Home /News /dharm-bhakti /Makar Sankranti : મકરસંક્રાંતિના દિવસે શું કરવું જેથી મળશે સવિશેષ ફળ!

Makar Sankranti : મકરસંક્રાંતિના દિવસે શું કરવું જેથી મળશે સવિશેષ ફળ!

Makar Sankranti : મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર પતંગ ઉડાવાની સાથોસાથ ગરીબોને, તલ, ગોળ, ખીચડી અને વસ્ત્રો વગેરેનું દાન પુણ્ય કમાવાની પણ ધાર્મિક આસ્થા છે.

Makar Sankranti : મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર પતંગ ઉડાવાની સાથોસાથ ગરીબોને, તલ, ગોળ, ખીચડી અને વસ્ત્રો વગેરેનું દાન પુણ્ય કમાવાની પણ ધાર્મિક આસ્થા છે.

  ધર્મ ભક્તિ: મકરસંક્રાંતિએ પતંગ રસિયાઓ માટે મજાનો દિવસ છે. પરંતુ ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિએ  (Makar Sankranti) દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે જો રાશિ (Rashi) મુજબ દાન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે. પણ જો આપ રાશિ મુજબ નહીં અને એમ પણ સંક્રાંતિનાં દિવસે આ ખાસ વસ્તુઓનું દાન કરવામાં આવે તો અવશ્ય આપને ફાયદો થશે.

  આજનાં દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પ્રાચીન પરંપરા છે. આ માટે શ્રદ્ધાળુઓ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જાય છે. સ્નાન બાદ મંદિરમાં દેવ દર્શન માટે જાય છે. પૂજા-પાઠ કરવામાં આવે છે. ત્યાર બાદ ગરીબોને, તલ, ગોળ, ખીચડી અને વસ્ત્રો વગેરેનું દાન કરવાથી પણ બધી તકલીફોમાંથી મુક્તિ મળે છે. જેમાં પણ ખાસ કરીને કાળા તલનું દાન તમારા માટે ખુબ મહત્વ આપશે.

  આ આઠ બાબતનું ખાસ રાખો ધ્યાન

  -તલ મિશ્રિત જળથી સ્નાન કરવું.  તલનું પાણી પીવું.  તલનો ખાવામાં ઉપયોગ કરવો.  તલનું દાન કરવું. શિવજીની પૂજા કરવી. વસ્ત્રદાન કે વાસણનું દાન કરવું
  -કાળા કપડાંનું દાન કરવું. ગરીબોને અનાજ, તલ,ગોળ, કપડાં અને ધનનું દાન કરવું.

  મકરસંક્રાંતિ પર ન કરો આ ભુલ

  મકરસંક્રાંતિ પર મોડા સુધી ન સુવો. ભગવાન સૂર્યને અર્ધ્ય આપવાનું ખાસ મહત્વ છે. લોકો આ દિવસે પવિત્ર સ્થાનો પર સ્નાન કરી સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરે છે. ધ્યાન રાખો કે સૂર્ય ભગવાનની આરાધનાનો શ્રેષ્ઠ સમય સવારે સૂર્યોદયનો જ હોય છે.

  આદિત્ય હૃદયનો પાઠ કરો. તેલથી બનાવેલ પદાર્થ ખાવાનું ટાળો. મીઠું વગરનું અને એક સમયે જ ભોજન કરવાથી સુર્ય ભગવાનની કૃપા બની રહે છે. ॐ घृणि: सूर्याय नम: મંત્ર જાપથી ભગવાન સૂર્યની અપાર કૃપા આવી શકે છે. કહેવાય છે આ દિવસે કરવામાં આવેલું દાન 100 ઘણું વધારે ફળ આપે છે. પોતાની યથાશકિત પ્રમાણે જેટલું બની શકે તેટલું દાન કરી પુણ્ય કમાવી શકાય છે એવી ધાર્મિક આસ્થા છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Makar sankranti, Makar sankranti 2022, Uttrayan

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन