Home /News /dharm-bhakti /Surya Grahan 2022: શનિ અમાસના દિવસે થશે પ્રથમ સૂર્ય ગ્રહણ, આ 9 વાતોનું રાખો વિશેષ ધ્યાન

Surya Grahan 2022: શનિ અમાસના દિવસે થશે પ્રથમ સૂર્ય ગ્રહણ, આ 9 વાતોનું રાખો વિશેષ ધ્યાન

વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ શનિવારે થઈ રહ્યું છે. (Image credit: Pixabay)

Shani Amavasya and Surya Grahan 2022: આ વર્ષે શનિ અમાસના દિવસે 2022નું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આપણા દેશમાં તે આંશિક સૂર્ય ગ્રહણ હોવાથી સૂતક કાળ નહીં હોય, પરંતુ આ સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.

  Shani Amavasya and Surya Grahan 2022: વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ શનિવારે થઈ રહ્યું છે. આ દિવસે શનિ અમાવસ્યા (Shani Amaas) પણ છે. આપણા દેશ (India)માં તે એક આંશિક સૂર્ય ગ્રહણ હશે. 30 એપ્રિલે સૂર્ય ગ્રહણ મોડી રાત્રે 12 વાગ્યે ને 15 મિનિટ પર શરૂ થશે, જે બીજા દિવસે સવારે 04 વાગ્યે ને 07 મિનિટ સુધી રહેશે. તે ભારતમાં દેખાશે નહીં, પરંતુ એન્ટાર્કટિકા, દક્ષિણ અને પશ્ચિમ અમેરિકા, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિકમાં જોવા મળશે. આપણે ત્યાં આંશિક સૂર્ય ગ્રહણ છે, તેથી સૂતક કાળ નહીં હોય. જો કે, સૂર્ય ગ્રહણના સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આવો જાણીએ કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ પાસેથી કે સૂર્યગ્રહણ દરમિયાન કઈ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

  સૂર્ય ગ્રહણ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  1. સૂર્ય ગ્રહણ અંગે ધાર્મિક માન્યતા છે કે આ સમય દરમિયાન દેવતાઓ પર સંકટ આવ્યું હોય છે, આ કારણે કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી.

  2. સૂર્ય ગ્રહણના સમયમાં તુલસી, શમીના છોડ અથવા દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાની મનાઈ હોય છે.

  આ પણ વાંચો: ગ્રહોના રાજકુમાર બુધ વૃષભ રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિના લોકોનો થશે ભાગ્યોદય

  3. સૂતક કાળમાં ભોજન કરવું, રસોઈ કરવી, સૂવું, શાકભાજી કાપવા જેવા કામ વર્જિત છે.

  4. સૂર્ય ગ્રહણ દરમિયાન, સગર્ભા સ્ત્રીઓએ કપડાંની સિલાઈ, તીક્ષ્ણ અથવા ધારદાર વસ્તુઓનો ઉપયોગ, સ્નાન વગેરે ટાળવું જોઈએ. ધાર્મિક માન્યતા છે કે આવું કરવાથી તેના બાળકને નુકસાન થવાની સંભાવના રહે છે.

  5. સૂર્ય ગ્રહણ સમયે મંદિરોના કપાટ બંધ કરી દેવા જોઈએ. તમારે ઘર પર ઇષ્ટદેવનું ધ્યાન કરીને ભક્તિ-ભજન કરવું જોઈએ.

  6. સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ અને પૂજા ઘરની સફાઈ કરવી જોઈએ.

  આ પણ વાંચો: વૈશાખ 2022: આ માસમાં છે લગ્નના 15 મુહૂર્ત, જાણો ગૃહ પ્રવેશ, મુંડન, જનોઈના શુભ સમય

  7. સૂર્ય ગ્રહણના દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ. સૂર્યગ્રહણ સમયે જે વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા તે સ્નાન કર્યા પછી ન પહેરો.

  8. સૂર્ય ગ્રહણના સમાપન પછી સ્નાન કર્યા બાદ અન્ન દાન કરવાની પણ પરંપરા છે.

  9. સૂર્ય ગ્રહણ બાદ ભોજનમાં ગંગાજળ અને તુલસીના પાન નાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ભોજન શુદ્ધ થઈ જાય છે.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: Amavasya 2022, Dharm Bhakti, Solar eclipse, Solar Eclipse 2022, Surya Grahan 2022, ધર્મભક્તિ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन