Home /News /dharm-bhakti /Surya Gochar: એપ્રિલમાં ગ્રહોના રાજા બદલશે રાશિ, આ રાશિઓ માટે રહેશે ખુબ જ લાભકારી
Surya Gochar: એપ્રિલમાં ગ્રહોના રાજા બદલશે રાશિ, આ રાશિઓ માટે રહેશે ખુબ જ લાભકારી
Surya Gochar 2023 Effect
Surya Ka Rashi Parivartan April 2023: કોઈપણ ગ્રહની એક રાશિમાંથી બીજી રાશિમાં જવાની પ્રક્રિયાને ગ્રહનું ગોચર કહેવામાં આવે છે. રાશિ પરિવર્તનની આ પ્રક્રિયાને કારણે 12 રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસરો જોવા મળે છે, જેના કારણે માનવ જીવનમાં ઘણા ફેરફારો થાય છે.
ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં હાજર દરેક ગ્રહ એક નિશ્ચિત સમય અંતરાલથી રાશિ પરિવર્તન કરે છે. આ પ્રક્રિયા ગ્રહ ગોચર કહેવાય છે, જેની પ્રત્યેક રાશિ પર શુભ-અશુભ અસર જોવા મળે છે. 14 એપ્રિલ 2023ના રોજ ગ્રહોના રાજા સૂર્ય મંગળની રાશિ એટલે મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, જેના કારણે 4 રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. એ કઈ રાશિ છે ચાલો જાણીએ ભોપાલના જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે.
આ ચાર રાશિઓ પર પડશે સકારત્મક પ્રભાવ
મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે તેમના માટે સૂર્યનું રાશિ પરિવર્તન ફાયદાકારક માનવામાં આવે છે. મેષ રાશિના લોકોને કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળી શકે છે. ધનલાભના યોગને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હલ થઈ શકે છે.
મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના જાતકો માટે સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ અચાનક ધન લાભની સંભાવનાઓ બનાવે છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે, તો તમે તેને પાછા મેળવી શકો છો. તમે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો, ધંધામાં લાભ થવાની સંભાવના છે, વિદેશ પ્રવાસની શક્યતાઓ છે, અને તમને તમારા ભાઈ-બહેનનો સહયોગ પણ મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ સિંહ રાશિ છે તેમના માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ માનવામાં આવે છે. આ દરમિયાન તમે જે પણ કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તેમાં તમને સફળતા મળી શકે છે. કરિયરમાં નવી તકો મળશે. વિદેશ પ્રવાસની શક્યતાઓ બની રહી છે. નોકરિયાત લોકોને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે. ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યના રાશિ પરિવર્તનથી આવકમાં વૃદ્ધિની શક્યતાઓ ઊભી થઈ રહી છે. વ્યવસાય અને નોકરીમાં પ્રગતિની સંભાવના છે. જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થઈ શકે છે, જે સુખદ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર