Home /News /dharm-bhakti /

Sun Transit 2022: 16 ઓગષ્ટ પછી આ રાશિના જાતકોનું સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય, શું તમે પણ છો એ ભાગ્યશાળી?

Sun Transit 2022: 16 ઓગષ્ટ પછી આ રાશિના જાતકોનું સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય, શું તમે પણ છો એ ભાગ્યશાળી?

16 ઓગષ્ટ પછી આ રાશિના જાતકોનું સૂર્યની જેમ ચમકી જશે ભાગ્ય

Surya Gochar Effect 2022: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) ગ્રહોની ગતિ બધી જ રાશિઓના જીવન પર શુભ-અશુભ અસર કરે છે. દરેક ગ્રહ ચોક્કસ સમય માટે એક રાશિમાં વિરાજમાન રહે છે અને તે પછી તે અન્ય રાશિમાં પ્રવેશ કરે છે. જયારે સૂર્ય ભગવાન દર મહિને પોતાની રાશિ બદલે છે, જેની શુભ અને અશુભ અસરો તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે.

વધુ જુઓ ...
    Surya Gochar Effect 2022: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) ગ્રહોની ગતિ બધી જ રાશિઓના જીવન પર શુભ-અશુભ અસર કરે છે. દરેક ગ્રહ ચોક્કસ સમય માટે એક રાશિમાં વિરાજમાન રહે છે અને તે પછી તે અન્ય રાશિમાં પ્રવેશ કરે છે. જયારે સૂર્ય ભગવાન દર મહિને પોતાની રાશિ બદલે છે, જેની શુભ અને અશુભ અસરો તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે.

    17 ઓગસ્ટે ફરી એકવાર સૂર્ય ગ્રહ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે (17 August Rashi parvartan). સિંહ રાશિ એ સૂર્યની રાશિ છે. તેમાં પ્રવેશ કરવાથી 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. પ્રગતિના નવા માર્ગો ખુલે છે . આ રાશિના જાતકોને આ સમયગાળામાં વિશેષ ધનપ્રાપ્તિ થઇ શકે છે. લગભગ એક મહિના સુધી સૂર્ય સિંહ રાશિમાં બેસે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

    આ પણ વાંચો: શું બાળકને અવારનવાર નજર લાગી જાય છે ? તો રીતે ઉતારો નજર, જ્યોતિષમાં છે સચોટ ઉપાય

    કર્કઃ- સિંહ રાશિમાં સૂર્ય ભગવાનનું સંક્રમણ કર્ક રાશિના લોકો માટે ધન-ધાન્ય લાવનાર છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન તેમની કુંડળીમાંથી બીજા ઘરમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. આ ઘરને ધન અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન અણધર્યા નાણાકીય લાભ થવાની સંભાવના છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત થશે. નવી નોકરીની ઓફર આવી શકે છે.

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વેપારનો સંબંધ સૂર્ય અને બુધ સાથે હોય તો આ સમયગાળામાં ધનલાભ થઈ શકે છે. આ રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે અને તેમની વચ્ચે મિત્રતાની લાગણી છે. આથી આ સંક્રમણ શુભ સાબિત થશે.

    તુલા - આ ગ્રહના 11મા ભાવમાં સૂર્યનું સંક્રમણ થવાનું છે. તેને આવક અને નફાનું ઘર માનવામાં આવે છે. તેથી, સૂર્યના સંક્રમણ દરમિયાન આવકમાં વધારો થવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોતમાંથી પૈસા કમાવવામાં સફળતા મળશે. વ્યાપારીઓને અચાનક નાણાંકીય લાભ થશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે. આ સમયગાળા દરમિયાન વ્યાપારીઓ વિદેશથી પૈસા કમાઈ શકે છે. વ્યવસાયમાં બને તેટલા લોકો સાથે સંબંધો બનાવો. આમ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે. આ સમય દરમિયાન ઓપલ રત્ન ધારણ કરવું ફાયદાકારક રહેશે.

    આ પણ વાંચો: રવિવારના દિવસે કરો એક માત્ર આ ઉપાય, ખૂલી જશે કિસ્મતના દ્વાર

    વૃશ્ચિક - આ રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં અપાર સફળતા મળશે. સૂર્ય ભગવાન પોતાના દસમા ભાવમાં સંક્રમણ કરી રહ્યા છે. તેને કાર્યક્ષેત્ર અને નોકરીનો ભાવ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સંભાવના છે. કાર્યશૈલીમાં સુધારો આવશે. વ્યાપારીઓ પણ વેપારમાં સારો નફો કરી શકે છે.

    Sun transit effect, Sunsigns, Astrology, જ્યોતિષ, ગ્રહદશા, rashifal, jyotish, સૂર્ય રાશિ ગોચર, surya rashi gochar, 17 august rashi parivartan,

    https://zeenews.india.com/hindi/astro/sun-transit-2022-in-leo-on-17-th-august-these-zodiac-people-will-shine-like-a-sun/1300732
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन