Sun Transit January 2023 and Makar sankranti 2023 Date:જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, તે દિવસને સંક્રાંતિ કહેવામાં આવે છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશો. તેવામાં આ દિવસે મકર સંક્રાંતિનો પર્વ ઉજવવામાં આવે છે.
ગ્રહોના રાજા સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં પ્રવેશ કરે છે. ખાસ વાત એ છે કે આ વર્ષે મકર સંક્રાંતિ પર શનિ પણ પોતાની રાશિ મકરમાં બિરાજમાન રહેશે. તેવામાં શનિ તથા સૂર્યની મકર રાશિમાં યુતિ બનશે. જાણીએ સૂર્ય રાશિ પરિવર્તનથી કઇ રાશિઓના શરૂ થશે 'અચ્છે દિન'...
વૃષભ રાશિના જાતકો માટે જાન્યુઆરી 2023માં થનારુ સૂર્ય રાશિ પરિવર્તન કરિયર અથવા વેપાર માટે અનુકૂળ રહેશે. જે વસ્તુની જરૂર હશે, તે ઉપલબ્ધ થશે. ભાગ્યનો સાથ મળશે. વેપારીઓને નફો થશે. કાર્યસ્થળ પર પ્રશંસા મળી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ગોચર શુભ રહેશે. આ દરમિયાન તમને કરિયરમાં લાભ મળશે. રિસર્ચ સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. આર્થિક સ્થિતિમાં ઉન્નતિ સંભવ છે.
કર્ક રાશિના જાતકો માટે સૂર્ય ગોચરનો સમય અદ્ભૂત રહેવાનો છે. આ સમયમાં તમને પાર્ટનરશિપના કામમાં લાભ મળશે. જીવનસાથીનો સાથ રહેશે. યાત્રાના યોગ બની રહ્યાં છે. અપરણિતો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. કરિયરની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ રહેવાનો છે.
મકર રાશિ
સૂર્ય રાશિ પરિવર્તનથી મકર રાશિના જાતકોને લાભ મળશે. આ રાશિમાં સૂર્યના પ્રવેશ કરતા પહેવા જ શનિદેવ બિરાજમાન છે. શનિ તથા સૂર્યની યુતિ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લઇને આવશે. શારીરિક સમસ્યાઓથી છૂટકારો મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. નોકરિયાત લોકોને નવી નોકરીની ઓફર આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર