એવી માન્યતા છે કે, જ્યારે પણ સૂર્ય ગ્રહણ થાય છે ત્યારે તેની અસર આખા વિશ્વ પર પડે છે.
Surya Grahan 2022: સૂર્ય ગ્રહણમાં ચંદ્રમા (Moon) સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી નાખે છે અને આ દરમિયાન સૂર્યના કિરણો ધરતી સુધી નથી પહોંચતા. એવી માન્યતા છે કે, જ્યારે પણ સૂર્ય ગ્રહણ થાય છે ત્યારે તેની અસર આખા વિશ્વ પર પડે છે.
Surya Grahan 2022: સૂર્ય અને ચંદ્રગ્રહણ વર્ષમાં ઘણી વખત થાય છે. સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ એ ખગોળીય ઘટનાઓ છે. વર્ષ 2022નું પહેલું સૂર્ય ગ્રહણ એપ્રિલ મહિનામાં થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. સૂર્ય ગ્રહણમાં ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે. આ સમય દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચતા નથી.
એવું માનવામાં આવે છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની અસર આખી દુનિયા પર પડે છે, પરંતુ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આંશિક છે. ચાલો જાણીએ કે આ સૂર્યગ્રહણની અસર ક્યાં રહેશે, કઈ રાશિ પર રહેશે અને આ સૂર્યગ્રહણ કેટલો સમય રહેશે.
સૂર્ય ગ્રહણ 2022 ક્યાં-ક્યાં જોવા મળશે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 એપ્રિલ 2022ના રોજ પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે. વૃષભ રાશિમાં થનારા આ સૂર્યગ્રહણની અસર આંશિક રહેશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અને પશ્ચિમ દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિકા અને એન્ટાર્કટિકા મહાસાગર જેવા વિસ્તારોમાં દેખાશે. પ્રથમ સૂર્યગ્રહણ આંશિક હોવાથી ભારત પર તેની અસર નહીં થાય. આ કારણોસર સૂતકના નિયમોનું પાલન કરવું પડશે નહીં. કારણ કે જ્યારે પૂર્ણ ગ્રહણ હોય છે, ત્યારે સૂતકના નિયમોનું પાલન કરવામાં આવે છે.
ભારતીય સમય અનુસાર 30 એપ્રિલ, 2022ના શનિવારે થનારું પ્રથમ સૂર્ય ગ્રહણ રાત્રે 12:15 વાગ્યે શરૂ થશે અને સવારે 4:07 વાગ્યે સમાપ્ત થશે.
સુતકની સ્થિતિ કેવી રીતે સર્જાય છે?
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહણ આંશિક હોય ત્યારે સુતક કાલના નિયમોનું પાલન કરવું ફરજિયાત નથી, પરંતુ જો ગ્રહણ પૂર્ણ લાગેલું હોય તો સૂતક અસરકારક માનવામાં આવે છે. આમાં ઘણા નિયમો છે જેનું પાલન કરવું ફરજિયાત છે.
વર્ષ 2022નું બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર મંગળવારના રોજ થશે. તેનો સમય સાંજે 4:29:10થી શરૂ થઈને 5:42:01 પર સમાપ્ત થશે. આ ગ્રહણ આફ્રિકા ખંડના પૂર્વોત્તર ભાગ, યુરોપ, એશિયાના દક્ષિણ પશ્ચિમ ભાગ અને એટલાન્ટિકમાં જોવા મળશે. તેમજ આ સૂર્યગ્રહણ ભારતના કેટલાક સ્થળોએ જોઈ શકાશે. તેથી આ સૂર્યગ્રહણની ધાર્મિક અસર અને સુતક ભારતમાં માન્ય રહેશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર