Home /News /dharm-bhakti /Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: હેલ્થ, કારકિર્દી અને સંબંધો અંગે કેવું રહેશે સપ્તાહ? જાણો રાશિફળ
ટેરોકાર્ડ સાપ્તાહિત રાશિફળ
Tarot Weekly Predictions 4 to 10 september to 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. ટેરો કાર્ડ રિડર ખુશી ત્રિવેદી જણાવશે આ સપ્તાહે દરેક રાશિઓ માટે કેવું રહેશે. ટેરો કાર્ડ્સ પ્રિડીકશનની સાથે એન્જલ મેસેજીસ પણ આપશે. (tarot saptahik rashibhavishya).
Tarot Weekly Predictions 4 to 10 september to 2022: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ સપ્તાહ કેવું રહેશે એ ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળમાં (tarot weekly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ સપ્તાહ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે સપ્તાહ મુશ્કેલી ભર્યું સાબિત થશે. ટેરો કાર્ડ રિડર ખુશી ત્રિવેદી જણાવશે આ સપ્તાહે દરેક રાશિઓ માટે કેવું રહેશે. ટેરો કાર્ડ્સ પ્રિડીકશનની સાથે એન્જલ મેસેજીસ પણ આપશે. (tarot saptahik rashibhavishya).
મેષ (અ.લ.ઈ)
હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ આ રાશિના જાતકો માટે થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે. જો કે, માનસિક રીતે મજબૂત રહેવાથી કોઈ પણ પ્રકારની બીમારીનો સામનો ખૂબ સારી રીતે કરી શકશો. કરિયર: આ સપ્તાહ કારકિર્દી બાબતે હકારાત્મક જણાઈ રહ્યું છે. લાઈફ પાર્ટનર અથવા રોમેન્ટિક રિલેશનશિપ તરફથી બિઝનેસમાં લાભ થાય અથવા નવા આઈડીયાઝ મળે.
રિલેશનશિપ: નવા સંબંધ બનાવવા કે જૂના તોડવા માટે ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. બહુ વધારે પડતો વિશ્વાસ કોઈના પર કરવો નહિ. ધીરે-ધીરે આગળ વધવું. એન્જલ મેસેજ: જે બાબતોમાં તમારે મદદ ની જરૂર હોય ત્યાં એન્જલ્સ ને તમારી વાતોમાં દખલગીરી કરવાની પરવાનગી આપીને મદદ કરવા પ્રાર્થના કરવી.
વૃષભ (બ.વ.ઉ)
હેલ્થ: જૂની બીમારી પરત ના આવે તેનું ખાસ ધ્યાન રાખવા માટે આ સપ્તાહે કાર્ડ્સ આ રાશિના જાતકોને માર્ગદર્શન આપી રહ્યા છે. માથાના દુઃખાવાથી સાચવવું. કરિયર: કારકિર્દી સામાન્ય ઝડપે ચાલતી રહેશે. વધુ પડતી અપેક્ષાઓ આ સપ્તાહે પોતાની જાત પાસેથી કામ પાસેથી રાખવી નહિ. બિઝનેસ કરતા હોવ તો જેટલી કમાણી થાય તેમાં સંતોષ માનવો. રિલેશનશિપ: ટૂંકા ગાળાના ફાયદા માટે અથવા માત્ર રિલેશનશિપ બચાવવા માટે થઈને પોતાના સત્ય સાથે સમાધાન કરવું નહિ. લાંબા ગાળે પસ્તાવો થઇ શકે છે. એન્જલ મેસેજ: તમારા મનની ઇચ્છાઓ પૂર્ણ થવામાં જે બ્લોકેજીસ આવે છે તે દૂર થાય અને હિલીંગ થાય તે માટે આર્કેન્જ્લ રાફેલને પ્રાર્થના કરવી.
મિથુન (ક.છ.ઘ) હેલ્થ: કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આ સપ્તાહે ખાસ કરીને ઈમોશનલ હેલ્થ તમારે સાચવવાની રહેશે. ટેન્શન, તણાવ ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું. પોતાના મનની વાત વિશ્વાસુ મિત્ર કે પછી લાઈફ પાર્ટનર સાથે શેર કરવી. કરિયર: કારકિર્દીના નબળા સમયમાંથી બહાર આવીને પોતાનું મનગમતું કામ કરવાનો સમય આવી ગયો છે. તમારા કામ માટે તમારા જે ઈંટ્યુશન છે તે અવશ્ય ફોલો કરવા, સફળતા મળશે. રિલેશનશિપ: ફેમિલીને કોઈ પણ મહત્ત્વના નિર્ણયો ટાળવા નહિ. લાઈફ પાર્ટનરને સરપ્રાઈઝ આપવાનો કે ફેમિલી સાથે બહાર જવાનો જે પ્લાન ઘણા સમયથી મનમાં છે તેના પર અમલ કરવો. પરિવારની સ્ત્રીઓને ખુશ રાખવી. એન્જલ મેસેજ: કોઈ પણ વિઝન કે ઓરા તમને અનુભવાય છે તે તમારા એન્જલ્સ તરફથી મેસેજ હોઈ શકે છે. થર્ડ આય મેડીટેશન કરવું જેથી મેસેજ યોગ્ય રીતે સમજી શકાય.
કર્ક (ડ.હ) હેલ્થ: ઘણા સમયથી પછી સ્વાસ્થ્ય આ સપ્તાહે ખૂબ જ સારું ફીલ થશે માટે કોઈ પ્રકારના પ્રોસેસ્ડ ખોરાક, કેમિકલ યુક્ત ખોરાક આરોગવાથી બચવું. કરિયર: કારકિર્દીમાં તમે વિચાર્યું ના હોય તે પ્રકારની તક આ સપ્તાહે આવતી જણાઈ રહી છે. ખૂબ જ હકારાત્મક પરિણામો તમારી મહેનતના તમને મળી શકે છે. રિલેશનશિપ: નજીકની વ્યક્તિઓ સાથે સંબંધો ખૂબ જ સમજણભર્યા રહેશે. તમારી વાત તમે ખુલ્લા મને કરી શકશો. એન્જલ મેસેજ: તમારી ઇચ્છાઓ એક કાગળ પર લખીને, એ કાગળ ડબ્બીમાં મૂકી દો. એ ડબ્બી ભગવાન પાસે રાખવી અને ડિવાઈન તમને હેલ્પ કરે તે માટે પ્રાર્થના કરવી.
સિંહ (મ.ટ) હેલ્થ: આ રાશિના જાતકો માટે આ સપ્તાહે સ્વાસ્થ્ય ઓવરઓલ ખૂબ પોઝિટીવ જણાઈ રહ્યું છે. માત્ર પડવા આખડવાથી સાચવવું. કરિયર: કામના સ્થળે જેટલી જરૂર હોય તેટલું જ બોલવું અને જેટલી માહિતી રીવીલ કરવાની હોય એટલી જ કરવી. વધારે ઓબ્સર્વ કરવું અને બને તેટલું ઓછું બોલવું. રિલેશનશિપ: તમારા સંબંધોમાં તમારે શું જોઈએ છે? તે જવાબ ક્લિયર થાય તેવા પ્રયત્નો કરવા અને પોતાના માટે સ્ટેન્ડ લેવું. એન્જલ મેસેજ: બને તેટલો વધુ સમય નેચરમાં વિતાવવો.
કન્યા (પ.ઠ.ણ) હેલ્થ: આ સપ્તાહે સ્વાસ્થ્ય એવરેજ જણાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ પણ તકલીફ થાય તો અવગણવી નહિ તેવી સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. કરિયર: તમારા કામમાં થોડી ક્રિએટીવીટી લાવીને આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે. ખાસ કરીને સ્ત્રીઓએ પોતાના કરિયર બાબતે વધુ રચનાત્મક રીતે વિચારવું. રિલેશનશિપ: તમારી જે વિચારધારા લગ્ન બાબતે કે અન્ય કોઈ પણ સંબંધ બાબતે છે , તે જો અન્ય લોકોના વિચારો સાથે મેચ ના થાય તો પોતાની જાતને ખોટી ગણવી નહિ. એન્જલ મેસેજ: તમારા ગુરુ કે ભગવાન આ સપ્તાહે તમને ગાઈડ કરશે.
તુલા (ર.ત) હેલ્થ: વધુ પડતા વિચારો કરવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. ઈમોશનલ સ્ટ્રેસ લેવો નહિ અને સમયની સાથે ચાલતા રહેવું. કરિયર: ઘણી બધી મહેનત કર્યા પછી પણ તેનું પરિણામ નેગેટિવ મળી શકે છે. તેવામાં કયા કારણોસર સફળતા નથી મળી તે શોધવા, બોધપાઠ લેવો અને નવેસરથી કામ શરુ કરવું. રિલેશનશિપ: કોઈ પણ રીતે ચિટીંગ થવાના ચાન્સીસ છે. પોતાના સ્વાર્થ ખાતર અન્ય વ્યક્તિઓ તમારો ફાયદો ઉઠાવી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. એન્જલ મેસેજ: જયારે પણ નર્વસનેસ અનુભવાય ત્યારે માત્ર પોતાના કામ પર ધ્યાન આપવું.
વૃશ્ચિક (ન.ય) હેલ્થ: ભૂતકાળની વાતો વધુ પડતી યાદ કરવાના કારણે માથા અને ગળાના દુઃખાવાનો પ્રોબ્લેમ ખૂબ વધારે થઇ શકે છે. ખુલ્લા પગે ઘાસમાં ચાલવું. કરિયર: આ સપ્તાહે કરિયર બાબતે વધુ પડતા રિસ્ક લેવા કે નવું કરવાનો પ્રયત્ન કરવો નહિ. જે રીતે કામ ચાલે છે તેમ કરવું. ટીમના સભ્યો સાથે સારી રીતે વર્તન કરવું. રિલેશનશિપ: એકંદરે સંબંધો સાનૂકૂળ રહે. અન્ય લોકોને સાંભળવાની તૈયારી રાખવી અને કોઈ એ કહેલી વાત અન્ય સાથે શેર કરતા પહેલા ફિલ્ટર કરવી. એન્જલ મેસેજ: તમારા જીવનમાં જે લોકો કે પરીસ્થિતિઓ જરૂરી નથી તે રિલીઝ થાય તે માટે આર્કેન્જ્લ માઈકલને પ્રાર્થના કરવી.
ધન (ભ.ફ.ધ) હેલ્થ: આ રાશિના જાતકો માટે કાર્ડ્સ કહી રહ્યા છે કે, સ્વાસ્થ્ય બાબતે સપ્તાહ ખૂબ સારું છે. કસરત કરવાની આ સપ્તાહે શરુ કરી શકો છો. કરિયર: તમારે પોતે જ પોતાની મદદ કરવાની છે. સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય તે માટે ખુલ્લા પગે ઘાસમાં ચાલવું. સોલ્યુશન ઓરિએન્ટેડ અપ્રોચ રાખવો. રિલેશનશિપ: નજીકની વ્યક્તિઓ સાથેની નાની-નાની બોલચાલને અવગણવી. જેમ બને તેમ વધુ ચૂપ રહેવું અને સંબંધમાં ટેન્શન વાળો ટેમ્પરરી સમય શાંતિપૂર્વક પસાર કરી લેવો. એન્જલ મેસેજ: ફ્રેહ, ઓર્ગેનિક ફ્રૂટ્સ અને શાકભાજી ખોરાકમાં લેવા. જે તમારી સ્પિરિચ્યુઅલ ફ્રિકવન્સી પણ વધારશે.
મકર (ખ.જ) હેલ્થ: જો કોઈ ફિઝીકલ પ્રોબ્લેમ સામે લાંબા સમયથી લડી રહ્યા છો તો આ સપ્તાહે તેમાં રાહત મળતી જણાશે. સફરજન અને પ્લમ્સ ખાવાથી ફાયદો થશે. કરિયર: તમારા કરિયરમાં કોણ તમને ઇન્ફ્લુંન્સ કરી રહ્યું છે તેની તમને જાન થશે. ખોટી રીતે માર્ગદર્શન આપતા લોકો બાબતે પણ જાણ થશે. રિલેશનશિપ: તમને ગમતી વ્યક્તિ વાસ્તવિક દ્રષ્ટિએ તમને મળી શકે તેવી શક્યતાઓ ઓછી રહેશે. એન્જલ મેસેજ: એન્જલ્સ તરફથી તમને માર્ગદર્શન અને સંદેશા કોઈ પણ ગીત, મ્યુઝિક કે સાઉન્ડ સ્વરૂપે મળી શકે છે.
કુંભ (ગ.શ.સ.ષ) હેલ્થ: સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય જણાઈ રહ્યું છે. સવારે વહેલા ઉઠીને સનલાઈટમાં ચાલવાથી ફાયદો થઇ શકે છે. આળસવૃત્તિ આવશે તો ત્બીય્ર ખરાબ થઇ શકે છે. કરિયર: તમને જે સફળતાઓ જીવનમાં મળી રહી છે, તે માત્ર તમારી નથી, તમારા ટીમ મેમ્બર્સ, મેન્ટોર અને પરીવારજનોનો પણ એમાં ફાળો છે તે યાદ રાખવું. પોતાની સફળતાની સફરમાં તેમને સાથે લઈને ચાલવું. રિલેશનશિપ: તમે ખોટી રિલેશનશિપમાં છો તે તમને આ સપ્તાહે સમજાય તેમ દેખાઈ રહ્યું છે. તમારા સપનાઓ તમારા ફેમિલીના લોકો કરતા અલગ હોય તો પોતાની પર ડાઉટ કરવો નહિ, અન્ય લોકોની વાત માનીને પોતાના વિચારો અને સપનાઓ દાટી દેવા નહિ. એન્જલ મેસેજ: કશુક નવું શીખવા માટે નવા વર્કશોપ્સ કે સેમીનાર મદદરૂપ થઇ શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) હેલ્થ: સ્વાસ્થ્ય બાબતે ખૂબ પોઝિટીવ સપ્તાહ જણાઈ રહ્યું છે. બહારનું ખાવાથી ગળાનો દુઃખાવો થઇ શકે છે. ફૂલોની વચ્ચે સમય વિતાવવાથી ખૂબ જ સારી હેલ્થ રહે. કરિયર: ઘણા સમયથી જે કાર્ય થઇ રહ્યા ન હતા તે કરવા માટે અચાનક નવા આઈડીયાઝ મળે અને ખૂબ જ ઝડપથી તમારા મનગમતા કરિયરમાં આગળ વધી શકો. જો કે, તમે કેટલા પ્રયત્નો કરો છો તેની પર આધાર રાખશે. રિલેશનશિપ: નજીકના સંબંધોમાં જે વાતો કહી શકતા ન હતા, તે નવી રીતે કેહ્વાનો પ્રયત્ન કરવો. સેલ્ફ સાથે નવેસરથી રિલેશનશિપ શરુ કરવી. સેલ્ફ લવ, સેલ્ફ કેર પર ફોકસ કરવું. એકસરસાઈઝ કરવી. એન્જલ મેસેજ: જયારે કોઈ પણ ડરની લાગણી કે નકારાત્મક વિચારો ઘેરી વળે ત્યારે ‘કેન્સલ, ક્લિયર, ડિલીટ’ બોલીને તે વિચાર દૂર કરવો અને તેની જગ્યાએ કોઈ હકારાત્મક વિચાર મૂકવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર