Home /News /dharm-bhakti /Surya Grahan 2022: શનિ અમાવસ્યા પર લાગી રહ્યું છે સૂર્યગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે?

Surya Grahan 2022: શનિ અમાવસ્યા પર લાગી રહ્યું છે સૂર્યગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવો પ્રભાવ પડશે?

વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ, શનિવારે થઈ રહ્યું છે.

Surya Grahan Effects: આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ (Surya Grahan) 30મી એપ્રિલે છે. આ દિવસે શનિ અમાવસ્યા છે. સૂર્યગ્રહણનો તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડશે. જાણો આ ગ્રહણની તમારા જીવન પર શું અસર થશે.

    Surya Grahan 2022: આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ (Surya Grahan) 30 એપ્રિલના શનિ અમાવસ્યાના દિવસે થઈ રહ્યું છે. આપણે ત્યાં આંશિક સૂર્ય ગ્રહણ થશે, જેના કારણે સુતક કાળ નહીં હોય. જો કે, સૂર્યગ્રહણની અસર તમારી રાશિ પર પડશે. આ સૂર્ય ગ્રહણ કોઈ રાશિના વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, તો કોઈ રાશિના વ્યક્તિ માટે નવા પડકારો લઈને પણ આવી શકે છે. શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો. મૃત્યુંજય તિવારી પાસેથી જાણીએ આ સૂર્યગ્રહણની રાશિઓ પર શું અસર થઈ શકે છે.

    સૂર્યગ્રહણ 2022નો રાશિઓ પર પ્રભાવ

    મેષઃ આ સૂર્ય ગ્રહણ મેષ રાશિમાં જ થઈ રહ્યું છે, તેથી તમારી રાશિના લોકોએ થોડી સાવધાની રાખવી પડશે. અપયશ, વાદ-વિવાદ, કષ્ટ અથવા કારકિર્દીમાં કેટલાક પડકારો આવી શકે છે.

    વૃષભઃ આ રાશિના લોકોએ માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પારિવારિક વિવાદોમાં તમારે સંયમથી કામ લેવું પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપે.

    આ પણ વાંચો: અક્ષય તૃતીયા 2022 પર કરો આ વસ્તુઓનું દાન, ભાગ્ય ચમકી ઉઠશે!

    મિથુન: સૂર્યગ્રહણને કારણે તમારી આવક પર નકારાત્મક અસર પડી શકે છે. ખોટા ખર્ચને કારણે નાણાકીય પરિસ્થિતિ પરેશાન કરી શકે છે. કામમાં અડચણો આવી શકે છે.

    કર્કઃ સૂર્યગ્રહણના દુષ્પ્રભાવને કારણે આ રાશિના જાતકોને થોડી શારીરિક પીડા થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

    સિંહઃ સિંહ રાશિના લોકોએ વાહન સાવધાનીથી ચલાવવું પડશે. સમજદારીપૂર્વક રોકાણ કરો. આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

    કન્યા: સૂર્ય ગ્રહણ તમારી આર્થિક બાજુને અસર કરી શકે છે. અચાનક આવેલો ખર્ચો તમારા બજેટને બગાડી શકે છે. વાદ-વિવાદથી બચો.

    તુલાઃ તમારી રાશિના લોકો માટે સૂર્ય ગ્રહણ શુભ ફળ આપી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમને તમારા કાર્યમાં સફળતા મળશે. વિરોધીઓનો પરાજય થશે.

    આ પણ વાંચો: આર્થિક લાભ અને સુખ- સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે અપનાવો આ ઉપાયો, ચોક્કસથી થશે લાભ

    વૃશ્ચિકઃ આ રાશિના લોકોની જોબ ચેન્જ થઈ શકે છે. તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તણાવથી બચવા માટે ધ્યાન અથવા યોગ કરો.

    ધનુ: આ રાશિના લોકોને ભાગ્યનો સાથ નહીં મળે. સફળતા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. તમે નિષ્ફળતાથી નિરાશ થઈ શકો છો, પરંતુ હાર માનશો નહીં. તણાવથી બચો.

    મકર: સૂર્ય ગ્રહણના દુષ્પ્રભાવને કારણે આર્થિક બાજુ નબળી રહી શકે છે. અકસ્માત થવાની સંભાવના છે, વાહન સાવધાનીથી ચલાવો. જમીન મિલકત સંબંધિત વિવાદ થઈ શકે છે. ધીરજથી કામ લેવું.

    કુંભ: આ રાશિના જે જાતકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેમને નુકસાન થવાની સંભાવના છે. બિઝનેસમાં થયેલા નુકસાનમાંથી બહાર આવવા માટે નવી યોજના બનાવવી પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

    મીનઃ આ રાશિના જાતકોને નવી નોકરી મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે, તો આત્મવિશ્વાસ વધશે. વિરોધીઓ પર વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળતા મળશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharm Bhakti, Horoscope in gujarati, Surya Grahan 2022, Zodiac signs, ધર્મભક્તિ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन