સ્વામી વિવેકાનંદે શિકાગોના એ બહુચર્ચિત ભાષણમાં શું કહ્યું હતું?

સ્વામી વિવેકાનંદે શિકાગોના એ બહુચર્ચિત ભાષણમાં શું કહ્યું હતું?
જ્યારે સ્વામી વિવેકાનંદે ભાષણની શરૂઆત 'મારા અમેરિકન ભાઈઓ અને બહેનો' કહીને કરતાં સભાગૃહ અનેક મિનિટો સુધી તાળીઓથી ગૂંજતો રહ્યો

જ્યારે સ્વામી વિવેકાનંદે ભાષણની શરૂઆત 'મારા અમેરિકન ભાઈઓ અને બહેનો' કહીને કરતાં સભાગૃહ અનેક મિનિટો સુધી તાળીઓથી ગૂંજતો રહ્યો

 • Share this:
  નવી દિલ્હી : ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરનારા મહાન લોકોમાં સ્વામી વિવેકાનંદ પણ એક છે. તેઓએ પ્રેમ, આધ્યાત્મ અને ભાઈચારાનો જે સંદેશ દુનિયામાં પહોંચાડ્યો, તેણે ભારતની એક અલગ જ છબિ દુનિયાની સામે રજૂ કરી. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. આજે એટલે કે 12 જાન્યુઆરીએ તેમની જયંતી છે.

  સ્વામી વિવેકાનંદની કુશાગ્ર બુદ્ધિ અને દયાળુતાના કિસ્સા અનેક સાંભળવા મળે છે. પરંતુ તેમના જીવનનો એ પ્રસંગ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે. સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બર 1893ના રોજ શિકાગો-અમેરિકાના વિશ્વધર્મ સંમેલન સભામાં ભાષણ આપ્યું હતું. 125 વર્ષ પહેલા જ્યારે સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણની શરૂઆત 'મારા અમેરિકન ભાઈઓ અને બહેનો' કહીને કરતાં સભાગૃહ અનેક મિનિટો સુધી તાળીઓથી ગૂંજતો રહ્યો. સાથોસાથ ભારતને સમગ્ર દુનિયા ત્યારબાદ આધ્યાત્મનું કેન્દ્ર તરીકે પણ જોવા લાગ્યું. આ છે સ્વામી વિવેકાનંદના તે વિખ્યાત ભાષણના કેટલાક ખાસ અંશો...  અમેરિકાના બહેનો અને ભાઈઓ,

  આપના આ સ્નેહપૂર્ણ અને જોરદાર સ્વાગતથી મારું હૃદય અપાર હર્ષથી ભરાઈ ગયું છે અને હું આપને દુનિયાની પ્રાચીનતમ સંત પરંપરા તરફથી ધન્યવાદ કરું છું. આપને તમામ ધર્મોની જનની તરફથી ધન્યવાદ કરું છું અને તમામ જાતિઓ, સંપ્રદાયોના લાખો, કરોડો હિન્દુઓ તરફથી આપનો આભાર વ્યક્ત કરું છું.

  મારો ધન્યવાદ કેટલાક વક્તાઓને પણ છે, જેઓએ આ મંચતી એવું કહ્યું કે દુનિયામાં સહનશીલતાનો વિચાર પૂર્વના દેશોમાં ફેલાયેલો છે. મને ગર્વ છે કે હું એક એવા ધર્મથી છું, જેણે દુનિયાને સહનશીલતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો પાઠ ભણાવ્યો. અમે માત્ર સાર્વભૌમિક સહનશીલતમાં જ વિશ્વાસ નથી રાખતા પરંતુ અમે વિશ્વના તમામ ધર્મોને સત્ય રૂપે સ્વીકાર કરીએ છીએ.


  મને ગર્વ છે કે, હું એ દેશથી છું જેણે તમામ ધર્મો અને તમામ દેશોના દમન ગુજારેલા લોકોને પોતાને ત્યાં શરણ આપી. મને ગર્વ છે કે અમે પોતાના દિલમાં ઈઝરાયલની તે પવિત્ર યાદો સાચવી રાખી છે જેમાં તેમના ધર્મસ્થળોને રોમન હુમલાખોરોએ વેર-વિખેર કરી દીધા હતા અને પછી તેઓએ દક્ષિણ ભારતમાં શરણ લીધી. મને ગર્વ છે કે હું એક એવા ધર્મથી છું જેણે પારસી ધર્મના લોકોને શરણ આપી અને સતત હજુ પણ તેમની મદદ કરી રહી છે. હું આપને એક શ્લોકની કેટલીક પંક્તિઓ સંભળાવવા માંગીશ, જેનું હું નાનપણથી સ્મરણ કરું છું અને જે રોજ કરોડો લોકો દ્વારા સ્મરણ કરવામાં આવે છે. 'रुचिनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम... नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव...' તેનો અર્થ છે- જે રીતે અલગ-અલગ સ્ત્રોતોથી નિકળી વિભિન્ન નદીઓ અંતમાં સમુદ્રમાં જઈને મળી જાય છે, તેવી જ રીતે મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર અલગ-અલગ ધર્મ માર્ગ પસંદ કરે છે, જે જોવામાં ભલે સીધો હોય કે આડો-અવળો લાગે, પરંતુ તમામ ભગવાન તરફ જ જાય છે.

  સાંપ્રદાયિક્તાઓ, કટ્ટરતાઓ અને તેની ભયાનક વંશજ હઠધર્મિતા લાંબા સમયથી પૃથ્વીને પોતાની પકડમાં જકડેલી છે. તેઓએ પૃથ્વીને હિંસાથી ભરી દીધી છે. કેટલીય વાર આ ધરતી લોહીથી લાલ થઈ છે, અનેક સભ્યતાઓનો વિનાશ થયો છે અને અસંખ્ય દેશ નષ્ટ થયા છે. જો આ ભયાનક રાક્ષક ન હોત તો આજે માનવ સમાજ વધુ ઉન્નત હોત, પરંતુ હવે તેમનો સમય પૂરો થઈ ચૂક્યો છે.

  મને પૂરી આશા છે કે આજે આ સંમેલનનો શંખનાદ તમામ હઠધર્મિતાઓ, દરેક પ્રકારના ક્લેશ, તે તલવારથી હોય કે કલમથી, અને તમામ મનુષ્યોની વચ્ચેની દુર્ભાવનાઓનો વિનાશ કરશે.

  આ પણ વાંચો, PM મોદીએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પી, કહ્યું- બેલૂબ મઠ મારા ઘર જેવો
  Published by:News18 Gujarati
  First published:January 12, 2020, 11:45 am