વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા કારક કહેવામાં આવ્યો છે. સૂર્ય દર મહિને એક નિશ્ચિત સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે. હિન્દૂ પંચાંગ અનુસાર 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે, જેને ધન સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનું ગોચર ધન રાશિમાં થવાથી ઘણી રાશિ વાળા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. તો ચાલો જાણીએ સૂર્યના ગોચર કાળમાં કઈ રાશિઓએ સાવધાન રહેવાની જરૂરત છે.
વૃષભ - સૂર્ય વૃષભના આઠમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. સૂર્યની દ્રષ્ટિ આ રાશિના ધન ગૃહમાં છે. આવી સ્થિતિમાં, ગોચર દરમિયાન તમારી વાણી કઠોર બની શકે છે. પરિવારમાં સભ્યો વચ્ચે અણબનાવ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમને માનસિક તણાવ રહેશે. વધારે કામ રહી શકે છે. ખર્ચાઓથી મન પરેશાન રહેશે.
કન્યા - સૂર્ય કન્યા રાશિના ચોથા ભાવમાં ગોચર કરી રહ્યા છે. તમારા દસમા ભાવમાં સૂર્યનું પાસુ રહેશે. જેના કારણે તમારા પૈસા વધુ ખર્ચ થશે. આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કાર્યસ્થળ પર કામનો બોજ વધી શકે છે. એકંદરે આ સમય તમારા માટે અનુકૂળ નહિ કહેવાય. સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે.
મકર - સૂર્ય મકર રાશિના 12મા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન સૂર્યની દ્રષ્ટિ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે. ગોચરના સમયગાળા દરમિયાન તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. આ સમયે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અટકેલા કાર્યોને કારણે માનસિક તણાવ વધી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને વધુ રાહ જોવી પડી શકે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર