સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) એક એવી વિભૂતિ હતા જેમને કોઈ પરિચયની જરૂર નથી. લાખો કરોડો યુવાનોની જિંદગીના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ ફક્ત 39 વર્ષની ઉંમરે પોતાનો દેહત્યાગ (Death Anniversary) કર્યો હતો. વર્ષ 18636માં 12મી જાન્યુઆરીએ જન્મેલા સ્વામી વિવેકાનંદનું જીવન આધ્યાત્મ અને ભારતને વિશ્વ ગુરૂ બનાવવાની દિશામાં રહ્યું. જોકે, સદેહે ન હોવા છતાં પણ આજે લગભગ સવાસો વર્ષ પછી પણ તેમના જીવનના એક એક શબ્દો રણકાર મારે છે. તેમના સુવિચારો, સૂત્રો વક્ત્વ્યો પ્રેરણા આપે છે. સ્વામીજી વિવેકાનંદની પુણ્યતિથિ (Swami Vivekananda Death Anniversary) નિમીતે જાણો કેવો હતો તેમનો સદેહે અંતિમ દિવસ
સ્વામિ વિવેકાનંદે અગાઉથી જ તેમના દેહત્યાગ વિશે અનુયાયીઓને જણાવ્યું હતું. ધ્યાનથી વિશ્વને જીતી લેવાની શક્તિ એકઠી કરી લેનારા આ મહાન વિચારકનો સદેહે અંતિમ દિવસ પણ નિયતક્રમ મુજબનો જ હતો.
4 જુલાઈ 1092 સ્વામીજીની દિનચર્યા
સ્વામીજીના જીવનની જેમ તેમનો દેહત્યાગ દિન પણ નિયતક્રમ મુજબ હતો. તેઓ વહેલી સવાર નિત્યક્રમ મુજબ ઉઠ્યા હતા અને ત્યારબાદ ધ્યાન કર્યુ હતું. ત્રણ કલાક સુધી ધ્યાન કર્યા બાદ તેમણે 'ઈઝ માય મધર શ્યામા ડાર્ક...' કવિતાનું પઠન કર્યુ હતું.
મધ્યાહન ભોજન બાદ સ્વામીજીએ તેમના અનુયાયીઓને બે કલાક સુધી સંસ્કૃત વ્યાકરણ લઘુકૌમુદીનું જ્ઞાન આપ્યું હતું. સાંજના સમયે સ્વામી પ્રેમાનંદ સાથે તેમણે વેદોનાં શિક્ષણ અંગે પાઠશાળા શરૂ કરવા અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
સાંજની આરતી બાદ સ્વામીજીએ નિત્યક્રમ મુજબ ફરી એકવાર તેમના કક્ષમાં ધ્યાન ધર્યુ હતું. આશરે 9.00 વાગ્યાની આસપાસ સ્વામી વિવેકાનંદે ધ્યાન કક્ષમાં જ મહાસમાધી લઈ લીધી હતી. જોકે, સૌથી રસપ્રદ બાબત એ છે કે સ્વામીજીએ તેમના દેહત્યાગના ચાર વર્ષ પહેલાં જ એક કાવ્યની રચના કરી હતી જેનું નામ હતું 'ટુ ધ ફોર્થ જુલાઈ' આ કાવ્યની રચના તેમણે અમેરિકાના સ્વાતંત્રદિનની વર્ષગાંઠ અંતર્ગત કરી હતી.
સ્વામીજીના સુવિચારો
'સર્વ શક્તિ તમારી અંદર રહેલી છે; તમે સર્વ કંઈ કરી શકો છો. તમે એમાં શ્રદ્ધા રાખો. તમે એ માનો જ નહીં કે તમે દુર્બળ છો; આપણામાના ઘણાખરા આજે માની રહ્યા છે તેમ, તમે એમ માનશો જ નહીં કે તમે અર્ઘગાંડા કે ચક્રમ છો. તમે કોઈની પણ દોરવણી વિના ધારો તે કરી શકો છો. તમારી અંદર જ સર્વ શક્તિ રહેલી છે. જાગો, ઊભા થાઓ અને તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રગટાવો.'
'જો તમે એમ માનવા લાગો કે મતારા અનંત શક્તિ, અનંત જ્ઞાન અને અજેય બળ રહેલાં છે, જો તમે તે શક્તિઓને પ્રગટ કરી શકો તો તમે પણ મારા જેવા જ બની શકો.'
'સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવી જોઈએ, પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ. હું સાગર આખો પી જઈએશ. મારી ઈચ્છાશક્તિના જોરે પર્વતના ચૂરા થઈ જશે, ખંતીલો જીવ તો એમ બોલે એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઈચ્છાશક્તિ કેળવો તો તમે ધ્યેયે પહોંચશો જ.'
'સખત પરિશ્રમ કરો, દઢ્ બનો અને પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો, કામે લાગી જાઓ. હું વહેલો કે મોડો આવવાનો જ છું, આ આદર્શવાક્ય તમારી સમક્ષ રાખો'
'એક જ વિચારને પકડો. એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેના વિશે જ વિચાર કરો. તેનાં જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરના એકએક અવયવોને એ વિચારથી ભરપૂર કરી દો અને એ સિવાયના બીજા દરેક દરેક વિચારને પડતા મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે અને આ જ માર્ગે મહાન આધ્યાત્મિક વિભૂતિઓ પાકે છે'
'સત્યે તે છે, જગતનું અનંત બળ તમારું છે, તમારા મનને જે વહેમોએ ઢાંકી દીધું છે તેને હાંકી કાઢો. આપણે બહાદુર બનીએ, સત્ય જાણો અને સત્યને આચરણમાં મૂકો. ભલે ધ્યેયથી દૂર હોય પણ જાગો. ઊભો અને જ્યાં સુધી ધ્યેયે ન પહોંચાય ત્યાં સુધી અટકો નહીં'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર