Home /News /dharm-bhakti /Swapna Shastra: સપનામાં ધન દેખાવવું શુભ કે અશુભ? જાણો એની સાથે જોડાયેલા સંકેત
Swapna Shastra: સપનામાં ધન દેખાવવું શુભ કે અશુભ? જાણો એની સાથે જોડાયેલા સંકેત
સપનામાં ધન દેખાવવું
Swapna Shastra: વ્યક્તિને સુઈ ગયા પછી સપના આવતા હોય છે. કેટલાક સપના સારા હોય છે તો કેટલાક ખરાબ. સપનામાં કંઈક દેખાવવું શુભ હોય છે તો કંઈક અશુભ. તો ચાલો જાણીએ ધન સાથે જોડાયેલા સપના અંગે.
ઊંઘ્યા પછી આપણે બીજી દુનિયામાં પહોંચીએ છીએ, જેને સ્વપ્ન લોક કહેવાય છે. સપનાની દુનિયાનું રહસ્ય અત્યાર સુધી કોઈ સમજી શક્યું નથી. વ્યક્તિને ઊંઘ્યા પછી ઘણીવાર સપના આવે છે. સ્વપ્નમાં કઈંક અજુગતું દેખયા કરે છે, જે સારું કે ખરાબ હોઈ શકે. કેટલાક સપના ડરામણા હોય છે અને કેટલાક આનંદ આપે તેવા હોય છે.
સપના તો આવીને જતા રહે છે, પરંતુ તે ચોક્કસપણે કોઈને કોઈ નિશાની છોડી દે છે. સ્વપ્ન શાસ્ત્રમાં સપના અંગેના સંકેતો વિશે ઉલ્લેખ છે. પંડિત ઈન્દ્રમણિ ઘનશ્યાલના મતે સપનામાં કંઈક જોવું શુભ અને અશુભ હોઈ શકે છે. ત્યારે, આજે અમે તમને તમારા સપનામાં પૈસા-ધનલાભ જુઓ તો તેનો અર્થ શું થાય? તે અંગે જણાવીશું.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં ધન કે સંપત્તિ જોવાથી શુભ અને અશુભ બંને ફળ મળી શકે છે. જો તમારા સપનામાં કોઈ તમને પૈસા આપી રહ્યું હોય તો તે શુભ સંકેત છે. જે વ્યક્તિ આ પ્રકારનું સપનું જોવે છે તેના જીવનમાં જલ્દી ધનલાભ થઈ શકે છે. તેવી જ રીતે, સ્વપ્નમાં નોટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થવાનો છે.
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો, તો આ તમારા માટે શુભ સંકેત છે. તેવી જ રીતે, જો સ્વપ્નમાં તમે બેંક અથવા કોઈપણ જગ્યાએ પૈસા જમા કરતા જોવા મળો તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારી પાસે પૈસા આવવાના છે.
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સપનામાં સિક્કા જોવા મળે અથવા સિક્કાની ખણખણ સંભળાય તો તે અશુભ માનવામાં આવે છે. આ તમારા ભાવિ નાણાકીય કટોકટી વિશે ચેતવણીઓ હોઈ શકે છે. ભવિષ્યમાં તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. તેમજ જો સપનામાં પૈસા ખોવાઈ જાય અથવા ફાટેલી નોટ દેખાય તો આ પણ શુભ સંકેત નથી. આ સંકેતોનો અર્થ એ છે કે તમે પૈસા ગુમાવી શકો છો અને વેપારમાં નુકસાન થવાની સંભાવના હોવાનો માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર