Home /News /dharm-bhakti /Surya Grahan 2021: 04 ડિસેમ્બરે થશે સૂર્ય ગ્રહણ, જાણો સમય, સૂતક કાળ અને ગ્રહણ બાદ શું કરવું
Surya Grahan 2021: 04 ડિસેમ્બરે થશે સૂર્ય ગ્રહણ, જાણો સમય, સૂતક કાળ અને ગ્રહણ બાદ શું કરવું
વર્ષ 2021નું અંતિમ અને છેલ્લુ સૂર્યગ્રહણ (Solar Eclipse) 4 ડિસેમ્બર 2021ના દિવસે થશે. તસવીર- shutterstock.com
Surya Grahan 2021: વર્ષ 2021નું અંતિમ અને છેલ્લુ સૂર્યગ્રહણ (Solar Eclipse) 4 ડિસેમ્બર 2021ના દિવસે થશે. પંચાગ અનુસાર, આ દિવસે માર્ગશીર્ષ માસ અને કૃષ્ણ પક્ષની અમાસની તિથી છે. આ દિવસે શનેશ્વરી અમાસ (Shani Amavasya)છે. 4 ડિસેમ્બરે થનારુ સૂર્ય ગ્રહણ 4 કલાક સુધી રહેશે.
Surya Grahan 2021: વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ (Solar Eclipse) 04 ડિસેમ્બરે થવાનું છે. પંચાંગ અનુસાર આ દિવસ માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસનો દિવસ છે. આ દિવસે શનેશ્વરી અમાસ (Shani Amavasya) છે. 4 ડિસેમ્બરે સૂર્યગ્રહણ લગભગ 4 કલાકનું હશે. તે ભારત સહિત દક્ષિણ એશિયામાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા અને દક્ષિણ આફ્રિકામાં જોઈ શકાશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણ પહેલા એક સૂતક કાલ (Sutak Kaal) હોય છે, જેમાં ઘણા કાર્યો કરવાની મનાઈ હોય છે. ચાલો જાણીએ સૂર્યગ્રહણ સમયે, સુતક કાળ અને ગ્રહણ પછી શું કરવું જોઈએ.
સૂર્યગ્રહણ 2021નો સમય
માર્ગશીર્ષ અમાસના દિવસે થનારા સર્યગ્રહણના દિવસે 10 વાગ્યાને 59 મિનિટે પ્રારંભ થશે. જે લગભગ ચાર કલાક સુધી રહેશે અને બપોરે 03 વાગ્યાને 7 મીનિટ પર પૂર્ણ થશે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સુતકના આ સમયગાળાને સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણનો સમય પણ કહેવામાં આવે છે, જેમાં ઘણા કાર્યો કરવાની મનાઈ છે. મંદિરોના દરવાજા બંધ રાખવાના હોય છે. સુતકનો સમયગાળો સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે. સૂર્યગ્રહણ સમાપ્ત ન થાય ત્યાં સુધી કાર્યો કરવા અનિવાર્ય છે. સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણના સમયના 09 કલાક પહેલા શરૂ થાય છે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સુતક કાળ માન્ય રહેશે નહીં.
1. સૂર્યગ્રહણ બાદ ગંગાજળ નાખેલા પાણીથી સ્નાન કરવું જોઈએ. 2. પૂજા કરતા હોય તે સ્થળ (સ્થાન)ની સફાઈ કરવી જોઈએ. અને ત્યારબાદ ભગવાનના દર્શન અથવા પૂજા કરવી જોઈએ. 3. પૂજા પાઠ કર્યા બગ અન્ન અને જરૂરી ચીજ વસ્તુઓનું ગરીબને દાન કરવું જોઈએ, 4.ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ, નકારાત્મકતાને દૂર કરવા માટે મીઠુ નાખેલા પાણીથી ઘરમાં પોતુ કરવું જઈએ. 5.ગ્રહણ બાદ તાજુ ભોજન બનાવીને જ જમવું જોઈએ, ગ્રહણ દરમિયાન કે પહેલા બનેલા ભોજનનો ત્યાગ કરવો જોઈએ.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર