સ્વામીનારાયણના સાધુ ધર્મવલ્લભદાસે કૃષ્ણ વિશેની ટિપ્પણી અંગે ખુલાસો આપ્યો

News18 Gujarati
Updated: September 8, 2019, 4:37 PM IST
સ્વામીનારાયણના સાધુ ધર્મવલ્લભદાસે કૃષ્ણ વિશેની ટિપ્પણી અંગે ખુલાસો આપ્યો
સાધુ ધર્મવલ્લભદાસે ખુલાસામાં જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી પુરી શ્રદ્ધા છે.

ભગવાન કૃષ્ણ વિશે અણછાજતી ટિપ્પણી કરી રહેલા સ્વામીના વાયરલ વીડિયોની પુષ્ટી નહીં, પાંડવોને વર્ણશંકર ગણાવ્યાં

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : મોરારી બાપુ (Morari Bapu)અને સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan)ના વિવાદની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એક ધાર્મિક વિવાદ (controversy) સામે આવ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ધર્મવલ્લભ  (Dharmavallabh swami)સંપ્રદાયનો એક વીડિયો (video) વાયરલ (vidral)થયો છે. ગુરૂકુળના સ્વામી ધર્મવલ્લભ પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણના (Lord Shree Krishna) અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતાં જોવા મળ્યા, તેમણે પોતાના પ્રવચનમાં પાંડવોને (pandavas) વર્ણશંકર ગણાવ્યાં હતા.  આ વીડિયો વાયરલ થયા બાદ આહિર સમાજ રોષે ભરાયો છે. આહિર સમાજના યુવાનો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યાં અને વિરોધ નોંધાવ્યો છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ સાધુ ધર્મવલ્લભદાસે એક વીડિયોના માધ્યમથી એક જાહેર ખુલાસો આપીને કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણમાં અમારી શ્રદ્ધા. તેમણે કહ્યું હતું કે હું જે બોલ્યો તે ભગવાન કૃષ્ણ વિશે દાનવ શિશુપાલે કહેલી વાત હતી અને હું ભક્તોને તેના માધ્યમથી સમજાવી રહ્યો હતો કે દાનવોએ ભગવાન કૃષ્ણ વિશે કેવા કેવા પ્રકારની ટિપ્પણીઓ કરી હતી.

વાયરલ વીડિયોનું નિવેદન 

આ વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે “કૃષ્ણ ભગવાન હતા? પાંડવોએ પૂજ્યો, વર્ણશંકર એવા પાંચ પાંડવે પૂજ્યા એટલે ભગવાન થઈ ગયા. મધના પૂડા ઉખેડ્યાં એટલે મધુસૂદન કેવાયા શું ઉપમાં આપી છે. ગોવાળિયો છે લાકડી લઈને વાછરડા ચારતો હતો. આ પરંપરા ઉપરથી નીચે સુધી ચાલી આવી છે.” આ પ્રકારના વિવાદના કારણે હિંદુઓની આસ્થા દુભાય રહી છે.

આ પણ વાંચો :  સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, ખાંભાનાં ઉમરીયા ગામમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ

સાધુ ધર્મવલ્લભદાસનો ખુલાસો

તેમણે કહ્યું, “વ્હાલા ભક્તજનો મારી કથાનો એક ટૂકડો છૂટો પાડી તેને રજૂ કરાયો છે એ અંગે ખુલાસો કરું છું. હું સુરત ગુરૂકુળમાં હતો ત્યારે વચનામૃત આપી રહ્યો હતો. એ વખતે જ્યારે મેં શિશુપાલે ભગવાન વિશે આપેલું નિવેદન હું બોલ્યો હતો. શિશુપાલ બોલ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નહોતા એ તો ગોવાળિયા હતા. પાંડવો વર્ણશંકર હતા. આવું શિશુપાલ બોલ્યો હતો તેના વિશે હું વચનામૃત આપી રહ્યો હતો. આથી કોઈ ભક્તો તેને અવળી રીતે ન લે. દરેક સ્વામીનારાયણ મંદિરમાં જનમાષ્ટમીના તહેવાર ઉજવાય છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે. આથી કોઈ પણ ભક્તો આ બાબતને ખોટી રીતે ન લે તેવી પ્રાર્થના'આ પણ વાંચો :  નર્મદા ડેમ 136.17 મીટરની ઐતિહાસિક સપાટીએ, 12 દરવાજા ખોલાયા

અગાઉ મોરારી બાપુની ટિપ્પણી બાદ સ્વામીનારાયણ સંપ્રદાય લાલઘુમ છે અને મોરારી બાપુની માફીની માગ કરી છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધથી આહિર સમાજ રોષે ભરાયો છે. સંતોનું કામ લોકોને સાચી દિશા બતાવવાનું હોય છે પરંતુ સંતોના બફાટથી હિંદુ ધર્મના અનેક લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. સંસ્થાઓના વડા કે સંતોના આ બફાટ સોશિયલ મીડિયામાં સંતો એકબીજાના આરાધ્ય દેવો પર પ્રહારો કરી રહ્યા છે.

વરાછામાં વિરોધ પ્રદર્શન
આ વીડિયોના પગલે આહિર સમાજ વરાછામાં વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યો હતો. આહિર સમાજના યુવાનો દ્વારા સ્વામી ધર્મવલ્લભ માફી માગે તેવી માંગ સાથે નારેબાજી કરવામાં આવી હતી.
First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर