પૂજામાં ભગવાનને ચોખા ચડાવતા પહેલાં રાખો આ વાતનું ખાસ ધ્યાન

પૂજામાં કંકુના રંગની સુશોભિત આ અક્ષત તમને સમર્પિત છે કૃપા કરીને આપ તેને સ્વીકાર કરો.

News18 Gujarati
Updated: March 24, 2019, 3:53 PM IST
પૂજામાં ભગવાનને ચોખા ચડાવતા પહેલાં રાખો આ વાતનું ખાસ ધ્યાન
પૂજામાં કંકુના રંગની સુશોભિત આ અક્ષત તમને સમર્પિત છે કૃપા કરીને આપ તેને સ્વીકાર કરો.
News18 Gujarati
Updated: March 24, 2019, 3:53 PM IST
ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં પૂજા કે ધાર્મિક કાર્યોમાં અક્ષત એટલે કે ચોખા ચઢાવવાની પરંપરા છે. પૂજા કે ધાર્મિક અનુષ્ઠાનમાં કોઈ સામગ્રીની કમી રહી ગઈ હોય તો તેનુ સ્મરણ કરતા ચોખા ચઢાવવાની પણ માન્યતા છે. પણ ચોખા ચઢાવતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. સૌ પહેલા તો એ કે ભગવાનને ચઢાવાતા ચોખા સ્વચ્છ અને ધોયેલા હોવા જોઈએ.

પૂજા કરતા પહેલા એ જરૂર જોઈ લો કે જે ચોખા તમે ભગવાનને અર્પિત કરવા જઈ રહ્યા છો તેના દાણા આખા હોય. ભગવાનને ક્યારેય તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. અક્ષત પૂર્ણતાનુ પ્રતીક છે. એવુ કહેવાય છે કે ઈશ્વરને રોજ માત્ર 4 દાણા ચોખા ચઢાવવાથી અપાર એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગ પર ચોખા ચઢાવતી વખતે શિવજી પ્રસન્ન થાય છે અને અખંડિત ચોખાની જેમ અખંડિત ધન, માન-સન્માન પ્રદાન કરે છે. તૂટેલા ચોખાથી કરવામાં આવેલી પૂજા ભગવાન સ્વીકારતા નથી. ઘરમાં અન્નપૂર્ણા માતાની પ્રતિમાને ચોખાના ઢગલા પર સ્થાપિત કરવાથી જીવનભર ધન-ધાન્યની કમી રહેતી નથી.

પૂજા કરતી વખતે જ્યારે તમે ભગવાનને ચોખા ચઢાવો ત્યારે તેની સાથે એક મંત્ર જરૂર બોલવો જોઈએ. મંત્ર છે

अक्षताश्च सुरश्रेष्ठ कुंकमाक्ता: सुशोभिता:. मया निवेदिता भक्त्या: गृहाण परमेश्वर॥

અર્થાત – પૂજામાં કંકુના રંગની સુશોભિત આ અક્ષત તમને સમર્પિત છે કૃપા કરીને આપ તેને સ્વીકાર કરો.
Loading...

અનાજમાં ચોખાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને દેવાન્ન પણ કહેવાય છે મતલબ દેવને પ્રિય અન્ન ચોખા છે. પૂજામાં ચોખા ચઢાવવાનો અભિપ્રાય છે કે અમારુ પૂજન અક્ષતની જેમ પૂર્ણ હોય. અન્નમાં શ્રેષ્ઠ હોવાને કારણે ભગવાનને ચઢાવતા સમયે આ ભાવ રહે છે કે જે કોઈપણ અન્ન અમને પ્રાપ્ત થાય છે તે ભગવાનની કૃપાથી જ મળે છે.
First published: March 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...