tarot cards yearl predictions vikram samvat 2078: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ વિક્રમ સંવત કેવું રહેશે એ ટેરો કાર્ડ વાર્ષિક રાશિફળમાં (tarot yearly predictions) જાણવા મળશે. કયા રાશિના જાતકોને આ વિક્રમ સંવત વરસ શુભ રહે છે અને ક્યા રાશિના જાતકો માટે આ વરસ મુશ્કેલી ભર્યું સાબિત થશે.
tarot cards yearl predictions vikram samvat 2078: તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આ વિક્રમ સંવત વર્ષ કેવું રહેશે એ ટેરો કાર્ડ વાર્ષિક રાશિફળમાં (tarot Yearly predictions) જાણવા મળશે. સ્વાસ્થ્ય, કારકિર્દી અને સંબંધોમાં શું ઉથલ પાથલ આવશે અને કયા પાસા મજબૂત રહેશે? કયો નંબર રહેશે લકી, કયો કલર ફળશે? બધું જ જાણો આ આર્ટીકલમાં.
મેષ રાશિફળ (Aries)(અ.લ.ઈ): કેવું રહેશે વર્ષ?
આપના માટે આવનારું વર્ષ ખૂબ જ શુભદાયી દેખાઈ રહ્યું છે. આપના જીવનમાં નવી તકો આવતી દેખાઈ રહી છે. આવનારા વર્ષમાં તમે તમારા ગમતા કામ કરી શકશો અને જવાબદારીઓનો બોજો થોડો ઓછો કરી શકશો. જો કે, આ વર્ષે તમારે જમીન પર પગ રાખીને ચાલવાનું છે જો વધુ પડતો ઘમંડ આવશે તો આર્થિક નુકસાની પણ થઇ શકે છે. ખૂબ જ ફોકસથી કોઈ પણ બાબતે આગળ વધવું અને આયોજન સાથે જ વધવું. જો બાળક પ્લાન કરવું હોય તો આ વર્ષ યોગ્ય છે.
સ્વાસ્થ્ય: આ વર્ષે તમારે આખું વર્ષ તમને તકલીફ આપનારા કે ચિત કરનારા લોકોને માફ કરવા જ પડશે નહિ તો સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર થઇ શકે છે. જે જૂની વાતો, નકામા સંબંધો અને જે પણ બાબતો તમને ઈમોશનલી હેરાન કરે છે તેને જવા દેવી જેથી સ્વાસ્થ્ય સારું રહે.
કારકિર્દી: કારકિર્દી બાબતે આપનું વર્ષ ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે, કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમે આ વર્ષે પોતાના પર વિશ્વાસ રાખીને નવું કરવાનું રિસ્ક લઇ શકો છો અને તેમાં સફળતા મળશે. જો કે, તે કરવામાં ઘણા લોકો આપણે ડરાવશે પરંતુ, તમે તમારા ગોલ પર જ કેન્દ્રિત થઇ આગળ વધશો તો સફળતા મળશે જ. સબંધો: લગ્ન કરવા માટેનું આયોજન આ વર્ષે હોય તો પોતાના સ્વભાવમાં થોડો બદલાવ લાવશો અને અમુક પ્રકારે વધુ પડતી કડકાઈ છોડીને આગળ વધવું. અન્ય રિલેશનશિપમાં પણ તમારે બાંધછોડ કરીને આગળ વધવાની સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.
લકી નંબર: 9 લકી કલર: રેડ/યલો લકી રત્ન: હીરો
વૃષભ રાશિફળ (Taurus)(બ.વ.ઉ): કેવું રહેશે વર્ષ? 2078 વિક્રમ સંવંત વર્ષ આપના માટે મિશ્રિત જણાઈ રહ્યું છે. આ વર્ષે આપના માટે આર્થિક લાભ તો છે પરંતુ, રિલેશનશિપમાં મુશ્કેલીઓ જણાઈ રહી છે. લવ મેરેજ કરવા માટે અથવા કોઈ પણ રિલેશનશિપમાં જવા માટે આ વર્ષ યોગ્ય નથી એમ ટેરોકાર્ડ્સ જણાવી રહ્યા છે. બિઝનેસ અને જોબમાં નવી તકો આવતી જણાશે. ખાસ કરીને વૃષભ રાશિના પુરુષો માટે આ વર્ષ આર્થિક રીતે વધુ જવાબદારીઓ આવે તેમ દેખાઈ રહ્યું છે.
સ્વાસ્થ્ય: જૂના રોગો કે જૂની શારીરિક તકલીફોમાંથી આ વર્ષે તમે બહાર આવી શકશો. પેટના રોગોથી સાચવવું કેમ કે, પેટના કોઈ પણ ભાગની સર્જરી કે ઓપરેશનના યોગ જણાઈ રહ્યા છે તેથી સાચવવું. કારકિર્દી: સૌથી શુભ વર્ષ આપની કારકિર્દી માટે રહેશે. કોઈ પણ નવી જોબ લેવી હોય કે પછી નવો બિઝનેસ શરુ કરવો હોય તો ખૂબ જ શુભ સમય છે.
સંબંધો: દરેક પ્રકારના સંબંધોમાં આ વર્ષે થોડી નકારાત્મકતા આવતી દેખાઈ રહી છે. કામની દ્રષ્ટિએ સફળ વર્ષ હોવાથી વધારે પડતી વ્યસ્તતા રહે અને તે લગ્ન સંબંધ પર થોડી અવળી અસર કરી શકે છે.
મિથુન રાશિફળ (Gemini) (ક.છ.ઘ): કેવું રહેશે વર્ષ? આ વર્ષ તમારા માટે એકંદરે સમાન્ય રહેશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો અને નવું ઘર લેવા માટેના ચાન્સીસ બને તેમ પણ જણાઈ રહ્યું છે. અન્ય લોકો પર નિર્ભર બનવાના બદલે પોતાની જાતે જ કામ પાર પાડવા પર ધ્યાન આપવાનું ટેરો કાર્ડ્સ તમને જણાવી રહ્યા છે. આરોગ્ય સાચવવું.
સ્વાસ્થ્ય: માનસિક ધોરણે આરોગ્ય પર ખરાબ અસર થવાની શક્યતાઓ પ્રબળપણે જણાઈ રહી છે. શારીરિક દ્રષ્ટિએ પણ માથા અને આંખોના રોગોથી ખાસ સાચવવું. ઓપરેશન ના કરાવવું પડે તેનું ખાસ ધ્યાન રાખવું અને પહેલેથી જ નાનો રોગ આવતા જ દવા લઇ લેવી.
કારકિર્દી: કારકિર્દીના ક્ષેત્રે આ વર્ષ લાંબા આયોજન ના કરીને નાના નાના પગલા ભરવા અને ઇન્વેસ્ટ પણ નાની રકમમાં અને ઓછા સમય માટે જ કરવું. નવા પ્રયોગો કરવાથી બચવું માત્ર બધું જ યોગ્ય પ્રમાણે ચાલતા રહેવું તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે.
લકી નંબર: 8 લકી કલર: વ્હાઈટ/બ્લુ લકી રત્ન: સફાયર
કર્ક રાશિફળ (Cancer) (ડ.હ) : કેવું રહેશે વર્ષ? આપના માટે આવનારું વર્ષ મિશ્રિત જણાઈ રહ્યું છે. તમારે આ વર્ષે કોઈ પણ પરિસ્થિતિઓ દૂરથી જોઇને માત્ર સલાહ આપીને ઉકેલવાના બદલે જરૂરીયાત વાળા લોકોને આર્થિક સહાય કરવી. તમારી પાસે હોય એમાંથી દાન કરવું જેથી અન્ય કામો સરળતાથી પૂર્ણ થશે તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે.
સ્વાસ્થ્ય: આપનું સ્વાસ્થ્ય આ વર્ષે ખૂબ હકારાત્મક જણાઈ રહ્યું છે. ચંદ્ર નીચે બેસીને ધ્યાન કરવાથી સ્વાસ્થ્યમાં વધુ ફાયદો થશે.
કારકિર્દી: આ ક્ષેત્રે આપણે નવી તકો આવતી જણાશે અને માર્ગદર્શનના દ્વાર ખુલતા દેખાશે. ગુરુવારના ઉપવાસ કરવાથી ફાયદો થશે. સંબંધો: રિલેશનશિપની દ્રષ્ટિએ પાસું થોડું નકારાત્મક જણાઈ રરહ્યું છે. નિર્ણયો ખૂબ જ વિચારીને લેવા નહિ તો ભવિષ્યમાં પસ્તાવો થઇ શકે છે. કોઈ પણ નિર્ણયો ઉતાવળિયા કે જીદમાં આવીને ના લેવા.
સિંહ રાશિફળ (Leo) (મ.ટ): કેવું રહેશે વર્ષ? આ વર્ષ આપના માટે એવેરેજ જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, આખું વર્ષ તમારે કોઈ પણ સાથે ઝગડામાં ઉતરવું ના પડે તેનું ધ્યાન રાખવું નહિ તો ખૂબ મોટું આર્થિક નુકસાન આવી શકે છે. વધુ પડતા ખર્ચથી બચવું અને ઉધાર ના આપવા. એ સિવાય આ વર્ષે તમારે ગ્રાઉન્ડેડ રેહવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને કોઈ પણ મુશ્કેલીનો સમાનો સમજી વિચારીને કરી શકો.
સ્વાસ્થ્ય: શારીરિક આરોગ્ય બગડવાના યોગ દેખાઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારની પગની ઈજાથી ખાસ સંભાળવું તેમ ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. વધુ પડતો તણાવ ના લેવો.
કારકિર્દી: કારકિર્દીની દ્રષ્ટિએ વર્ષ સામાન્ય જણાઈ રહ્યું છે. કોઈ બદલાવ કરવા નહિ અને જે પણ હાલ કરી રહ્યા છો તેમાં ખુશ રહેવાનું શીખવા માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે.
સંબંધો: સંબંધોની દ્રષ્ટિએ વર્ષ નકારાત્મક જણાઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારની સરખામણી કરવી નહિ અને સંબંધો ટકાવી રાખવા માટે માત્ર પ્રેમથી અને શાંતિથી જ કામ લેવું નહિ. લગ્ન સબંધ, પ્રેમ સંબંધ તૂટી પણ શકે છે.
લકી નંબર: 5 લકી કલર: ગ્રીન લકી રત્ન: યલો જેસ્પર
કન્યા રાશિફળ (Virgo) (પ.ઠ.ણ): કેવું રહેશે વર્ષ? આવનારું વર્ષ આપના માટે મિશ્રિત જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે આવનારા નવા વર્ષમાં લોભ, લાલચ, નામનાની પાછળ ભાગવા કરતા વધુ ધ્યાન તમારા પોતાના કામ પર આપજો તો પરિણામ અવશ્ય મળશે. ઘણી વાર તમને લાલચ, ઓફર્સ આવશે પણ એ બધું જ એક છળ અને ખૂબ જ હંગામી સમય માટે છે એ સતત યાદ રાખવું. જીવનના કોઈ પણ પડાવ પર કોઈ પણ બાબતે શોર્ટ કટથી સફળતા મેળવવા ના જવું.
સ્વાસ્થ્ય: આપનું સ્વાસ્થ્ય વિક્રમ સંવંત 2078માં થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે. છાતી અને પેટની મુશ્કેલીઓ આવી શકે છે અને એ સાથે જ માનસિક સમસ્યાઓ પણ આવી શકે છે જેના લીધે પણ શારીરિક આરોગ્ય બગડી શકે છે.
કારકિર્દી: કારકિર્દીના ક્ષેત્રે ગ્રહો સામાન્ય જણાઈ રહ્યા છે, વધુ પડતા પગાર કે પ્રોફિટ પાછળ ના ભાગવું. જેટલી મેહનત કરો છો એટલું જ મળશે તે વાત યાદ રાખીને જ કારકિર્દીમાં આગળ વધવું.
સંબંધો: રિલેશનશિપ પર વધુ ધ્યાન આપવાની જરૂર આ વર્ષે પડશે. વધુ પડતા કામને બાજુ પર મૂકીને પરિવાર સાથે સમય વિતાવવો જરૂરી છે. જયારે જીવનમાં કશું જ ખબર ના પડે ત્યારે પરિવારની મદદ લેવી.
લકી નંબર: 3 લકી કલર: યલો લકી રત્ન: ફ્લોરાઈટ
તુલા રાશિફળ (Libra) (ર.ત): કેવું રહેશે વર્ષ? આ વર્ષ આર્થિક, આરોગ્યની, કારકિર્દી અને ઈમોશન દરેક સ્તરે શુભ સમાચાર આવત જણાઈ રહ્યા છે. જો કે, ધ્યાન રાખવાનું છે કે, તમારે જે મેળવું હોય તેની પાછળ જવું જરૂરી છે અને તે માટે તમારે બધી જ નકામી બાબતોથી નજર હટાવીને જે જરૂરી છે તેના પર ફોકસ કરવાનું ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. ઘણું બધું એકસાથે કરવાના બદલે પ્લાનિંગ અને ફોકસથી આગળ વધવું.
સ્વાસ્થ્ય: આ વર્ષ અર્રોગ્યની દ્રષ્ટિએ શુભ જણાઈ રહ્યું છે, માથા અને પેટના જૂના દુ:ખાવામાંથી રાહત મળતી જણાય છે. કસરત અને એનર્જી હિલીંગ પર વધુ ધ્યાન આપવું.
કારકિર્દી: કારકિર્દીમાં આ વર્ષ ખૂબ જ સફળતા દેખાઈ રહી છે. ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે. જે પણ તમે બનવા ચાહો છો તે બનવા માટે આ વર્ષ ખૂબ જ શુભ છે. તમે જે ધારશો તેવી જોબ કે બિઝનેસ કરી શકશો અને તેમાં તમને સ્ત્રી પાત્રની મદદ મળી શકશે.
સંબંધો: લગ્ન કરીને અથવા લગ્ન માટે વિદેશ જવાના યોગ જણાઈ રહ્યા છે. પ્રેમ સંબંધમાં આગળ વધવા માટે આ વર્ષ યોગ્ય અને શુભ છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio) (ન.ય): કેવું રહેશે વર્ષ? આપના માટે આખું વર્ષ એકંદરે પોઝિટીવ દેખાઈ રહ્યું છે. થોડું વધારે વિચારીને, ફોકસ થઈને આગળ વધશો તો જૂની મુશ્કેલીઓ આ વર્ષની શરુઆતમાં જ ઝડપથી સમાપ્ત થતી જોવા મળશે. ટેરો કાર્ડ્સ માર્ગદર્શન આપી રહ્યા છે કે, મેડીટેશન કરીને ખૂબ જ સ્પષ્ટતા મેળવીને પોતાના એક્શન લેવા જેથી કરીને પાછળથી વિચારવું ના પડે.
સ્વાસ્થ્ય: અન્ય લોકોની વાતો સાંભળીને આગળ વધશો તો માથા સાથે સંબંધિત બીમારી આવી શકે છે. એટલે જ આખું વર્ષ દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ મેડીટેશન કરવું અનિવાર્ય છે.
કારકિર્દી: આ વર્ષ કારકિર્દી માટે ખૂબ જ સામાન્ય જણાઈ રહ્યું છે અને કેટલીક વાર મુશ્કેલીઓ પણ આવતી જણાઈ રહી છે. ખાસ કરીને અન્ય લોકો સાથે કામ કરાવવાના મુદ્દે તમને તકલીફ પડે. જોબ કે બિઝનેસ બદલવાના વિચાર ના કરવા હિતાવહ છે.
સંબંધો: આ વર્ષ તમારે જોઈએ તેવા સંબંધો વિકસાવવા માટે ખૂબ જ યોગ્ય જણાઈ રહ્યું છે. જીવનસાથી તરીકે તમને તમારે જોઈએ તેવી વ્યક્તિ મળે તેવી તકો ઉભી થતી જણાય.
ધન રાશિફળ (Sagittarius) (ભ.ફ.ધ): કેવું રહેશે વર્ષ? આવનારું વર્ષ આપના માટે ઘણી બધી આંખો ખોલનારી ઘટનાઓ લઈને આવી રહ્યું છે. લગ્ન સંબંધમાં ત્રીજા વ્યક્તિનો પ્રવેશ ના થાય તે ખાસ ધ્યાન રાખવું. બાળકનું પ્લાનિંગ કરવા માટે પણ આ વર્ષ યોગ્ય જણાઈ રહ્યું છે. ઓવરઓલ તમારે કશું નવું કરવું હોય તો રિસ્ક લઇ શકો છો પરંતુ, રિસ્ક લેતા પહેલા તેની બધી જ આડ અસરો સમજી લેવી તેમ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે.
સ્વાસ્થ્ય: આરોગ્યની દ્રષ્ટિએ ખાસ આ રાશિની સ્ત્રીઓએ જાળવવાનું છે અને કોઈ પણ વાત મનમાં રાખ્યા વિના શેર કરવાની છે જેથી આરોગ્ય સચવાઈ રહે. એકંદરે આરોગ્ય હકારાત્મક છે. સ્ત્રીઓ માટે ગર્ભધારણ કરવા યોગ્ય સમય છે. દાન આપવાથી પણ આરોગ્ય સચવાય.
કારકિર્દી: કોઈ પણ જોબ કે બિઝનેસમાં પાર્ટનર પર વિશ્વાસ ના કરવો અને પોતાના મગજમાં આવતા વિચારો ક્યાંક સ્વાર્થ અને લાલચના તો નથી તે વાતની ખરાઈ કર્યા બાદ જ આગળ વધવું નહિ તો દગો મળી શકે છે.
સંબંધો: લગ્ન સંબંધોમાં કોઈ અન્ય વ્યક્તિના કારણે ખટરાગની શક્યતાઓ જણાઈ રહી છે. એટલે પોતાના પાર્ટનર સાથે બધું જ શેર કરવું અને કોમ્યુનિકેશન બંને તરફ ક્લિયર રહે તે ધ્યાન રાખવું. લગ્ન માટે પાર્ટનર શોધતા પહેલા પોતાને કેવું લાઈફ પાર્ટનર જોઈએ છે તે બાબતે સ્પષ્ટતા કેળવવી.
મકર રાશિફળ (Capricorn) (ખ.જ): કેવું રહેશે વર્ષ? આવનારું વિક્રમ સંવંત 2078નું વર્ષ આપના માટે ફળદાયી નીવડશે. ટેરો કાર્ડ્સ મુજબ જે કામ તમે કર્યા છે તેના પરિણામો તમને મળતા દેખાશે પંરતુ તે પરિણામો પાછળ ભાગવું નહિ અને ધીરજ રાખવી તેમ પણ ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે. આ વર્ષે તમે માયાથી પર જઈને તમારી વાસ્તવિકતા સુધી પહોંચી શકશો.
સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય થોડું કથળતું દેખાઈ રહ્યું છે. પીઠ ને પગના દુઃખાવા તેમજ ઈજાથી સાચવવું તેવી સલાહ ટેરો કાર્ડ્સ આપી રહ્યા છે.
કારકિર્દી: નવા વિકલ્પો શોધવા માટેનો યોગ્ય સમય આવી ગયો છે આવનારા બે મહિનામાં જ તમે નવી જોબ કે બિઝનેસ માટેની શક્યતાઓ શોધી શકો છો. તમારે એ ધ્યાન રાખવાનું છે કે, તમારો દ્રષ્ટિકોણ અને નજર બંને બ્રોડ અને નવા હોય.
સંબંધો: જે સંબંધો તમને બાંધી રહ્યા છે તે તોડવાનો યોગ્ય સમય આવી ગયો છે. તમને ગમે છે તેવા વ્યક્તિઓ સાથે જાવ, તમારા જીવનનો કંટ્રોલ અન્યોના સ્થાને તમારા હાથમાં લઈને તમારું જીવન અને તમારા સંબંધો રીક્રીએટ કરવા માટેનો યોગ્ય સમય છે.
કુંભ રાશિફળ (Aquarius) (ગ.શ.સ.ષ): કેવું રહેશે વર્ષ? આ વર્ષ આપના માટે ખૂબ જ શુભ અને ઘણા બધા બદલાવ લઈને આવતું જણાઈ રહ્યું છે. ટેરો કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, આવનારા વર્ષમાં ઘણા જૂના કામ પૂર્ણ થશે અને તમે નવી દિશા તરફ વળી શકશો. જે પણ નવું કામ કરો અથવા નિર્ણય લો તેમાં બાળક જેવી જીજ્ઞાસા રાખીને આગળ વધવું અને ડર્યા વિના પોતાના પર વિશ્વાસ રાખવો.
સ્વાસ્થ્ય: આ વર્ષે વધારે પડતો લાગણીઓનો બોજ ના લેવો અને જેટલું થાય અને સમજણ પડે તે જ કામો હાથ પર લેવા. નહિ તો હાથ અને આંખોને નુકસાન થઇ શકે છે.
કારકિર્દી: ટેરો કાર્ડ્સ સલાહ આપી રહ્યા છે, કારકિર્દીમાં કોઈ બદલાવ જાતે લાવવાનો પ્રયત્ન ના કરવો પરંતુ જો બદલાવ આવે તો તેની સાથે જ જવામાં લાભ થશે. ક્યાંય પણ પોતાની જીદ પૂરી કરવા કે ઈગો સંતોષવા માટે નેચરલ બદલાવો રોકવા નહિ.
સંબંધો: આ ક્ષેત્રે તમારે આ વર્ષે માત્ર અનુભવ કરવાના છે. કોઈ પણ વ્યક્તિને જજ ના કરવી અને અનુભવ કરીને આગળ વધવું કેમ કે, તો જ તમારા ભવિષ્યના સંબંધો તમે સારી રીતે સાચવી શકશો.
મીન રાશિફળ (Pisces) (દ.ચ.ઝ.થ): કેવું રહેશે વર્ષ? આપના માટે આવન્રું વર્ષ ખૂબ ખૂબ શુભદાયી બનતું દેખાઈ રહ્યું છે. તમને તમારી પોતાની સ્ટ્રેન્થ ખબર પડશે અને તેના આધારે તમે આધ્યાત્મિક જીવનમાં એક નવા શિખરે પહોંચશો. જૂની ફરિયાદો, વિશાદ, પેટર્ન એ બધુ જ તમારા જીવનમાંથી અલવિદા કહેશે અને તમારા જીવનના રથના સારથી તમે પોતે બનશો.
સ્વાસ્થ્ય: હ્રદય રોગોથી સાચવવું. કલ્પના અને દિવા સ્વપ્નોમાં જવાના સ્થાને વાસ્તવિકતા સ્વીકારશો તો માનસિક સ્વાસ્થ્ય જળવાશે.
કારકિર્દી: આ ક્ષેત્રે થોડું નબળું વર્ષ જણાય છે કેમ કે, આ વર્ષ તમારા માટે આધ્યાત્મિક રસ્તે આગળ વધવાનું છે. કારકિર્દીમાં નવા રિસ્ક ના લેવા અને જ્યાં છો ત્યાં સંભાળીને કામ કરવું.
સંબંધો: એકંદરે સામાન્ય વર્ષ જણાઈ રહ્યું છે. નવા સંબંધો સ્થપાશે અને જૂના જવા દેવાની તૈયારી રાખવી પડશે. સ્વયં સાથેનો સંબંધ સૌથી વધુ મજબૂત બનશે. લકી નંબર: ૦ લકી કલર: પિંક, યલો, ગ્રીન,વ્હાઈટ લકી રત્ન: ક્લિયર ક્વોર્ટ્ઝ, બ્લેક ટર્મલાઈન (બંને સાથે રાખવા)