Home /News /dharm-bhakti /Surya Grahan: રાહુ-કેતુની શત્રુતાનું પરિણામ છે દર વર્ષે થનારું સૂર્ય અને ચંદ્રગ્રહણ! જાણો તેની પાછળની કથા
Surya Grahan: રાહુ-કેતુની શત્રુતાનું પરિણામ છે દર વર્ષે થનારું સૂર્ય અને ચંદ્રગ્રહણ! જાણો તેની પાછળની કથા
સૂર્યગ્રહણ સાથે કેટલીક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે.
Surya Grahan 2022: વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સૂર્યગ્રહણને એક ખગોળીય ઘટના માનવામાં આવે છે, પરંતુ તેની સાથે કેટલીક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. આવો જાણીએ દર વર્ષે સૂર્ય પર ગ્રહણનું સંકટ શા માટે આવે છે અને તેની પાછળની કથા શું છે.
Surya Grahan Religious Story: આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ (Surya Grahan) 30 એપ્રિલ, શનિવારના રોજ થશે. વિશ્વની ઊર્જાનો કારક ગણાતા સૂર્ય પર દર વર્ષે લાગતા ગ્રહણને વૈજ્ઞાનિક રીતે ખગોળીય ઘટના માનવામાં આવે છે, પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં તેની સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક કથાઓ અને માન્યતાઓ પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહણનો પ્રભાવ તમામ રાશિના લોકો પર પડે છે. એવું માનવામાં આવે છે કે દર વર્ષે જ્યારે સૂર્ય પર ગ્રહણનું સંકટ આવે છે ત્યારે આ સમયે મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. તો બીજી બાજુ, ગ્રહણ દરમિયાન ઘણી સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ કે દર વર્ષે થનારા સૂર્ય ગ્રહણ પાછળની કથા શું છે.
સૂર્ય ગ્રહણની કથા
પૌરાણિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે વિવાદ થયો ત્યારે ભગવાન વિષ્ણુએ તેના સમાધાન માટે મોહિની એકાદશીના દિવસે મોહિની રૂપ ધારણ કર્યું. આ પછી તેમણે દેવતાઓ અને દાનવોને અલગ-અલગ પંક્તિમાં ઊભા રહેવા કહ્યું, પરંતુ અસુરોએ છેતરપિંડી કરીને દેવતાઓની પંક્તિમાં ઊભા રહીને અમૃત પાન કરી લીધું.
દેવતાઓમાંથી ચંદ્ર અને સૂર્ય દેવએ રાહુને આ છળ કરતા જોયા, તો આ વાત તેમણે ભગવાન વિષ્ણુને કરી. આ પછી ભગવાને સુદર્શન ચક્રથી રાહુનું માથું કાપીને ધડથી અલગ કરી દીધું. પરંતુ રાહુનું મૃત્યુ ન થઈ શક્યું કારણ કે તેણે પહેલા જ અમૃત પી લીધું હતું. આ ઘટના પછી ધડથી અલગ થયેલું માથું રાહુ અને બાકીનું શરીર કેતુ તરીકે ઓળખાય છે.
ત્યાર બાદ સૂર્ય અને ચંદ્ર દેવએ ભગવાન વિષ્ણુને કરેલી રાહુની ફરિયાદને કારણે રાહુ-કેતુ સૂર્ય અને ચંદ્રને તેમના દુશ્મન સમજી બેઠા. આ જ કારણ છે કે દર વર્ષે રાહુ-કેતુ સૂર્ય દેવ પર અમાસના દિવસે અને ચંદ્ર દેવ પર પૂર્ણિમાના દિવસે ગ્રહણ લગાવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર