Home /News /dharm-bhakti /SURYA GOCHAR 2023: આવકમાં વધારો, રોકાણ કરશો તો થશે લાભ, સૂર્યનાં મહાગોચરથી આ લોકોની કિસ્મત બદલાશે
SURYA GOCHAR 2023: આવકમાં વધારો, રોકાણ કરશો તો થશે લાભ, સૂર્યનાં મહાગોચરથી આ લોકોની કિસ્મત બદલાશે
surya gochar 2023
MEENA SANKRANTI: જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. જ્યોતિષ હિન્દુ પંચાંગ મુજબ 15 માર્ચ, 2023 બુધવારના રોજ સૂર્ય મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે તે મીના સંક્રાંતિ તરીકે ઓળખાશે.
Sun Transit 2023 Effects: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમયે સમયે અન્ય રાશિમાં ગોચર કરે છે. તેની અસર તમામ 12 રાશિઓના જીવન પર થતી જોવા મળે છે. સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. જ્યોતિષ હિન્દુ પંચાંગ મુજબ આ મહિનામાં 15 માર્ચ, 2023 બુધવારના રોજ સૂર્ય મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે તે મીના સંક્રાંતિ અથવા મીના સંક્રાંતિ 2023 તરીકે ઓળખાશે. સૂર્યના આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. ત્યારે જોઈએ કઈ રાશિઓ પર તેની સૌથી વધુ અસર જોવા મળશે.
કર્ક
મીન સંક્રાંતિની શુભ અસર કર્ક રાશિના લોકો પર પડશે. આ સમય દરમિયાન જાતકોના અટવાયેલા કામ પૂરા થશે સાથે જ જે વિદ્યારેથીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમને પણ તક મળી શકે છે. આ સમય ભાગ્યની દ્રષ્ટિએ સારો છે સાથે જ કાર્ય અથવા વ્યવસાય સંબંધિત પ્રવાસ પર જવાની તક મળશે. જેનો લાભ ભવિષ્યમાં ચોક્કસપણે મળશે. અટવાયેલા કામ આ સમયગાળામાં પૂરા થશે.
વૃષભ
વૃષભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તેમની આવકમાં પણ વધારો થશે. સાથે જ આ દરમ્યાન કરવામાં આવેલુ રોકાણ ભવિષ્યમાં નફો અપાવી શકે છે. શેરબજારમાં રોકાણ કરવાથી સંપત્તિમાં વધારો થશે. સૂર્યની કૃપાથી રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે આ સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
મિથુન રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન નોકરી શોધી રહેલા લોકોને નવી તકો મળી શકે છે. બીજી બાજુ નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભ મળી શકે છે. આ સાથે જ પ્રમોશન અને ધનમાં વૃદ્ધિની શક્યતાઓ પણ છે.
વૃશ્ચિક
સૂર્ય ગોચર તમારા વ્યવસાયિક જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે. જો કે આ પરિવર્તનના પરિણામો સકારાત્મક હશે કે નકારાત્મક તે મોટે ભાગે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તેના પર આધાર રાખે છે. મીન રાશિમાં સૂર્યનું આ ગોચર કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાનાંતરણનો સંકેત આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર