ધર્મ ભક્તિ ડેસ્ક: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 30 નવેમ્બરનાં હતું અને તે પૂર્ણ થઇ ગયુ છે. હવે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ડિસેમ્બર મહિનામાં યોજાવા જઇ રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ગ્રહણને અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે. ગ્રહણ સમયગાળા દરમિયાન સુતક માનવામાં આવે છે. આ દરમિયાન, ઘણા કાર્યો પર પ્રતિબંધ લાગે છે. ચાલો જાણીએ ડિસેમ્બર મહિનામાં લાગતા આ સૂર્ય ગ્રહણની તિથિ તારિખ અને સમય અંગે કરીએ એક નજર.
સૂર્યગ્રહણની તારીખ અને સમય- સૂર્યગ્રહણ 14 ડિસેમ્બરના રોજ થશે. આ ગ્રહણની માગષર માસની અમાસની તિથિએ થશે. આ વર્ષનું આ બીજું અને અંતિમ સૂર્યગ્રહણ હશે. આ પહેલા 21 જૂને સૂર્યગ્રહણ થયું હતું. આ ગ્રહણની સુતક અવધિ માન્ય રહેશે નહીં કારણ કે ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. સૂર્યગ્રહણ 14 ડિસેમ્બરે સાંજે 7:00 કલાકે શરૂ થશે અને 15 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે તેનું સમાપન થશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, આફ્રિકા વગેરે દેશોમાં જોઇ શકાશે
સૂર્યગ્રહણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખગોળીય ઘટના માનવામાં આવે છે, પરંતુ આસ્થાની દ્રષ્ટિએ તે અશુભ ઘટના છે. તેથી ગ્રહણમાં ઘણી વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે. હિન્દુ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ હોવાથી મંદિરોના દરવાજા બંધ કરવામાં આવે છે.
ગ્રહણના અશુભ પ્રભાવોને ટાળવા માટે ગ્રહણ સમયમાં કોઇ જ સારા કાર્ય કરવા નહીં. ઉપરાંત આ સમયે પૂજા પાઠ કરતાં રહેવું. આ સમયમાં લોકો ગંગા જેવી પવિત્ર નદીમાં ડૂબકી લગાવે છે. પૂજા પાઠ અને અન્ય પ્રકારની મંગળ વિધિ બંધ થાય છે. જ્યારે ગ્રહણ સમાપ્ત થાય છે, ત્યારે ગૃહ, મંદિરો, મૂર્તિઓ ગંગાના જળથી શુદ્ધ કરવામાં આવે છે જેથી તેમના ઉપરથી ગ્રહણની અશુભ છાયા દૂર થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર