Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના જાતકોએ પેટના રોગોથી સાચવવું પડશે, જાણો રાશિફળ

Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના જાતકોએ પેટના રોગોથી સાચવવું પડશે, જાણો રાશિફળ

ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ

tarot weekly predictions 06 to 12 February 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે.

વધુ જુઓ ...
tarot weekly predictions 6 to 12 January 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. દરેક રાશિઓ માટે આ સપ્તાહે દરેક રાશિઓ માટે ટેરો કાર્ડ્સ પ્રિડીકશન સાથે ખાસ છે એન્જલ મેસેજીસ (tarot saptahik rashibhavishya)

મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ) :
મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ આરોગ્યની દ્રષ્ટિએ નકારાત્મક જણાઈ રહ્યું છે તેમાં પણ આરોગ્યને લગતા નેગેટિવ વિચારોના કારણે મુશ્કેલી ઉભી થઇ શકે છે. કરિયરની દ્રષ્ટિએ સપ્તાહ ખાસ કરીને સ્ત્રી જાતકો માટે ખૂબ શુભ જણાઈ રહ્યું છે. સંબંધો બાબતે જોવા જઈએ તો કોઈની વાતોમાં આવીને ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ અને સૌથી પહેલા તમે પોતે શું ઈચ્છો છો તે નક્કી કરીને આગળ વધવું.

એન્જલ મેસેજ: પેકેટ ફૂડ, કેમિકલ અને પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહેવું. તમને નુકસાન પહોંચાડે તેવી પરિસ્થિતિઓ, સંબંધો, વસ્તુઓ અને વિચારોથી દૂર રહેવું.

વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ):
ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ આરોગ્યના મામલે મિશ્રિત જણાઈ રહ્યું છે. વધારે પડતી જીદ કરવાથી આરોગ્ય જોખમાઈ શકે છે. પરિસ્થિતિની સાથે જ ચાલવું. કારકિર્દી મુદ્દે જોબ કે ધંધામાં કોઈની સાથે ઝગડામાં પડવું નહિ અને બને ત્યાં સુધી બધું જોવું, સાંભળવું અને વિચારવું, કોઈ નિર્ણય પર આવવું નહી. સંબંધો બાબતે પોતાના પાર્ટનરની વાત સાંભળવી. અને તેની ઇચ્છાઓને માન આપવું.

એન્જલ મેસેજ: તમને જે પણ ગટ ફીલિંગ આવે છે તેની પર વિશ્વાસ કરવો.

મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ):
મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહે દરેક બાબતે ધ્યાન રાખવાનું ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. આરોગ્યના મામલે પૈસાનો વિચાર કર્યા વિના જે પણ ટ્રીટમેન્ટની જરૂર છે તે કરવી. મેડીક્લેમ પણ લેવાનું કાર્ડ્સ કહી રહ્યા છે. કારકિર્દીમાં ઓવરઓલ હકારાત્મક સપ્તાહ રહેશે અને અન્ય લોકોને સાથે લઈને ચાલવાથી લાભ થાય. સંબંધો બાબતે સપ્તાહ ક્યાંક નકારાત્મક દેખાય છે અને જેનું કારણ તમારા પોતાના વિચારો હશે. યાદ રાખવું કે, તમારા મનમાં ચાલતી વાતો તમે તમારા પાર્ટનર સાથે શેર કરી જ શકો છો.

એન્જલ મેસેજ: તમારા ભૂતકાળમાં કરેલી ભૂલની સજા આ સપ્તાહે મળી શકે છે તો તે માટે એન્જ્લ્સને પ્રાર્થના કરો તે એ જૂની ઘટનાઓ હીલ થાય અને તમે એ યાદોને રિલીઝ કરી શકો.

કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) :
આ સપ્તાહ કર્ક રાશિના લોકો માટે ઓવરઓલ પોઝિટીવ છે. આરોગ્ય બાબતે કોઈ ચિંતાની જરૂર નથી પણ જો કે, સાચવશો નહિ તો મુશ્કેલી થઇ શકે છે. કારકિર્દીમાં જો તમને હાલ એમ લાગતું હોય કે, બધું ખૂબ જ ધીરે ચાલી રહ્યું છે તો તે સારી બાબત છે કે, કે, આ ધીમે ધીમે થઇ રહેલો ગ્રોથ તમને લાંબા ગાળે ફાયદો કરાવશે. ધંધામાં પણ ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. રિલેશનશિપમાં ભૂતકાળના અનુભવોને આધારે વર્તમાનમાં વર્તન કરવું નહિ કેમ ક,એ વર્તમાન ખૂબ સુંદર છે તેનો આનંદ માણો.

એન્જલ મેસેજ: તમારા પેરેન્ટ્સ સાથેના કોઈ પણ અણબનાવ ને હીલ કરવામાં એન્જલ્સ તમને મદદ કરશે જરૂર છે માત્ર પ્રાર્થના કરવાની.

સિંહ રાશિફળ (Leo) (મ.ટ):
આરોગ્યની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો જો આનંદિત અને પ્રફ્ફૂલ્લિત રહેશે તો આરોગ્ય બાબતે વધુ ચિંતા કરવાની જરૂર નથી તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. જયારે કારકિર્દીની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારના રિસ્ક હમણાં લેવા નહિ અને કામના સ્થળે કોઈની મદદ મળશે તેવી આશા રાખવી નહિ. જો મેનેજરીયલ પોઝિશન પર છો તો સ્ટાફને વધુ પડતો કંટ્રોલ કરવો નહિ. રિલેશનશિપ બાબતે કોઈ પણ મહત્ત્વના નિર્ણય લેતા પહેલા શાંત સ્થળે જઈને સેલ્ફ કોમ્યુનિકેશન અવશ્ય કરવું.

એન્જલ મેસેજ: જયારે પણ નર્વસ થઇ જાવ ત્યારે માત્ર તમારા કામ પર ધ્યાન આપી આગળ વધવું.

કન્યા રાશિફળ (Virgo)(પ.ઠ.ણ): આવનારા સપ્તાહમાં કન્યા રાશિના લોકો માટે પોતાબી વાત અને મુશ્કેલીઓ શેર કરવી અનિવાર્ય રહેશે નહિ તો આરોગ્ય જોખમાઈ શકે છે. પ્રેગનેન્ટ સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું. કારકિર્દી બાબતે સપ્તાહ થોડું નકારાત્મક છે પરંતુ, જે નુકસાન થયું છે અથવા થશે તેમાંથી શીખ મેળવીને આગળ વધવું. તમારા લાઈફ પાર્ટનર અને ફેમિલી મેમ્બર્સ સાથે બોન્ડીંગ કરવાથી દરેક બાબતોના ઉકેલ મળશે.

એન્જલ મેસેજ: કોઈ પણ નકારાત્મક વિચાર આવે ત્યારે કેન્સલ, ક્લિયર ડિલીટ બોલીને એ વિચારના સ્થાને હકારાત્મક વિચારો કરવા.

તુલા રાશિફળ (Libra) (ર.ત): ટેરો કાર્ડ્સ તરફથી તુલા રાશિના જાતકો માટે સંદેશ છે કે, માનસિક સ્વાસ્થ્ય જાળવવું. પોતાના વિચારો પર ખાસ ફોકસ કરવું. કારકિર્દી બાબતે તમે ધર્યા કરતા અલગ પરિણામો આવીશ્કે છે જે તમારા માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઇ શકે છે. રિલેશનશિપ બાબતે હાલ કશું જ કરવું નહિ કોઈ પણ પ્રકારના નિર્ણયો આ બાબતે લેવા નહિ.

એન્જલ મેસેજ: આધ્યાત્મિક પુસ્તકો વાંચવા તે તમારો આ સપ્તાહનો ઉદ્દેશ્ય છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio)(ન.ય): આ સપ્તાહ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ હકારાત્મક જણાઈ રહ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ માથાના દુઃખાવાથી સાચવવું, કોઈ ઓપરેશન કરાવવાનું હોય તો તે પણ સારી રીતે પાર પડશે. ધંધાર્થીઓ માટે ખાસ મેસેજ એ છે કે, આ સપ્તાહ રિસ્ક લેવા માટે યોગ્ય છે જો કે, કેલ્ક્યુલેટિવ રિસ્ક હોય તે જરૂરી છે. ખોટા સંબંધમાંથી બહાર આવવા માટે યોગ્ય સપ્તાહ છે અને જો કોઈ લાઈફ પાર્ટનર શોધી રહ્યા હોવ તો તે આવવાની શક્યતા પણ છે.

એન્જલ મેસેજ: ઊંડી લાગણીઓનું સન્માન કરવું, તેને એક ગિફ્ટની જેમ જોવી.

ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): ધન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આરોગ્ય જાળવવા માટે મેડીટેશન કરવું ખૂબ જરૂરી છે. ઈમોશન્સ બેલેન્સ કરવા અને અન્ય લોકોની વાતો ના સાંભળવી. કારકિર્દીની દ્રષ્ટિએ નવા બદલાવો આવી રહ્યા છે તે સ્વીકારવા ફળદાયી નીવડશે. જોબ ચેન્જ માટે વિચારતા હોવ તો પણ યોગ્ય સપ્તાહ. ખોટી અપેક્ષાઓ અને લાગણીઓના ભારને હળવો કરવાથી તમારા પોતાના સાથેની રિલેશનશિપ સુધારી શકશો. લેટ ગોની ભાવના રાખીને તમારા માટે જે જરૂરી નથી તેવા કોઈ પણ ઈમોશન મનમાં રાખવા નહિ.

એન્જલ મેસેજ: તમારી જે પણ ચિંતાઓ છે તે એક કાગળમાં લખીને ભગવાનના મંદિરમાં મૂકી દેવી અને તમને મદદ ડિવાઈન મદદ મળે તે માટે પ્રાર્થના કરવી.

આ પણ વાંચોઃ-ગ્રહોના નંગ આંગળીમાં પહેરતા પહેલા જાણી લો આ ખાસ નિયમ, સુધરી જશે જીવન

મકર રાશિફળ (Capricorn) (ખ.જ): આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે મિશ્રિત જણાઈ રહ્યું છે. આરોગ્ય બાબતે કાર્ડ્સ કહી રહ્યા છે કે, પેટના રોગોથી સાચવવું. ખાવા-પીવામાં ધ્યાન રાખવું, પોતાની તબિયત જાતે ખરાબ કરવી નહિ. કારકિર્દી બાબતે વધુ પડતું ટેન્શન ના લેવું અને થોડું ચીલ મારવું, બધું જ બરાબર થઇ જશે. કોઈ પણ રિલેશનશિપમાં જતા પહેલા તમે પોતાની જાતને તૈયાર કરો તે જરૂરી છે. અન્ય લોકો પાસેથી અપેક્ષાઓ રાખ્યા વિના વાસ્તવિકતા જુઓ, સ્વીકારો અને તેની પર કામ કરો.

એન્જલ મેસેજ: તમે જે પણ ભગવાન, ગુરુ કે શક્તિમાં વિશ્વાસ ધરાવતા હોવ તેમને પોતાની ચિંતાઓ આપી તેમની પાસેથી મળતા માર્ગદર્શનને અંતરમનથી સાંભળવાનો પ્રયત્ન કરવો.

આ પણ વાંચોઃ-Temple Vastu Tips : ઘરના મંદિરમાં આ વસ્તુઓ રાખવી શુભ, લક્ષ્મીજીની સદાય રહેશે મહેર

કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમારે આ સપ્તાહે આરોગ્ય બાબતે જાતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે અને તમને જો તકલીફ છે તો તે સૌથી પહેલા જાતે સ્વીકારીને પોતાની મદદ કરવી પડશે. કામકાજની બાબતમાં ક્યાંક અસંતોષ દેખાઈ શકે છે પરંતુ જો તમે પોતાના ટેલેન્ટને પારખીને કામ કરશો તો સફળતા મળશે. રિલેશનશિપના મુદ્દે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી રહશે.

એન્જલ મેસેજ: કોઈ પણ પ્રકારના ડરના તારને કટ કરવા માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.

મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): આ સપ્તાહ મીન રાશિના જાતકો માટે આરોગ્યની દ્રષ્ટિએ મિશ્રિત રહેશે. લાંબા સમયની કોઈ પણ બીમારી હોય તો તે હીલ કરવા માટે ધીરજ રાખવી જ પડશે. કારકિર્દીમાં જે પણ ઉતાર-ચડાવ આવશે તે કાર્મિક હશે અને તમારા ભૂતકાળના કર્મોના કારણે જે-તે પરિણામો મળશે. રિલેશનશિપમાં પાર્ટનર સાથે બ્રેકઅપ થઇ શકે છે અથવા તો કોઈ નવો પહેલૂ સામે આવી શકે છે.

એન્જલ મેસેજ: તમારા મનની ઈચ્છા પૂરી ના થવામાં સૌથી મોટું કારણ તમારું વ્યસન છે, કોઈ પણ પ્રકારનું વ્યસન, ખરાબ વર્તન હીલ થાય તે માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી.
First published:

Tags: Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો