Home /News /dharm-bhakti /સૂર્યનું ગોચર આ રાશિઓ માટે રહેશે અત્યંત શુભ, સંપત્તિ ખરીદવાના બની રહ્યાં છે પ્રબળ યોગ
સૂર્યનું ગોચર આ રાશિઓ માટે રહેશે અત્યંત શુભ, સંપત્તિ ખરીદવાના બની રહ્યાં છે પ્રબળ યોગ
સૂર્યનું ગોચર આ રાશિઓને ફળશે
Sun Transit Positive Effects: સોમવાર 17 ઓક્ટોબરે સૂર્ય આશરે એક મહિના સુધી તુલા રાશિમાં બિરાજમાન થઇ ગયા છે. ચાલો જાણીએ કે સૂર્યના ગોચરથી કઇ રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડશે.
Effect on zodiac signs of Surya Gochar in Libra: ગ્રહોના દેવતા સૂર્ય 17 ઓક્ટોબર સોમવારે તુલા રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય નબળી અવસ્થામાં રહેશે. સૂર્ય તુલા રાશિમાં આશરે એક મહિના સુધી રહેશે. સાથે જ ઘણી રાશિઓને દુર્બળ અવસ્થામાં પણ લાભ અને ઉન્નતિ આપશે.
આગામી એક મહિના સુધી 5 રાશિઓના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આ ઉપરાંત આ રાશિના લોકોને આ દરમિયાન ઘણા શુભ અવસર પણ મળી શકે છે. ચાલો જાણીએ સૂર્યના ગોચરથી કઇ રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડશે.
વૃષભ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર અનુકૂળ રહેશે. આ ઉપરાંત આ દરમિયાન તમે કામમાં ઘણો જોશ અને ઉર્જા અનુભવશો. નોકરિયાત વર્ગ માટે આ સમય ઘણો સારો રહેશે. જો તમે લાંબા સમયથી પદોન્નતિ અથવા બદલાવની આશા રાખી રહ્યાં છો તો આ સમય તમને વિશેષ પરિણામ આપશે. આ દરમિયાન તમને પ્રમોશન મળી શકે છે. સાથે જ પ્રોફેશનલ્સને પણ પોતાનો બિઝનેસ વધારવાનો મોકો મળશે. આ ઉપરાંત જે લોકો કોઇ વિશેષ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તે સારુ પ્રદર્શન કરશે.
સિંહ રાશિ પર સૂર્યનો શુભ પ્રભાવ
સૂર્યનું આ ગોચર સિંહ રાશિના જાતકોના કરિયર માટે શુભ અવસર લાવશે. વ્યાવસાયિક દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે આ ગોચર કરિયર માટે ખૂબ જ અનુકૂળ રહેશે. ઓફિસમાં તમારો સાહસિક સ્વભાવ તમને દરેક કાર્ય પૂરુ કરવામાં મદદ કરશે. આ દરમિયાન તમારા સહકર્મી અને ઓફિસ પર તમારા સિનિયર તમારાથી ખૂબ જ ખુશ થશે. સાથે જ પરિવારમાં શાંતિનો માહોલ રહેશે. તમારી લવ લાઇફ પણ આ દરમિયાન ઘણી સારી રહેશે.
સૂર્યનું તુલા રાશિમાં ગોચર ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં ઉન્નતિ લાવશે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે મહેનત અને કામ પુરુ કરવામાં સફળ રહેશો. આ વખતે તમારી સામે શત્રુ ટકી નહીં શકે. આ સમયગાળામાં તમને કાર્યક્ષેત્રમાં ઉંચુ પદ મળશે. આ ઉપરાંત આ દરમિયાન તમે લોકો વચ્ચે સામાજિક રૂપે પણ લોકપ્રિય થઇ શકશો. સાથે જ આ સમયે તમને કોઇ ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પણ આ સમયે સારી રહેશે.
મકર રાશિ પર સૂર્યનો શુભ પ્રભાવ
સૂર્યના તુલા રાશિમાં ગોચરથી મકર રાશિના જાતકોને તેના કાર્યક્ષેત્રમાં આવનારી સમસ્યાઓનું સમાધાન મળશે. તમારા સહકર્મી પણ આ દરમિયાન તમારા પ્રદર્શનથી પ્રભાવિત થશે. કૌટુંબિક દ્રષ્ટિએ આ સમય પિતા સાથેના સંબંધો સુધરશે. આ રાશિના ઘણા લોકો આ દરમિયાન ઘર, વાહન અથવા કોઇ અન્ય સંપત્તિ ખરીદવાની યોજના બનાવી શકે છે. પરિવારમાં પણ ખુશીનો માહોલ રહેશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર