જ્યોતિષમાં ગ્રહણનું વિશેષ મહત્વ માનવમાં આવ્યું છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 16 ફેબ્રુઆરીને લાગ્યું હતું. ભારતીય સમય પ્રમાણે આ રાતે 00.25થી 4.17 સુધી રહ્યું હતું. આ ગ્રહણની અવધિ લગભગ 3 કલાક અને 52 મિનિટ હતી. જ્યોતિષમાં ગ્રહણને અશુભ અને હાનિકારક અસરવાળું માનવામાં આવે છે.
સૂર્યગ્રહણમાં સૂર્યનો સંયોગ શુક્ર બુધ અને ચંદ્રથી બની જાય છે. સૂર્ય, મંગળ, શનિ અને ચંદ્રનો પ્રભાવ થવાથી અકસ્માતોની સંભાવનાઓ વધારે હોય છે. જ્યોતિષની ભાષામાં જ્યારે પણ સૂર્ય અને ચંદ્ર રાહુ અને કેતુથી પીડિત હોય છે ત્યારે ત્યારે ગ્રહણની ઘટના થાય છે. સૂર્યગ્રહણ પુરૂ થયાં પછી તરત આ ઉપાયો કરીને ગ્રહણની નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે તો જાણીએ તેના ઉપાયો.
ગ્રહણ પુરૂ થતાં જ સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી નવા કે સાફ કપડા પહેરો. તેના પછી ગોળ, ઘંઉ અને તાંબાના વાસણોનું દાન કરો.