Home /News /dharm-bhakti /

Surya Grahan 2021: વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, રાહુ-કેતુનો કુપ્રભાવ દૂર કરવાં આ મંત્રનો કરો જાપ

Surya Grahan 2021: વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, રાહુ-કેતુનો કુપ્રભાવ દૂર કરવાં આ મંત્રનો કરો જાપ

Surya Grahan 2021

Surya Grahan 2021: કાલે એટલે કે 4 ડિસેમ્બર 2021નાં શનિવારે લાગશે. આ અંતિમ સૂર્ય ગ્રહણ છે. આમ તો ગ્રહણ લાગવું એક ખગોળીય ઘટના છે. પણ ધાર્મિક દ્રષ્ટિ અને જ્યોતિષમાં તેને શુભ માનવામાં આવતું નથી. ચાલો જાણીએ રાહુ-કેતુનાં કુપ્રભાવથી બચવાનો મંત્ર

વધુ જુઓ ...
    Surya Grahan 2021: આવતીકાલે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ લાગવા જઇ રહ્યું છે. કાલે સૂર્ય ગ્રહણની સાથે શનિ અમાવસ્યા પણ છે. કાલે 04 ડિસેમ્બર 2021નાં શનિવારે લાગવાનું સૂર્ય ગ્રહણ અંતિમ ગ્રહણ છે. આમ તો ગ્રહણ લાગવું એક ખગોળીય ઘટના છે. પણ ધાર્મિક દ્રષ્ટિ અને જ્યોતિષમાં તેને શુભ માનવામાં આવતું નથી. ચાલો જાણીએ રાહુ-કેતુનાં કુપ્રભાવથી બચવાનો મંત્ર જાણી લો. જ્યોતિષવિદનાં અનુસાર રાહુ-કેતુની ખરાબ દ્રષ્ટિને કારણે બનતા કામ પણ બગડી જાય છે. કાલે લાગનારું સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાય પણ સૂર્ય ગ્રહણ દરમિયાન રાહુ-કેતુનાં કુપ્રભાવથી બચવા માટેનાં જાપ કરીએ તો ફાયદો અવશ્ય થશે.

    આ પણ વાંચો-Chanakya Niti: આ 7 લોકો ક્યારેય નહીં સમજે તમારું દુઃખ, જાણો ચાણક્યની ખાસ વાતો



    જાણી લો આ મંત્ર

    विधुन्तुद नमस्तुभ्यं सिंहिकानन्दनाच्युत
    दानेनानेन नागस्य रक्ष मां वेधजाद्भयात्॥

    આ મંત્રનાં જાપથી તમામ ખરાબ શક્તિઓ નષ્ટ થાય છે. જ્યોતિષો અનુસાર, ગ્રહણ દરમિયાન આ મંત્રનો જાપ કરવાથી રાહુ-કેતુનો દુષ્પ્રભાવ પડતો નથી.

    ॐ ह्लीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय
    जिह्ववां कीलय बुद्धि विनाशय ह्लीं ओम् स्वाहा।।

    આ પણ વાંચો-Surya Grahan 2021: જાણો ગ્રહણના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ

    આ મંત્ર નકારાત્મક શક્તિઓ દૂર કરે છે. સાથે જ આપને શત્રુઓથી મુક્તિ અપાવે છે. જો આપ આપનાં દુશ્મન પર વિજય મેળવવાં ઇચ્છો છો તો સૂર્ય ગ્રહણ દરમિયાન ઉપરોક્ત મંત્રની એક માળા અવશ્ય કરો.

    ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये
    प्रसीद-प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम:।

    ગ્રહણ દરમિયાન આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. ગ્રહણ દરમિયાન તમામ મંત્રનાં જાપથી પુણ્ય ફળ મળશે.

    આ પણ વાંચો-Zodiac Signs: આ રાશિનો લોકો હોય છે ખોટું બોલવામાં માહિર, જાણો કઈ છે આ રાશિઓ

    तमोमय महाभीम सोमसूर्यविमर्दन।
    हेमताराप्रदानेन मम शान्तिप्रदो भव॥

    રાહુ-કેતુનાં આહ્વાન અને તેમનાંથી શાંતિ પ્રદાન કરવાની કામના માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, રાહુ-કેતુની ખરાબ દ્રષ્ટિ વ્યક્તિઓનાં જીવનમાં અસ્થિરતા લાવે છે. સૂર્ય ગ્રહણ દરમિયાન મંત્રોચાર કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Solar Eclipse 2021, Surya Grahan 2021

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन