Home /News /dharm-bhakti /SURYA PUJA: સૂર્યદેવની પુજાનું હિન્દુ ધર્મમાં અનોખુ મહત્વ, બજરંગબલી હનુમાનજીને પણ મળ્યું જ્ઞાન

SURYA PUJA: સૂર્યદેવની પુજાનું હિન્દુ ધર્મમાં અનોખુ મહત્વ, બજરંગબલી હનુમાનજીને પણ મળ્યું જ્ઞાન

surya puja

SuryaPuja Importance: શાસ્ત્રોમાં ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યને તમામ નવ ગ્રહોમાં રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી કીર્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 

  સૂર્યદેવ પૂજાઃ હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યદેવને ગુરુની ઉપમા આપવામાં આવી છે. શાસ્ત્રોમાં ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યને તમામ નવ ગ્રહોમાં રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી કીર્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્યદેવના કારણે આજે પૃથ્વી પર જીવન શક્ય છે.

  વેદોમાં પણ સૂર્યને જગતનો આત્મા કહ્યો છે. શાસ્ત્રો અને પુરાણોમાં સૂર્યની ઉપાસના સંબંધિત ઘણા સંદર્ભો છે. ચાલો જાણીએ સૂર્યદેવની પૂજા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

  સૂર્યની ઉપાસનાનું મહત્વ


  પંડિત ઈન્દ્રમણિ ઘનશ્યાલના મતે , સૂર્ય ભગવાનને તેજ અને સકારાત્મક ઉર્જાનાં દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન સૂર્યની નિયમિત પૂજા અને જળ અર્પણ કરવાથી માન-સન્માન અને કીર્તિ મળે છે.

  હનુમાનજીએ સૂર્ય ભગવાનની સાથે ચાલીને શિક્ષણ લીધું હતું. એટલા માટે સૂર્યની ઉપાસના કરવાથી શક્તિ, બુદ્ધિ અને કુશાગ્રતાનો વિકાસ થાય છે. સૂર્યદેવની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

  ધાર્મિક ગ્રંથો અનુસાર, સૂર્યને ગુરુદેવ કહેવામાં આવે છે કારણ કે ભગવાન શિવના 11મા અવતાર હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા.

  આ પણ વાંચો: Surya Gochar 2022: સૂર્યના ગોચરથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, પૈસાથી તિજોરી છલકાશે

  સૂર્યની ઉપાસના 
  શાસ્ત્રો અનુસાર સૂર્ય ભગવાનને ગુરુ કહેવામાં આવ્યા છે. બજરંગબલી હનુમાને સૂર્ય પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી રામે રાવણને છેલ્લા તીરથી મારતા પહેલા સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કર્યો હતો.

  " isDesktop="true" id="1315815" >

  તેવી જ રીતે, શ્રી કૃષ્ણના પુત્ર સામ્બને રક્તપિત્ત થયો હતો, પછી તેણે સૂર્ય ભગવાનની પૂજા કરી. આનાથી તેનો રક્તપિત્ત સમાપ્ત થયો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્ય ભગવાનની પૂજા કરવાની પ્રથા વૈદિક કાળથી ચાલી આવે છે.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन