Swaminarayan Jayanti 2021: આજે સ્વામિનારાયણ જયંતિ, જાણો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને પૂજા વિધિ

Swaminarayan Jayanti 2021: આજે સ્વામિનારાયણ જયંતિ, જાણો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને પૂજા વિધિ
ભગવાન સ્વામિનારાયણનો જન્મ રાત્રે 10:10 વાગ્યે થયો હતો. જેથી આ સમયે દરેક મંદિરોમાં ભગવાનના બાળ રૂપની આરતી થશે.

ભગવાન સ્વામિનારાયણનો જન્મ રાત્રે 10:10 વાગ્યે થયો હતો. જેથી આ સમયે દરેક મંદિરોમાં ભગવાનના બાળ રૂપની આરતી થશે.

  • Share this:
ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ રામનવમી એટલે ચૈત્ર નવમી વિક્રમ સંવત 1837, 3 એપ્રિલ 1781ના રોજ થયો હતો. આજે વિશ્વભરમાં ભગવાન સ્વામિનારાયણની જયંતિ ઉજવવામાં આવી રહી છે. તેમણે ઘણા લોકોને ધર્મ શું છે તે અંગે સમજાવ્યું અને આજે પણ ઘણા લોકો તેમની વિચારધારાને અનુસરે છે. તેમને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે ઓળખવામાં આવે છે. અહીં આપણે જાણીશું ભગવાન સ્વામિનારાયણનું મહત્વ અને તેના સાથે જોડાયેલા રીતિ-રિવાજ.

ભગવાન સ્વામિનારાયણ વિશે



પૌરાણિક કથા અનુસાર, ભગવાન સ્વામિનારાયણનો જન્મ અયોધ્યા પાસેના ગોંડા જિલ્લામાં છપિયા ગામમાં રામનવમીના દિવસે થયો હતો. તેમણે પાંચ વર્ષની ઉંમરે જ અક્ષર જ્ઞાન શીખી લીધું હતું. નાની ઉંમરે જ તેમણે અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું. જયારે તેઓ 11 વર્ષના હતા ત્યારે જ તેમના માતા-પિતાનું અવસાન થઇ ગયું હતું. ત્યાર બાદ તેમણે ઘર છોડી દીધું અને સમગ્ર દેશનું ભ્રમણ કર્યું.

ભગવાન શ્રી સ્વામિનારાયણનો સમય

ભગવાન સ્વામિનારાયણની જયંતીનું શુભ મહૂર્ત સવારે 12 વાગીને 44 મિનિટથી લઈને 22 એપ્રિલ સવારે 12 વાગીને 35 મિનિટ સુધી છે.

ફેફસામાં 60 ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર 6 દિવસમાં અમદાવાદના તારાબેને આપી કોરોનાને મ્હાત

સ્વામિનારાયણ જયંતિ 2021નું મહત્વ

સ્વામિનારાયણ શિષ્યો દર વર્ષે ખુબ હર્ષોલ્લાસ અને ભક્તિભાવથી સ્વામિનારાયણ જયંતિ મનાવે છે. પૌરાણિક ગાથાઓ અનુસાર, ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવ અને માતા ભક્તિમાતા હતા.

શહેરોના ઝૂંપડપટ્ટીઓમાં પોશ વિસ્તાર કરતાં કોરોનાના કેસ કેમ હોય છે ઓછા?

સ્વામિનારાયણ જયંતિની પૂજા વિધિ

સ્વામિનારાયણ જયંતિના દિવસે ભક્તોએ જલ્દી ઉઠીને સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાનની મૂર્તિ સજાવીને પારણામાં મુકો. ભગવાનને ફૂલ-ફળ અર્પિત કરી, નિર્જળા ઉપવાસ કરો. આ દરમિયાન દિવસભર પાણી ન પીવો. જોકે આ દરમિયાન ફળ ખાઈ શકાય છે.



ભગવાન સ્વામિનારાયણનો જન્મ રાત્રે 10:10 વાગ્યે થયો હતો. જેથી આ સમયે દરેક મંદિરોમાં ભગવાનના બાળ રૂપની આરતી થશે. જોકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે મંદિરે બધાએ ભેગા થવું હિતાવહ નથી. ત્યારે ભક્તો ઘરે જ ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઘટિત ઘટનાઓ અને શાસ્ત્રોનું અધ્યયન કરીને તેમની જયંતિ ઉજવી શકે છે.
Published by:News18 Gujarati
First published:April 21, 2021, 11:51 am

ટૉપ ન્યૂઝ