Home /News /dharm-bhakti /મુક્ત જીવન સ્વામીજીએ સૌપ્રથમ વિદેશી ભૂમી પર સ્વામિનારાયણ સંપ્રદાયનો લહેરાવ્યો હતો વિજય ધ્વજ

મુક્ત જીવન સ્વામીજીએ સૌપ્રથમ વિદેશી ભૂમી પર સ્વામિનારાયણ સંપ્રદાયનો લહેરાવ્યો હતો વિજય ધ્વજ

શ્રી મુકતજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ આફ્રીકા ૪ મહિના માટે ગયા હતા

શ્રી મુકતજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ આફ્રીકા ૪ મહિના માટે ગયા હતા

સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર

વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર ને પ્રસાર ઈ.સ. ૧૯૪૮ થી પ્રારંભ થયો. શ્રી મુકતજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ આફ્રીકા ૪ મહિના માટે ગયા હતા

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી મુકતજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર ૧૭ - ૧૦ -૧૯૭૦ના દિને અંગ્રેજીમાં પ્રવચન આપી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. તા. ૧૬ - ૧ - 19૭૪ ના રોજ તેમનું આ સ્વપ્ન સાકાર પામ્યું. અને શ્રી મુકતજીવન સ્વામીબાપા દુબઈ પધાર્યા. દુબઈના શેખ માટે જે એરપોર્ટ ઉપર લોન્જ હતી તેમાં સ્વામીબાપાનું શાહી સ્વાગત કર્યુ અને લાલ જાજમ જે દુબઈના શેખ સાહેબ માટે પાથરવામાં આવતી હતી તે પાથરી હતી. વિશ્વની અનેક સંસ્કૃતિઓ કડડભૂસ થઈને તૂટી નથી પડી છે, પણ ભારતીની સંસ્કૃતિ આજે ટકી રહી છે, એવી કઈ સંજીવની તેની પાસે છે જે આ સંસ્કૃતિની હસ્તી ક્યારેય મટતી નથી ? એ સંજીવની છે - આ ધરતી પર પ્રગટેલા સાધુ-સંતો. સંસ્કૃતિનું રક્ષાક્વચ બની રહેલા આ સાધુ - સંતોએ જ ભક્ત આંદોલન ચલાવ્યું હતું તેનું ભારતીય સંસ્કૃતિના વિકાસમાંવિસ્તારમાં મહાન યોગદાન છે. આ યોગદાનના પાયામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્વનો ફાળો છે. તેમાંય સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વે સંતોમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા શિરતાજ રહ્યા છે.

સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યુ હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ભારતની બહાર કોઈ સાધુ સંતોએ બહાર પગ મૂકયો ન હતો ત્યારે, ઈ.સ. ૧૯૪૮માં સૌ પ્રથમ શ્રી મુકતજીવન સ્વામીબાપા અને તેમના પ્રથમ પટ્ટ શિષ્ય શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઈ.સ.૧૯૪૮ સૌ પ્રથમ આફ્રીકા પધાર્યા અને ચાર માસ સુધી ત્યાં સદાચાર, શીલ,સાત્વકતાના પાઠ શીખવ્યા. વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકાવાળા મહાગ્રંથની પારાયણો યોજી. અને અનેક વ્યસોનોમાં ગળાડૂબ પ્રજાને જ્ઞાન - દાને મુક્તિ આપી છે.

શ્રી મુકતજીવન સ્વામીબાપા સાથે કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી


ઈ.સ. ૧૯૭૦ શ્રી મુકતજીવન સ્વામીબાપા યુરોપના લંડન શહેરમાં પધાર્યા અને જેમ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં સૌ પ્રથમ સભા સંબોધીને ભારતીય સંસ્કૃતિનો જયજયકાર કર્યો હતો. તેમ શ્રી મુકતજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર ૧૭ - ૧૦ -૧૯૭૦ના દિને અંગ્રેજીમાં પ્રવચન આપી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય ધ્વજ લહેરાવ્યો હતો. આ યાત્રા દરમ્યાન તેઓએ વિચરણ કર્યું ત્યારે હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી સૌ ધર્મના લોકો તેમના દિવ્ય પ્રતાપે ખેંચાઈ આવતા.

ઈ.સ.૧૯૭૦ માં માનવતા અને હિંદુ ધર્મ અને તેના સંસ્કારોનું પ્રવર્તન અને સંવર્ધન થાય તેવા ઉમદા હેતુથી શ્રી મુકતજીવન સ્વામીબાપાએ ચાર મહિના સુધી આંતરાષ્ટ્રીય સંસ્કારાયાત્રા યોજી હતી. જે દરમ્યાન તેઓએ વિશ્વના અનેક દેશોમાં વિચરણ કર્યું હતું. જેમાં આફ્રિકા, યુરોપ, અમેરીકા અને ગલ્ફના દેશો મુખ્ય હતા. દુબઈ ના સરકારી શેખ અમલદારો શ્રી મુકતજીવન સ્વામીબાપાને સૌ પ્રથમ આફ્રિકામાં મળ્યા હતા અને તેમના દર્શન કર્યા હતા. તેમની દિવ્યતા એટલી તેમના હર્દયમાં ઉતરી ગઈ હતી કે, તરત જ તેમણે શ્રી મુકતજીવન સ્વામીબાપાને દુબઈ પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.

શ્રી મુકતજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર ૧૭ - ૧૦ -૧૯૭૦ના દિને અંગ્રેજીમાં પ્રવચન આપ્યું હતું


તા. ૧૬ - ૧ - 19૭૪ ના રોજ તેમનું આ સ્વપ્ન સાકાર પામ્યું. અને શ્રી મુકતજીવન સ્વામીબાપા દુબઈ પધાર્યા. દુબઈના શેખ માટે જે એરપોર્ટ ઉપર લોન્જ હતી. તેમાં સ્વામીબાપાનું શાહી સ્વાગત કર્યુ અને લાલ જાજમ જે દુબઈના શેખ સાહેબ માટે પાથરવામાં આવતી હતી તે પાથરી હતી. આ પ્રસંગે સ્વાગત માટે કાઉન્સેલર જનરલ ઓફ ઇન્ડિયા, ડેપ્યુટી ડાયરેકટર ઓફ શારજાહ ગવર્મેન્ટ, વાઈસ પ્રસિડેન્ટ ઓફ ઈન્ડિયન એસોસિસશન, આદી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આ યાત્રા દરમ્યાન તેમણે ઈન્ડીયા સ્પોર્ટસ કલબ અને ત્યાંના સુપ્રસિધ્ધ ગુરુદ્રારામાં જાહેરસભાને સંબોધી હતી, અને દુબઈ, શારજાહ, અજમન, રસાલ, ખીમાહ અને અુબુધાબીના અનેક સ્થળોએ ર૦ દિવસ રોકાણ કરીને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સંવર્ધન અને પોષણ કર્યું હતું. આરબ દેશના શેખ સાહેબોએ પણ શ્રી મુકતજીવન સ્વામીબાપાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને હિન્દુ ધર્મના સંસ્કારો ઉપર ચર્ચા કરી હતી.

આમ, વિશ્વમાં આજે હિંદુ ધર્મના અને સ્વામિનારાયણ સંપ્રદાયની વિવિધ શાખાઓના અનેક મંદિરો સ્થપાયા છે. જે આપણા સહુ માટે આનંદ અને ગૌરવની વાત છે. આપણા અનેક ભારતીયો ત્યાં નિત્ય દર્શને જાય છે. દર શનિવાર અને રવિવારે સત્સંગનો લાભ પ્રાપ્ત કરે છે. જેના કારણે બાળકો અને યુવાનોમાં આપણા ધર્મના અને સંસ્કારો સચવાઈ રહયા છે. આપણી દરેક ની ફરજ છે કે, આપણે આપણા સંતાનોમાં સંસ્કારોનું સિંચન અવશય કરતા રહીએ, આપણા સંતોએ જે મહેતન કરી છે, અને હાલમાં જે કરે છે, તેમને સાથ અને સહકાર આપીએ અને તેને ઉજાગર બનાવવા કટ્ટીબધ્ધ બનીએ અને તેનું આપણે ગૌરવ લઈએ.
First published:

Tags: Bhajan, Kumkum swaminarayan temple maninagar, Maninagar, Swami aanandpriyadasji, અમદાવાદ, ઉપાસના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો