Home /News /dharm-bhakti /

સૂર્યનું સ્વરાશિ સિંહમાં આ વખતે ભ્રમણ શા માટે છે ખાસ? આ રાશિઓને થશે લાભ

સૂર્યનું સ્વરાશિ સિંહમાં આ વખતે ભ્રમણ શા માટે છે ખાસ? આ રાશિઓને થશે લાભ

સૂર્યનું સ્વરાશિ સિંહમાં આ વખતે ભ્રમણ છે વિશિષ્ઠ

Surya Rashi Parivartan : સૂર્ય મહારાજ દરેક રાશિમાં એક માસ જેટલો સમય વિતાવે છે અને દર વર્ષે આશરે 17  ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે પોતાની રાશિ સિંહમાં ભ્રમણ કરતા હોય છે પરંતુ આ વર્ષે આ સંયોગ વિશેષ એટલા માટે બને છે કે રાજા સૂર્ય, રાહુ અને મંગળની દ્રષ્ટિમાં જોવા મળશે.

વધુ જુઓ ...
  Surya Rashi  Parivartan: જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી દ્વારા  અગાઉ લખ્યા મુજબ મંગળ રાહુ યુતિ તેના સ્ફોટક પરિણામો આપી છુટ્ટી પડી છે અને મંગળ મહારાજ વૃષભમાં પ્રવેશ્યા છે. ગ્રહોના રાજા સૂર્ય મહારાજ સ્વરાશિ સિંહ તરફ કૂચ કરી રહ્યા છે અને અગાઉ કહ્યા મુજબ સત્તાના માહોલને ગરમ કરી રહ્યા છે જેની અસર બિહારથી લઈને અનેક જગ્યા એ જોવા મળી રહી છે. આમ તો સૂર્ય મહારાજ દરેક રાશિમાં એક માસ જેટલો સમય વિતાવે છે અને દર વર્ષે આશરે 17  ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે પોતાની રાશિ સિંહમાં ભ્રમણ કરતા હોય છે પરંતુ આ વર્ષે આ સંયોગ વિશેષ એટલા માટે બને છે કે રાજા સૂર્ય, રાહુ અને મંગળની દ્રષ્ટિમાં જોવા મળશે.

  આ પણ વાંચો: Money Mantra 11 August : આ રાશિના જાતકોએ પૈસા ખર્ચ કરવામાં ધ્યાન રાખવું નહીંતર પડી જશો મોટી મુશ્કેલીમાં, જાણો આજનું રાશિફળ

  આ બાબતનો અર્થ સમજવા જઈએ તો સ્પષ્ટ થાય છે કે સેનાપતિ મંગળ રાજા પર નજર રાખે છે રાજા પોતાના ઘરમાં હોવા છતાં સેનાપતિની નજરમાં છે વળી રાહુની દ્રષ્ટિ હોવાથી તેમાં રાજનીતિની સોગઠાબાજી ભળે છે વળી સેનાપતિ અને રાજા વચ્ચેના મતભેદ પણ ક્યાંક ઉડીને આંખે વળગે એવો સમય કહી શકાય જે આજના સમયમાં કોઈ ને કોઈ દેશમાં આ પ્રકારે ખેંચતાણ જોવા મળે વળી સિંહ એ સત્તાની રાશિ છે સિંહાસનની રાશિ છે માટે આ રાશિમાં સૂર્યના આવવાથી અને મંગળ રાહુની દ્રષ્ટિ હોવા થી સત્તા બાબતની ખેંચતાણ અને છળ કપટ ચરમસીમાએ જોવા મળશે.

  સિંહ એ સિંહાસનની રાશિ છે સિંહ એ સ્વમાનની રાશિ છે સિંહ એ ખુરશીની રાશિ છે એમાં સૂર્ય આવે છે ત્યારે વ્યક્તિ પોતાના સ્વમાન માટે વધુ સતર્ક થઇ જાય છે અને વધુને વધુ પાવર અને સત્તા માટે દોટ મુકતો જોવા મળે છે. આગામી ૧૭ ઓગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર વચ્ચે સૂર્ય મહારાજ સિંહ માં સ્વગૃહી હશે એ સમય દરમિયાન દરેક રાશિને કેવું ફળ મળશે તે અત્રે જોઈએ વળી આ સમયમાં દરેક રાશિ બળવાન સૂર્યનો લાભ મેળવવા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ સવારે સૂર્યોદય સમયે સૂર્યને જળમાં કંકુ ચોખા અને લાલ ફૂલ પધરાવી અર્ધ્ય આપ્યા બાદ કરી શકે.

  આ પણ વાંચો: 10 ઓગષ્ટથી આટલી રાશિઓની બદલી જશે કિસ્મત, મંગળ ગોચરને લઈને પંડિતજીએ કહી મહત્વની વાત


  • મેષ (અ,લ,ઈ) : પાંચમેથી પસાર થતા સૂર્ય મહારાજ તમારી કીર્તિ અને યશમાં વૃદ્ધિ કરશે અને વિદ્યાર્થીઓને વધુ સફળતા મળશે.

  • વૃષભ (બ,વ,ઉ) : ચોથે થી પસાર થતા સૂર્ય મહારાજ સુખ શાંતિ સમૃદ્ધિ આપતા જોવા મળશે. આ સમયમાં તમને પરિવારનો સહયોગ મળી રહેશે.

  • મિથુન (ક,છ,ઘ) : ત્રીજે થી પસાર થતા સૂર્ય મહારાજ નવા કાર્ય આપશે અને મિત્રોની મદદ પણ મળી રહેશે. નવા સાહસ કરી શકશો.

  • કર્ક (ડ,હ): બીજે થી પસાર થતા સૂર્ય તમારા નાણાંનું રક્ષણ કરશે અને તમને પારિવારિક રીતે સારું રહેશે.

  • સિંહ (મ,ટ) : તમારી જ રાશિમાં થી પસાર થતા સૂર્ય મહારાજ તમને નવી કોઈ જવાબદારી અપાવશે વળી તમારી શક્તિ વધશે અને નામના થશે દુશ્મનોથી સાવધાન રહેવું પડશે.

  • કન્યા (પ ,ઠ ,ણ ) : બારમેથી પસાર થતા સૂર્ય મહારાજ રાતે પણ કઈને કઈ વિચારો આપશે અને ક્યાંક તમને સ્વમાનના પ્રશ્ન ખડા થતા જોવા મળશે. સમય મધ્યમ રહેશે.

  • તુલા (ર,ત) : અગિયારમે સૂર્ય તમને લાભ આપશે તથા લાંબા સમયથી અટવાયેલા કાર્ય તમે પૂર્ણ કરી શકશો. જુના મિત્રોને મળવાનું થાય.

  • વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકશો. ઉત્સાહથી કાર્યમાં આગળ વધી શકશો. નોકરિયાતવર્ગને સારા સમાચાર મળે.

  • ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમે ધારેલી સફળતા નજીક આવે, ભાગ્ય સાથ આપતું જણાય. શુભ સમય.

  • મકર (ખ ,જ ) : આ સમય તમારા માટે થોડો પ્રતિકૂળ રહે.ઉપરી અધિકારી કે જવાબદાર વ્યક્તિ સાથે મતભેદ નિવારવા. સરકાર સાથે પ્રશ્ન ના થાય તે જોવું.

  • કુંભ (ગ ,સ,શ ) : જાહેરજીવનમાં યશ પ્રતિષ્ઠા મળે, અંગતજીવનમાં પણ સારું રહે. એકંદરે સમય સારો રહે.

  • મીન (દ ,ચ ,ઝ ,થ): આ સમયમાં તમે શત્રુ પર પ્રભાવી બની શકશો અને તમારી બુદ્ધિ પ્રતિભાતિ આગળ નીકળી શકશો પરંતુ ક્યાંક તમારે તબિયતની કાળજી પણ લેવી પડશે.


  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા 25 વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે. તેમનો સંપર્ક સૂત્ર 79905 00282 છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Astrology, DharmaBhakti

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन