Home /News /dharm-bhakti /

Astrology: 17મી ઓગસ્ટ સુધીમાં જોખમી ગણાતા સમસપ્તક યોગથી મળી શકે મુક્તિ, જાણો કઈ રાશિઓ થશે પ્રભાવિત

Astrology: 17મી ઓગસ્ટ સુધીમાં જોખમી ગણાતા સમસપ્તક યોગથી મળી શકે મુક્તિ, જાણો કઈ રાશિઓ થશે પ્રભાવિત

17મી ઓગસ્ટ સુધીમાં જોખમી ગણાતા સમસપ્તક યોગથી મળી શકે મુક્તિ

Surya Shani Dev, Samsaptak Yoga: કર્ક રાશિ ચોથું અને મકર રાશિ દસમું સ્થાન ધરાવે છે. જો કુંડળી (Kundali) અનુસાર સૂર્ય અને શનિ (Shani dev)ની સ્થિતિ જોવામાં આવે તો સૂર્ય અને શનિ સપ્તમ દ્રષ્ટિથી એકબીજાની સામે જોઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સ્થિતિને સમસપ્તક યોગ (Samsaptak yog) કહેવામાં આવે છે. મિથુન, સિંહ, ધન અને કુંભ રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ અશુભ અને ખતરનાક છે.

વધુ જુઓ ...
    Surya Shani Dev, Samsaptak Yoga: સૂર્ય અને શનિ પિતા-પુત્ર છે. છતાં પણ તેમની વચ્ચે દુશ્મનાવટની ભાવના છે. સૂર્યએ ગત 17 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે શનિદેવ હાલ મકર રાશિ (Makar rashi)માં બિરાજમાન છે. કર્ક રાશિ ચોથું અને મકર રાશિ દસમું સ્થાન ધરાવે છે. જો કુંડળી (Kundali) અનુસાર સૂર્ય અને શનિ (Shani dev)ની સ્થિતિ જોવામાં આવે તો સૂર્ય અને શનિ સપ્તમ દ્રષ્ટિથી એકબીજાની સામે જોઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સ્થિતિને સમસપ્તક યોગ (Samsaptak yog) કહેવામાં આવે છે. મિથુન, સિંહ, ધન અને કુંભ રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ અશુભ અને ખતરનાક છે.

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમસપ્તક યોગ 17 ઓગસ્ટ સુધી રહેશે. કારણ કે 17 ઓગસ્ટે સૂર્ય કર્ક રાશિથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્યના પ્રવેશથી આ સમસપ્તક યોગ સમાપ્ત થઈ જશે. તેથી 17 ઓગસ્ટથી મિથુન, સિંહ, ધન રાશિ અને કુંભ રાશિના જાતકો સમસપ્તક યોગની અસરથી મુક્ત થશે.

    આ પણ વાંચો: Money Mantra 11 August : આ રાશિના જાતકોએ પૈસા ખર્ચ કરવામાં ધ્યાન રાખવું નહીંતર પડી જશો મોટી મુશ્કેલીમાં, જાણો આજનું રાશિફળ

    17 ઓગસ્ટ સુધી આ રાશિના જાતકોએ સતર્ક રહેવું


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમસપ્તક યોગના પ્રભાવને કારણે મિથુન, સિંહ, ધન અને કુંભ રાશિના જાતકો તકેદારી રાખવી જોઈએ. તેમના માટે આ સમય મુશ્કેલીઓથી ભરેલો રહેશે. સમસપ્તક યોગની અસરને કારણે આ રાશિના જાતકો પિતા-પુત્ર વચ્ચે પરસ્પર વિવાદ થઈ શકે છે. વૃદ્ધ લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય અને કુંભ રાશિનો સ્વામી શનિ છે. તેથી સિંહ અને કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ પડકારજનક રહેશે.

    સમસપ્તક યોગની અસર


    સિંહ અને કુંભ રાશિ પર સમસપ્તક યોગની અસર ખૂબ જ નકારાત્મક રહેશે. આ સાથે મિથુન અને ધન રાશિના જાતકો પર પણ સમસપ્તકની આડઅસર જોવા મળશે. સમસપ્તક યોગની અસરને કારણે જાતકોને ઘણા કિસ્સાઓમાં નિષ્ફળતા મળશે. નોકરીમાં તમારે વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે. જૂનો રોગ ફરી ઉભરી શકે છે. ધન હાનિ થઈ શકે છે. જાતકોની અંદર ગુસ્સો વધી શકે છે, જે નુકસાન પહોંચાડી શકે છે.

    આ પણ વાંચો: Budh Grah Upay: પદ-પ્રાતિષ્ઠાને પ્રભાવિત કરે છે કમજોર બુધ, કુંડળીમાં બુધને મજબૂત કરવા અપનાવો આ ઉપાય

    શનિ અને શિવ પૂજાથી મળશે રાહત


    કુંડળીમાં શનિ દોષને ઓછો કરવા માટે શનિ પૂજાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં સૂર્ય-શનિની અશુભ અસરથી બચવા માટે આ મહિનામાં ભગવાન શિવ અને શનિની પૂજા ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શ્રાવણ માસના દરેક શનિવારે ભગવાન શિવનો જળાભિષેક કરી શનિની આરાધના કરવાથી લાભ થાય છે. આ વખતે પ્રદોષ પૂજા કરવાથી શનિની અશુભ અસર ઓછી થાય છે.
    First published:

    Tags: Astrology, DharmaBhakti

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन