Home /News /dharm-bhakti /

Surya Gochar: આજે મિથુન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, આ 8 રાશિઓની મુશ્કેલીઓ વધારશે

Surya Gochar: આજે મિથુન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, આ 8 રાશિઓની મુશ્કેલીઓ વધારશે

સૂર્યનું મિથુન રાશિમાં ગોચર

સૂર્યનું મિથુન રાશિમાં ગોચર 15 જૂન, 2022ના રોજ બુધવારે બપોરે 11.58 મિનિટે થશે. આ રાશિમાં સૂર્ય દેવ 16 જુલાઇ, 2022 સુધી રહેશે.

આજે 15 જૂન 2022ના રોજ સૂર્ય મિથુન રાશિમાં ગોચર (Surya Gochar in Gemini) કરી રહ્યા છે. 16મી જુલાઈ 2022 સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. મિથુન રાશિમાં સૂર્યનું ગોચર થવાથી તેની અસર તમામ રાશિઓ (Effects on Zodiac Signs) પર જોવા મળશે.

આ સમયે કરશે ગોચર

સૂર્યનું મિથુન રાશિમાં ગોચર 15 જૂન, 2022ના રોજ બુધવારે બપોરે 11.58 મિનિટે થશે. આ રાશિમાં સૂર્ય દેવ 16 જુલાઇ, 2022 સુધી રહેશે. ત્યાર બાદ તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે.

કઇ રાશિઓ પર પડશે ગોચરનો પ્રભાવ?

મેષ

આ દરમિયાન ઘર-પરીવારમાં તમારા પિતા સાથે મતભેદ થઇ શકે છે અથવા તમારા પિતાની તબિયત લથડી શકે છે. ભાઇ-બહેનોનો સહયોગ ઓછો મળશે. કાર્યસ્થળ પર તમારે વધુ સતર્ક રહેવાની જરૂર છે.

વૃષભ

ઘર-પરીવારમાં થોડા કલેશની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. પારિવારીક પ્રોપર્ટી કે સંપત્તિને લઇને ઘરમાં વાદ-વિવાદ થઇ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. કોઇ પણ મોટો નિર્ણય લેવાથી બચજો.

મિથુન

સૂર્યના ગોચરથી તમારા સ્વભાવમાં આક્રમકતા આવશે. પ્રેમ સંબંધોમાં પણ આ દરમિયાન વિવાદ પેદા થઇ શકે છે. એવામાં પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો.

કર્ક

સૂર્યનું આ ગોચર તમારા માટે શુભ સાબિત થશે. આ દરમિયાન વિદેશ યાત્રા કરવાના યોગ બની શકે છે. આ દરમિયાન તમે તમારા શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ રહેશો. કોર્ટના મામલાઓ તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. તમારા સ્વાસ્થ્ય માટે વધુ સતર્ક રહેશો.

સિંહ

આ સમયગાળા દરમિયાન તમને ઘણા ફાયદા થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. માન-સન્માન વધશે. પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે.

કન્યા

સૂર્યનું સંક્રમણ તમારા માટે શુભ રહેશે. આ સમયે કારકિર્દીમાં તમારી પ્રગતિની પ્રબળ તકો છે. નોકરિયાત લોકો કાર્યસ્થળે સારું પ્રદર્શન કરશે, જેથી તમને પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા

આ ગોચરનો સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે. આ દરમિયાન તમને તમારા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. કામ સંબંધિત લાંબી મુસાફરી પર જવાનું થઇ શકે છે. આ યાત્રાથી તમને ફાયદો મળી શકે છે.

વૃશ્વિક

આ દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આ ગોચર તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઇ શકે છે. આર્થિક નુકસાન થઇ શકે છે. ધનની લેવડદેવડ કરતી સમયે ખાસ ધ્યાન રાખો. વિવાદમાં આવવાથી બચશો.

ધન

મિથુન રાશિમાં સૂર્યના ગોચરને કારણે ધનુ રાશિના લોકોના દાંપત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. વાદ-વિવાદ ટાળવો. જે લોકો વેપાર કરે છે, તેઓ ગેરસમજથી દૂર રહેજો પછી પરિસ્થિતિ સારી રહેશે.

આ પણ વાંચો: બુધવારના દિવસે કરો આ મંત્રોનો જાપ, ખૂલી જશે કિસ્મતના તાળા

મકર

આ ગોચર દરમિયાન તમારે દરેક કાર્યને પૂર્ણ કરવામાં વધુ મહેનત કરવી પડશે. તમારે તમારા વિરોધીઓ પ્રત્યે પણ વધુ સાવચેત રહેવાની જરૂર પડશે. કોઇ પણ પ્રકારના નકારાત્મક વિચારોને તમારા પર પ્રભાવી થવા દેશો નહીં.

આ પણ વાંચો: હાથમાંથી આ પાંચ વસ્તુઓ પડી જાય તો થઇ શકે છે અપશુકન

કુંભ

બાળકો તરફથી તમને પરેશાની થઇ શકે છે, જેથી માનસિક તણાવ થઇ શકે છે. પ્રેમ સંબંધોમાં આ દરમિયાન વિવાદો અને તકરાર આવી શકે છે. જીવસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશો.

મીન

ઘરમાં વાદ-વિવાદો થઇ શકે છે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. નોકરી કરતા લોકોને સહ-કર્મીઓ સાથે સમસ્યાઓ આવી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Astrolgoy, Rashi bhavishya

આગામી સમાચાર