Home /News /dharm-bhakti /Surya Shani In Makar: પિતા-પુત્ર એક રાશિમાં, આ રાશિના જાતકોના જીવનમાં મચાવશે કોહરમ
Surya Shani In Makar: પિતા-પુત્ર એક રાશિમાં, આ રાશિના જાતકોના જીવનમાં મચાવશે કોહરમ
સૂર્ય-શનિ મકર રાશિમાં
Surya Shani in makar rashi: સૂર્યએ 14 જાન્યુઆરીના રોજ સાંજે 8.21 કલાકે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે, જે 13 ફેબ્રુઆરી 2023 સુધી અહીં રહેશે. તે જ સમયે, શનિ હાલમાં મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે અને તે 17 જાન્યુઆરીએ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓ માટે આ સમય કપરો રહેશે. ચાલો જાણીએ...
ગ્રહોના રાજા સૂર્યએ 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કર્યો. આ ગોચર કાળમાં જ મકરસંક્રાંતિનો પર્વ ઉજવવામાં આવે અને સૂર્ય દેવની આરાધના કરવામાં આવશે છે. સૂર્યએ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિમાં પ્રવેશ કર્યો છે અને અહીં એક મહિના સુધી રહેશે. જ્યોતિષી અનુસાર જયારે સૂર્ય શનિના ઘરમાં ગોચર કરે છે ત્યારે કેટલીક રાશિઓ માટે સમય પડકારભર્યો રહે છે. સૂર્ય-શનિના પ્રભાવથી કેટલીક રાશિઓના જીવનમાં કોહરામ મચી જશે. ચાલો જાણીએ આ રાશિ કઈ છે
મિથુન: સૂર્ય ભગવાન તમારી કુંડળીના ત્રીજા ઘરના સ્વામી છે. આ ઘરમાંથી વ્યક્તિની હિંમત અને બહાદુરી ગણવામાં આવે છે. સૂર્યએ તમારા 8મા ભાવમાં ગોચર કર્યું છે. આ ઘરમાં સૂર્યનું ગોચર તમારા માટે શુભ રહેશે નહીં. તમારી વાણી પર નિયંત્રણ રાખો. કાર્યસ્થળ પર અધિકારીઓથી તણાવ થઈ શકે છે. એટલા માટે આ સમય દરમિયાન તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
મકરઃ તમારા માટે આઠમા ઘરનો સ્વામી સૂર્ય છે. જીવનમાં અકસ્માતો અને આકસ્મિક ઘટનાઓ ઘરમાંથી બની શકે છે. સૂર્ય તમારા લગ્નમાં ભ્રમણ કરી રહ્યો છે. જેના કારણે કામોમાં થોડો વિલંબ થશે. પિતા અને પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે.
કુંભ: આ રાશિના લોકો માટે સૂર્ય મારક સ્થાનનો સ્વામી છે, જ્યારે સૂર્યનું ગોચર તમારા 12માં ભાવમાં થયું છે. આ દરમિયાન, તમારે તમારી કિંમતી વસ્તુઓની કાળજી લેવી જોઈએ. પ્રગતિમાં સમય લાગશે. આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં હજુ પણ મુશ્કેલી રહેશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર