શું Tarot card અને કુંડળી સરખા હોય છે? બંને કેવી રીતે કામ કરે છે? અહીં જાણો સરળ સમજ
શું Tarot card અને કુંડળી સરખા હોય છે? બંને કેવી રીતે કામ કરે છે? અહીં જાણો સરળ સમજ
ટેરો કાર્ડ અને કુંડળી અંગેનું ગ્રાફિક્સ
tarot card and horoscope: કુંડળી અને ટેરો જો મિક્સ કરીને વાંચવામાં આવે તો તેના ખૂબ જ વધુ સારા પરિણામો જોવા મળી શકે છે. બંને શાસ્ત્રો ભવિષ્ય દર્શાવે છે અને બંનેમાં કોસ્મિક એનર્જી ભાગ ભજવે જ છે. કુંડળીના ગ્રહોની સમજણ સાથે ટેરોનું માર્ગદર્શન લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
Dharma Desk: સામાન્ય રીતે આપણે આપણા ભવિષ્ય (future) અંગે જાણવાનો વિચાર આવે ત્યારે મનમાં એક જ વાત યાદ આવે કુંડળી (Horoscope) (Kundali) અને જ્યોતિષ (Astrologer). જ્યોતિષ આપણો હાથ અને કુંડળી જોઈને આપણા ભવિષ્ય વિશે જણાવતા હોય છે. ત્યારે અત્યારે યુવાનોમાં એક અન્ય બાબત પણ જોવા મળી છે કે તેઓ ટેરો કાર્ડ રીડર્સનો (Tarot card readers) પણ સહારો લઈને પોતાના વર્તમાન અને ભવિષ્યને સારું કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ સામાન્ય લોકોના મનમાં એક પ્રશ્ન એ થાય કે શું ટેરો કાર્ડ્સ અને કુંડળી અલગ કે સરખા છે? બંને કેવી રીતે કામ કરે છે? શાના પર વધારે ભરોસો રાખવો જોઈએ? આ બધા જ પ્રશ્નો ઘણા બધા લોકોને સામાન્ય રીતે થતા જ હોય છે. તો ચાલો આજે અમે તમને આ બધા જ પ્રશ્નોના જવાબ આપીએ.
કુંડળી શબ્દ અને તે શું છે તે બાબતે ભારતના મોટાભાગના લોકો પરિચિત જ હોય છે. જયારે બાળકનો જન્મ થાય એટલે તેના જન્મના સમય, સ્થાન અને સમય પરથી તેની કુંડળી બને જે તેના જન્મસમયે નવ ગ્રહોની સ્થિતિ શું હતી તે પરથી બને છે અને તેના પરથી જ નક્કી થાય છે કે બાળકનું જીવન કેવું રહેશે. કુંડળી આપણી જ્યોતિષવિદ્યાનો ભાગ છે. જ્યોતિષ વિદ્યા ઘણા અંશે તેના પર નિર્ભર પણ કરે છે.
બીજી તરફ ટેરો કાર્ડસની વાત કરીએ તો ટેરો દ્વારા પણ નવા જન્મેલા બાળકનું ભવિષ્ય કેવું હશે તે કહી શકાય છે અને ટેરો દ્વારા પણ ગ્રહોની સ્થિતિ જાણી શકાય છે. હવે તો કુંડળી ચાર્ટ ઓનલાઈન પણ લોકો જોતા થયા છે જેમાં ગ્રહોની સ્થિતિનો ઉડતો સંદર્ભ અને ખ્યાલ જોવા મળે છે. જયારે ટેરો કાર્ડ્સ દ્વારા કોઈ પણ ચાર્ટ નથી બનતો અને ગ્રહોની દિશાની સાથે જ જીવનમાં વ્યવહારિક દ્રષ્ટિએ કઈ બાજુ પર કામ કરવું જેથી મુશ્કેલીઓનો સામનો કરી શકાય તે જોઈ શકાય છે.
બંને શાસ્ત્રો ભવિષ્ય દર્શાવે છે અને બંનેમાં કોસ્મિક એનર્જી ભાગ ભજવે જ છે
ટેરો એક્સપર્ટ ખુશ્બુ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે જયોતિષ શાસ્ત્રીઓ જે રીતે પ્રશ્ન કુંડળી જોઇને તાત્કાલિક ધોરણે કયા ઉપાયો કરવા તેનું માર્ગદર્શન આપે છે તેવી જ રીતે ટેરો એ એક પ્રકારની પ્રશ્ન કુંડળી જે કાર્ડ પર જોવામાં આવે છે તેમ કહી શકાય. કુંડળી અને ટેરો જો મિક્સ કરીને વાંચવામાં આવે તો તેના ખૂબ જ વધુ સારા પરિણામો જોવા મળી શકે છે. બંને શાસ્ત્રો ભવિષ્ય દર્શાવે છે અને બંનેમાં કોસ્મિક એનર્જી ભાગ ભજવે જ છે. કુંડળીના ગ્રહોની સમજણ સાથે ટેરોનું માર્ગદર્શન લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તમે ટેરો માર્ગદર્શન લેશો કે કુંડળી પરિણામ સરખું જ મળશે પણ હા, તેની પદ્ધતિ પરસ્પરથી ખૂબ જ અલગ છે.
જ્યોતિષ શાસ્ત્રી કુંડળી અને નંગો સાથે કામ કરતા હોય છે
હવે વાત કરીએ કુંડળી અને નંગોની એટલે કે જેમ સ્ટોન્સની. પોખરાજ, નિલમ, પન્ના, રૂબી આ બધા તેમ જ એ સિવાયના પણ ઘણા મુખ્ય નંગો છે જે કુંડળીમાં જોવા મળતા દોષોના આધારે જ્યોતિષ શાસ્ત્રી ધારણ કરવા માટે કહે છે, કેટલા કેરેટ અને કઈ ધાતુમાં પહેરવો અને કયા આકારમાં લેવો તે બધું જ કુંડળી પરથી નક્કી થતું હોય છે.
ટેરો કાર્ડ એક્સપર્ટ મોટાભાગે ક્રિસ્ટલ સાથે કામ કરતા હાયો છે
સાથે જ હવે ટેરો કાર્ડની વાત કરીએ તો ટેરો કાર્ડ દ્વારા પણ જેમ સ્ટોન્સ સજેસ્ટ કરી શકાય છે અને સાથે ટેરો કાર્ડ એક્સપર્ટ મોટાભાગે ક્રિસ્ટલ (જેમ સ્ટોન્સનું રૉ સ્વરૂપ) સાથે કામ કરતા હોય છે અને ટેરો કાર્ડસના આધારે પ્રશ્ન પૂછનારે કયુ ક્રિસ્ટલ ધારણ કરવું જોઈએ તે બાબતે માર્ગદર્શન આપે છે. નંગો સૂર્યની એનર્જી સીધી રીતે જ શરીરમાં પહોંચાડે છે જેના કારણે જે ગ્રહ નબળો હોય તે વધુ મજબૂત થાય છે તો ક્રિસ્ટલ ચંદ્રની એનર્જી પર વધુ કામ કરે છે. ક્રિસ્ટલ કોઈ એક હેતુ પર ફોકસ કરીને પહેરાવાય છે અને ટેરો કાર્ડસના આધારે તેની ચોકસાઈ વધુ સચોટ રીતે થાય છે.
જીવનભરના લેખાજોખા માટે કુંડળી તો પ્રેક્ટિકલ માર્ગદર્શન માટે ટેરો
એટલે એમ કહી શકાય કે, કુંડળી છે તે ઓવરઓલ એનર્જી પર કામ કરે છે અને તેના આધારે જીવનભરના લેખ જોખા દર્શાવે છે અને તે વિષે માર્ગદર્શન આપે છે. જયારે ટેરો કાર્ડ્સ તે સમયની એનર્જી પર ફોકસ કરીને તેના આધારે વ્યાવહારિક (પ્રેક્ટિકલ) માર્ગદર્શન આપીને ઈમોશન્સ, એક્શન્સ અને મટિરિયલ વર્લ્ડમાં કેવી રીતે પગલા ભરવા તે વિષે જણાવે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર