Home /News /dharm-bhakti /

Tarot card ભવિષ્ય જાણવાની અને માર્ગદર્શન મેળવવાની સદીઓ જૂની કળા, કેવી રીતે કરે છે કામ?

Tarot card ભવિષ્ય જાણવાની અને માર્ગદર્શન મેળવવાની સદીઓ જૂની કળા, કેવી રીતે કરે છે કામ?

ટેરો કાર્ડ ગ્રાફિક્સ

Tarot card: 18મી સદીના અંત ભાગમાં આર્થર એડવર્ડ વેઇટ અને વિલિયમ રાઈડરે પામેલા કોલમન સ્મિથ નામની મહિલા સાથે મળીને રાઈડર વેઇટ કાર્ડની રચના કરી. જે આજે પણ તેના ક્રિએટર રાઈડર વેઇટના નામે ઓળખાય છે.

  Dharma Desk: બાળક જન્મે ત્યારે કુંડળી (Kundali) બને, રાશિના (Zodiac sign) આધારે તેનું નામ પડે અને લગ્ન કરતા પહેલા પણ વર-કન્યાની કુંડલી જોઇને જ વિવાહ નક્કી (Marriage) થાય. ભારતમાં આ શાસ્ત્ર પ્રાચીન છે અને પ્રચલિત છે તેથી ‘જ્યોતિષ શાસ્ત્ર’ (Astrology) વાંચીને એટલી નવાઈ ના લાગે. પણ, શીર્ષક વાંચીને તમને એમ થતું હશે કે આ ટેરો કાર્ડ શું (Tarot card ) છે? અને વળી આ ગૂઢ કળા એટલે શું? ખરેખર જાદુ હોય? તો આજે આપણે આ બધા વિષે વિગતવાર ચર્ચા કરીશું. ટેરો કાર્ડ શું છે એ પહેલા જાણીએ આ ગૂઢ કળા એટલે શું?

  આ છે ગૂઢ કળા:
  ગૂઢ એટલે રહસ્યમયી, જેના વિષે જેટલું જાણો એટલું ઓછું પડે. પૃથ્વીની શરૂઆતમાં આખું બ્રહ્માંડ ગૂઢ રહસ્ય જ હતું અને એ રહસ્યો જેમ-જેમ માનવજાતે ઉકેલ્યા તેમ-તેમ તે વિજ્ઞાન બનતા ગયા. ગૂઢ કળાનો એક ભાગ જ્યોતિષ શાસ્ત્ર હવે જ્યોતિષ વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. જ્યોતિષ શાસ્ત્ર સિવાય ગૂઢ કળાઓમાં ટેરો કાર્ડ, જાદુ. રસ સિદ્ધિ જેવી વિવિધ કળાઓનો સમાવેશ થાય છે. આજે આપણે જાણીશું થોડા વર્ષોથી ખૂબ ચર્ચામાં આવેલા ટેરો કાર્ડ્સ વિષે.

  ટેરો એક્સપર્ટ ખુશ્બુ ત્રિવેદીના પ્રમાણે ટેરો કાર્ડસની શરૂઆત ક્યાં થઇ અને કેટલા સમય પહેલા તેની ચોક્કસ માહિતી ક્યાંય મળતી નથી પણ એક માન્યતા પ્રાચીન સમયમાં ઈજિપ્તમાં વણજારાઓએ હવામાન જાણવા અને સિઝનની આગાહી મેળવવા માટે પોતાના અનુભવોના આધારે થોડા ચિત્રો સાથે કાર્ડ્સનું નિર્માણ કર્યુ, તેના આધારે તેઓ પોતાના રહેઠાણ બદલતા અને ઋતુઓની સમજ કેળવતા હતા. બીજી એક કહાની મુજબ 14મી સદીના મધ્ય ભાગમાં ઇટલીના ઉત્તર ભાગમાં સૌથી જૂના ઓફિશિયલ ટેરો કાર્ડ ડેકની રચના કરી હતી અને તે ડેક વર્સકોન્ટી સર્ફરોઝા ડેક તરીકે ઓળખાય છે.

  આ પણ વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! બીજા લગ્ન બાદ પણ પહેલા પતિને ન ભુલાવી શકી પત્ની, બે વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા

  કેવી રીતે થઈ રચના?
  સમાયંતરે આ કાર્ડ્સમાં ઘણા ઓક્લ્ટ (ગુપ્ત કળા) જીજ્ઞાસુઓને રસ પડવા લાગ્યો અને તેની પર ઘણું સંશોધન કરીને 18મી સદીના અંત ભાગમાં આર્થર એડવર્ડ વેઇટ અને વિલિયમ રાઈડરે પામેલા કોલમન સ્મિથ નામની મહિલા સાથે મળીને રાઈડર વેઇટ કાર્ડની રચના કરી. જે આજે પણ તેના ક્રિએટર રાઈડર વેઇટના નામે ઓળખાય છે. આ કાર્ડ્સ સૌથી પહેલા હાથથી જ દોરવામાં આવ્યા હતા અને દરેક કાર્ડ્સમાં કલર, સંસ્કૃતિ, જ્યોતિષશાસ્ત્ર, ન્યુમેરોલોજી જેવી અન્ય અન્ય વિદ્યાઓને ધ્યાનમાં લઈને ચિત્રો દોરવામાં આવ્યા હતા. આજે એ કાર્ડ્સ ઓરિજિનલ રાઈડર વેઇટ તરીકે ઓળખાય છે અને તેના સિવાય તેના જેવી જ આકૃતિ વાળા અન્ય કાર્ડ્સ પણ બજારમાં આવ્યા જે યુનિવર્સલ વેઇટ, રેડિએન્ટ રાઈડર વેઇટ જેવા નામોથી ઉપલબ્ધ છે.

  આશરે 19મી સદીના મધ્યભાગ પછી ટેરો કાર્ડ્સથી માર્ગદર્શન મેળવવાની શરુઆત
  આશરે 19મી સદીના મધ્યભાગ પછી ટેરો કાર્ડ્સથી માર્ગદર્શન મેળવવાનું અને ભવિષ્ય જાણવાનું વધવા લાગ્યું અને જેમ-જેમ બહારથી લોકો આવ્યા તેમ-તેમ ભારતમાં પણ ટેરો કાર્ડ્સનું આગમન થયું. સૌથી જૂના કાર્ડ્સ રાઈડર વેઇટ છે એ તો આપણે જાણ્યું એ પછી બીજા કાર્ડ્સ આવ્યા જે ઓશોએ લોકો સુધી પહોંચાડ્યા જેનું નામ છે ઓશો ઝેન ટેરો કાર્ડ્સ. એ સિવાય એન્જલ ઓરેકલ કાર્ડ્સથી પણ ટેરો કાર્ડ રીડર્સ માર્ગદર્શન આપતા હોય છે.

  આ પણ વાંચોઃ-દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા

  આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

  ટેરો કાર્ડ્સમાં 78 કાર્ડ હોય છે
  જે રીતે જ્યોતિષ શાસ્ત્ર જાણનાર જ્યોતિષી કહેવાય છે તે રીતે ટેરો કાર્ડ વાંચીને માર્ગદર્શન આપનાર ટેરો કાર્ડ રીડર કહેવાય છે. ટેરો કાર્ડ્સમાં સામાન્ય રીતે 78 કાર્ડ્સ આવે છે જે પૃથ્વીના પાંચ મહાભૂતો સાથે સંકળાયેલા છે અને આકાશ, પૃથ્વી, પાણી, આગ અને હવા જેવા તત્વોને પ્રતિકાત્મક સ્વરૂપે દર્શાવે છે. જે પણ કાર્ડ આવે તેના આધારે માર્ગદર્શન આપવામાં આવે છે અથવા ભવિષ્ય કહેવામાં આવે છે.  કેવી રીતે કામ કરે છે ટેરો કાર્ડ્સ
  જેને પણ ટેરો કાર્ડ પાસેથી પ્રશ્નો પૂછવા હોય તે સામે હોય તો ટેરો કાર્ડ રીડર તેના નામથી કાર્ડ સ્પ્રેડ કરે છે અને કાર્ડ્સને પ્રશ્ન કરે છે. ત્યારબાદ પ્રશ્ન પૂછનાર કોઈ એક કાર્ડ પસંદ કરે છે અને તે ખોલ્યા વિના જ રીડરને આપે છે. જે પણ સવાલ હોય અને તે માટે જે કાર્ડ આવ્યું હોય તેના આધારે કાર્ડ્સના ચિત્રો, નંબર અને અન્ય સિમ્બોલ્સ જોઇને જવાબ આપે છે. તો હવે સવાલ થશે કે, એક કાર્ડનો એક જ અર્થ હોય? તો જવાબ છે કે, ના દરેક કાર્ડના માત્ર એક જ અર્થ ના હોઈને ઘણા બધા અર્થ હોય છે અને કયા કાર્ડનો કયો અર્થ ક્યારે હોય? તો ટેરો કાર્ડ શીખીને અને સાથે કાર્ડ્સની સાથે ધ્યાન કરીને જ શીખી શકાય છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Astrology, Tarot Card, Tarot card Rashi Bhavishya, Tarot card rashifal

  આગામી સમાચાર