Surya Grahan પહેલા ક્યારેય ન કરો, આ કામ નહીં તો થશે મોટું નુકસાન

News18 Gujarati
Updated: June 20, 2020, 4:02 PM IST
Surya Grahan પહેલા ક્યારેય ન કરો, આ કામ નહીં તો થશે મોટું નુકસાન
સૂતક કાળ 20 જૂન શનિવાર રાત્રે 9:15 વાગ્યાથી શરૂ થઇ જશે.

સૂતક કાળ 20 જૂન શનિવાર રાત્રે 9:15 વાગ્યાથી શરૂ થઇ જશે.

  • Share this:
રવિવાર, 21 જૂને જેઠ મહિનાની અમાસ (aamas) છે. આ તિથિએ સૂર્યગ્રહણ (surya grahan 2020) પણ થશે. આ સાથે 21 જૂન (21 June) વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ વર્ષનું ત્રીજુ ગ્રહણ છે. જ્યોતિષશાસ્ત્રી પ્રમાણે 21 જૂને સૂર્ય ગ્રહણ 9:15 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:04 વાગ્યે સમાપ્ત થશે. સૂતક કાળ 20 જૂન શનિવાર રાત્રે 9:15 વાગ્યાથી શરૂ થઇ જશે. આ વખતે સૂર્ય ગ્રહણ થશે જેમાં સૂર્યની ચારે બાજુ કંકણાકૃત આકારની છબી રચાશે એટલે કે રિંગ ઑફ ફાયર જોવા મળશે. આપણા જ્યોતિષ શાસ્ત્રોમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

તમને જણાવીએ કે, જ્યોતિષશાસ્ત્રી ગ્રહણના 12 કલાક પહેલા અને 12 કલાક પછીના સમયને સૂતક કાળ માને છે. જેથી સૂર્યગ્રહણમાં ગ્રહણ શરૂ થયાના 12 કલાક પહેલા જ ભોજન કરી લેવું જોઇએ. આ ગ્રહણ ભારત સાથે એશિયા, આફ્રિકા અને યૂરોપમાં જોવા મળશે. કાળશાસ્ત્ર અનુસાર સુતકને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, જ્યારે સૂતકનો આરંભ થાય છે આ દરમિયના તમામ દેવી દેવતાઓ કષ્ટમાં રહે છે. ગ્રહણ દરમિયાન રાહૂ અને સૂર્ય અને ચંદ્રમાં થોડી વાર માટે પોતાનો ગ્રાસ બનાવી લે છે.

આ પણ જુઓ - 


 

આ પણ વાંચો - 21 જૂનના રોજ થનારું સૂર્યગ્રહણ કેમ છે ખાસ? વાંચો આ રસપ્રદ Factsગ્રહણમાં ક્યારેય ન કરો આ કામ

  • ગ્રહણ સમયે રાખવાની તકેદારી અંગે જ્યોતિષીઓના જણાવ્યા મુજબ ગ્રહણ સમયે કદી સુવાનું નહિ, ભોજન કરવું નહિ અને બનાવવું પણ નહી.

  • ક્યારેય નવી યાત્રાનો પ્રારંભ કરવો નહિ, કોઈ નવી વસ્તુની ખરીદી કરવી નહિ, કોઈ મહત્વના દસ્તાવેજી કાગળ ઉપર સહી કરવી નહિ.

  • ગ્રહણ વખતે કંઇપણ સિવવાનું કામ કરવું નહીં.

  • આ સમયે ભગવાનનું નામ લેવું જોઇએ અને ઘરનાં મંદિરનાં દરવાજા બંધ રાખવા જોઇએ.

  • આ સમયે સેક્સ ન કરવું જોઇએ.

  • ગ્રહણ મોક્ષના સમય બાદ ઘરના દરેક સભ્યોએ માથું ભીનું કરી પહેરેલા કપડે સ્નાન કરવું જ જોઈએ.

  • માન્યતા એવી પણ છે કે, ગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરવાથી વિશેષ લાભ મળે છે. ગંગાજળનો ઘરનાં દરેક ખૂણામાં છંટકાવ કરવો જોઇએ.

  • ગ્રહણ પછી ગરીબોને દાન દક્ષિણા આપવાથી સારો લાભ થાય છે.

  • ગ્રહણ પછી ગાયને રોટલી ખવડાવવી જોઇએ.

First published: June 20, 2020, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading