથે આધ્યાત્મના સ્તરે રોમેન્ટિક રિલેશનશિપ છે તેની પાસેથી મળશે.

  સિંહ રાશિફળ (Leo) (મ.ટ):

  હેલ્થ: સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિના લોકો માટે આ સપ્તાહ કોઈ મોટી મુશ્કેલી જણાઈ રહી નથી. કાનના અને માથાના દુઃખાવાથી સાચવવું.

  કરિયર: કારકિર્દીને લગતા કે પછી કામને લગતા જે પણ નિર્ણયો ભૂતકાળમાં લીધા હતા તેના પરિણામો આ સપ્તાહે મળવાના શરુ થશે.

  રિલેશનશિપ: જે પણ સંબંધોમાં અટકેલા હતા ત્યાંથી પ્રોબ્લેમ સોલ્વ કરવાના માર્ગ ખુલશે. હકીકતો સામે આવી શકે છે.

  એન્જલ મેસેજ: તમારા વિચારો, શબ્દો અને એક્શન મેચ થાય તે આ સપ્તાહે ખાસ કરીને જરૂરી છે.

  કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ):

  હેલ્થ: હેલ્થ પોઝિટીવ જણાઈ રહી છે. પરંતુ સારી હેલ્થ છે એમ માનીને અનહેલ્ધી લાઈફ ચેન્જીસ કરશો તો મોટી બીમારી આવશે તેમ કાર્ડ્સ કહી રહ્યા છે.

  કરિયર: તમારી આસપાસના લોકોની નકારાત્મકતા આ સપ્તાહે તમને નહિ નડે અને તમે તમારી આંતરિક સૂઝની મદદથી પોતાની પરિસ્થિતિ સારી રીતે સમજી અને હેન્ડલ કરી શકશો.

  રિલેશનશિપ: જે પણ ચાલી રહ્યું છે નજીકના વ્યક્તિઓ સાથે તેનો સંપૂર્ણપણે સ્વીકાર કરીને ભગવાન પર ભરોસો રાખીને જ પોતાના નિર્ણયો પર આગળ વધો.
  એન્જલ મેસેજ: તમારો જીવન હેતુ લોકોને ક્મ્પેશન અને કાઈન્ડનેસ શીખવવાનો છે, તેના માટે નેચર સાથે કનેક્ટ થવું.

  તુલા રાશિફળ (Libra) (ર.ત)

  હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વધુ પડતી ચિંતાથી બચવું માત્ર એટલી જ સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.

  કરિયર: તમારા કામમાં નવીનતા લાવવાની જરૂર જણાઈ રહી છે. તમારા રસના વિષયો પર વધુ કામ કરવું.

  રિલેશનશિપ: કોઈ પણ સંબંધ સાચવવા માટેનો આ યોગ્ય સમય છે. લાઈફ પાર્ટનરની શોધ શરુ કરવાનો પણ સારો સમય છે.

  એન્જલ મેસેજ: આ સપ્તાહે થોડું આધ્યાત્મ તરફ વળીને તે અનુભવો.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય):

  હેલ્થ: ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહે તમારે માથાના દુઃખાવાથી હેરાનગતિ થવાના ઘણા બધા યોગ છે. મગજની કોઈ મોટી બીમારી નાં આવે તે માટે સાવધ રહેવું.

  કરિયર: તમને ગમતી કરિયર ચોઈસ માટે તમને અન્ય લોકો સપોર્ટ ના કરે અથવા તમારા વિચારો સાથે સહમત ના થાય તો પણ જાતે આગળ વધવું.

  રિલેશનશિપ: તમારા નજીકના સંબંધો બાબતે નવી હકીકતો તમારી સામે આવી શકે છે. સચ્ચાઈ સ્વીકારવા તૈયાર રહેવું.

  એન્જલ મેસેજ: કોઈ પણ નેગેટિવ વિચાર આવે કે તરત જ ‘કેન્સલ ક્લિયર ડિલીટ’ બોલીને એ વિચારના સ્થાને પોઝિટીવ વિચાર મૂકી દેવો.

  ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ):

  હેલ્થ: ગળાના ઇન્ફેકશન થવાના ચાન્સીસ છે. શરદી કે કફ લાગે તો દવા અવશ્ય લેવી. સાયનસ હોઈ શકે છે.

  કરિયર: કોઈ પણ મહત્ત્વના નિણર્યો લેતા સમયે ધીરજ ગુમાવવી નહિ. થોડા પૈસા સેવ કરવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે કેમ કે મોટો ખર્ચ આવી શકે છે.

  રિલેશનશિપ: પોતાના પાર્ટનરની કે કોઈ પણ મીત્ર્નની સરખામણી અન્ય કોઈ વ્યક્તિ સાથે કરવી નહિ. જ્યાં જેટલું જરૂર હોય તેટલું જ બોલવું નહિ તો વિવાદ સર્જાઈ શકે છે.

  એન્જલ મેસેજ: મધર નેચરને હેલ્પ કરવી એ તમારા માટે ખૂબ જરૂરી છે. તમારા નામથી એક વૃક્ષ વાવીને તેની સંભાળ લેવી.

  મકર રાશિફળ (Capricorn) (ખ.જ):

  હેલ્થ: ખાસ કરીને સ્ત્રીઓ માટે આ સપ્તાહે હેલ્થ ખૂબ જ હકારાત્મક અને તેમની ફેવરમાં રહેશે. મકર રાશિના જાતકોએ આ સપ્તાહે નેચર સાથે વધુ સમય વિતાવવો જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે.

  કરિયર: જોબ ફેરફાર અથવા કોઈ બીજા દેશ કે શહેરમાં શિફ્ટ થવા માટેની તક તમારી સામે આવી શકે છે.

  રિલેશનશિપ: કોઈ પણ નજીકના વ્યક્તિ સાથે વધુ પડતી ઉગ્ર ચર્ચામાં પડ્યા વિના પરિસ્થિતિ પ્રમાણે આગળ વધવું. પોતાના મત આપવાની જરૂર નથી.

  એન્જલ મેસેજ: તમે જે પણ બોલો છે તે યુનિવર્સમાં જઈને પરત ફરે જ છે તે યાદ રાખીને કોઈ પણ વસ્તુ બોલતા પહેલા શબ્દો ખૂબ કાળજી પૂર્વક પસંદ કરવા. ખુલ્લા પગે ઘાસમાં 10 મિનિટ ચાલવું.

  કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ):

  હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ ઓવરઓલ સામાન્ય જણાઈ રહ્યું છે. સાયનસ કે માઈગ્રેનની તકલીફ હોય તો તે વધવાના ચાન્સીસ છે.

  કરિયર: ઘણું બધું વિચારો છો પણ તમારા પ્લાન્સ કે ક્રિએટિવ આઈડીયાઝ ડરના લીધે તમે લોકો સમક્ષ મૂકી રહ્યા નથી જેના કારણે આગળ વધવામાં મુશ્કેલી પડી શકે છે. જે વિચાર તમારા મન અને મગજ બંનેને ગમી જાય તે સાથે આત્મવિશ્વાસથી આગળ વધો સફળતા મળશે.

  રિલેશનશિપ: વાસ્તવિકતામાં રહેવું. તમે જે વિચાર્યું હોય તેના કરતા અલગ રીતે જ કોઈ સંબંધ આગળ વધી રહ્યો હોય તો તે સ્વીકારવો. અન્ય લોકોની વધુ પડતી અપેક્ષાઓ પૂર્ણ કરવી જરૂરી નથી.

  એન્જલ મેસેજ: તમારા શરીરને યુનિવર્સ પાસેથી યોગ્ય મેસેજીસ મળી રહ્યા છે. તમારા શારીરિક ફેરફારોને સમજીને તેની પર કામ કરવું જરૂરી છે.

  મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ):

  હેલ્થ: તમને જે પણ બીમારી હોવાનું લાગી રહ્યું છે તે માનસિક હોઈ શકે છે. સૂર્યના તડકામાં બેસીને ધ્યાન ધરવું અને નેગેટિવ વિચારોથી બચીને રહેવું.

  કરિયર: કારકિર્દીના સ્તરે તમને આ સપ્તાહે કલીગ અને સ્ટાફ તરફથી પૂરતો સપોર્ટ મળશે. નવી નવી ટેલેન્ટ ધરાવતા લોકો સાથે કામ કરવું. તમારા તરફથી બેસ્ટ આપવાનો પ્રયત્ન કરવો.

  રિલેશનશિપ: એકબીજાની સાથે ચાલતા રહેવામાં જ સમજદારી છે એ વાત તમારે સમજવી પડશે. તમારા તરફથી જે જવાબદારીઓ તમે ચૂકી રહ્યા છો તેના કારણે ફેમિલી સફર કરી શકે છે. તમારા સંબંધ સાચવવાની જરૂર તમારે પણ છે માત્ર અન્ય લોકો પાસેથી અપેક્ષા ના રાખવી.

  એન્જલ મેસેજ: પિતૃઓને પ્રાર્થના કરવી અને તેમના આશીર્વાદ મળે તે માટે પાણીયારા પર આડી વાટનો તેલનો દીવો કરવો.
  Published by:ankit patel
  First published:

  Tags: Tarot Card, Tarot card rashifal, Weekly Horoscope

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन