Lunar eclipse 2019: વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે, આ લોકોના જીવન પર પડશે અસર

જ્યોતિષીનું માનીએ તો 21 જાન્યુઆરીના રોજ થનારું ચંદ્રગ્રહણનો ઘણો પ્રભાવ જોવા મળશે, રાજકારણથી લઈને વસ્તુઓની કિંમત અને હવામાન પર ચંદ્રગ્રહણનો પ્રભાવ જોવા મળશે

News18 Gujarati
Updated: January 21, 2019, 9:03 AM IST
Lunar eclipse 2019: વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે, આ લોકોના જીવન પર પડશે અસર
ચંદ્રગ્રહણની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: January 21, 2019, 9:03 AM IST
વર્ષ 2019નો પહેલો મહિનો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંનેનો સાક્ષી બનશે. 6 જાન્યુઆરીના રોજ સૂર્યગ્રહણ થયું હતું અને હવે 21 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણને 'સુપર બ્લડ મૂન'નું નામ આપવામાં આવી રહ્યું છે, એટલે કે આ દિવસે ચંદ્રનો રંગ ઘણો લાલ જોવા મળશે. કહેવામાં આવે છે કે જો ચંદ્ર લાલ રંગનો જોવા મળે તો ક્ષત્રિયો અને રાજાઓ માટે કષ્ટકારી હોય છે.

જ્યોતિષીઓનું માનીએ તો 21 જાન્યુઆરીએ થનારા ચંદ્રગ્રહણનો ઘણો પ્રભાવ જોવા મળશે. રાજકારણથી લઈને વસ્તુઓની કિંમત અને હવામાન પર ચંદ્રગ્રહણનો પ્રભાવ જોવા મળશે. જ્યોતિષીઓ મુજબ આ ઘટના બાદ અસમય વર્ષા અને બરફવર્ષા થઈ શકે છે. જેના કારણે અનેક દેશોમાં ભયંકર ઠંડી પડશે. જ્યોતિષોઓનું માનીએ તો દક્ષિણ ભારતના રાજકારણ ઉપર પણ ગ્રહણની અસર કરી શકે છે. કર્ણાટકમાં મુશ્કેલીમાં ચાલી રહેલી કોંગ્રેસ-જેડીએસની સરકાર ગ્રહણ બાદ વધુ મુશ્કેલીઓ આવી શકે છે.

જોકે, ચંદ્રગ્રહણને ખેડૂતો માટે લાભદાયક કહેવામાં આવી રહ્યું છે. કર્ક રાશિમાં ગ્રહણના સમયે ચંદ્રમા પર ગુરુ અને બુધની દૃષ્ટિથી પાક માટે સારો વરસાદ પડશે અને ગરમીમાં નદીઓમાં પૂરતું પાણી મળશે. જ્યોતિષીઓનું અનુમાન છે કે ગ્રહણના થોડા સમય બાદ સરકાર પણ ખેડૂતો માટે કોઈ કલ્યાણકારી યોજના રજૂ કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ ગ્રહણ સારું રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, 21 જાન્યુઆરી 2019: વાંચો રાશિફળ અને જાણો કેવો રહેશે તમારો દિવસ

ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ આફ્રિકા, યૂરોપ, ઉત્તર-દક્ષિણ અમેરિકા અને મધ્ય પ્રશાંતમાં જ જોવા મળશે. તે ભારતમાં નહીં જોવા મળે. આ પહેલા સૂર્ય ગ્રહણ પણ ભારતમાં નહોતું જોવા મળ્યું.

First published: January 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर