Home /News /dharm-bhakti /Sunday Upay: ધન પ્રાપ્તિ માટે દર રવિવારે કરો આ ખાસ ઉપાય, થોડા જ મહિનામાં ભરાઈ જશે તિજોરી

Sunday Upay: ધન પ્રાપ્તિ માટે દર રવિવારે કરો આ ખાસ ઉપાય, થોડા જ મહિનામાં ભરાઈ જશે તિજોરી

Sunday

Sunday Remedies: રવિવારના દિવસે ભગવાન ભાસ્કર એટલે સૂર્ય દેવતાને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનથી એમની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલ તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે.

    સનાતન ધર્મમાં સપ્તાહના બધા દિવસ કોઈના કોઈ દેવતાને સમર્પિત છે. રવિવારના દિવસે ભગવાન ભાસ્કર એટલે સૂર્ય દેવતાને સમર્પિત માનવામાં આવે છે. સૂર્ય નવ ગ્રહોના રાજા છે. આ દિવસે વિધિ-વિધાનથી એમની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલ તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે. આમ તો સૂર્યદેવને નિયમિત જળ અર્પિત કરવું જોઈએ. પરંતુ રવિવારના દિવસે સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. સૂર્ય દેવ તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા સાથે યશ, વૈભગ, સુખ-સમૃદ્ધિ અને ધન લાભ પણ આપે છે. ચાલો આજે તમને ધન પ્રાપ્તિ માટે રવિવારે કરવાના સૂર્યદેવના કેટલાક ઉપાય જણાવીએ.

    1. ભગવાન ભાસ્કરની કૃપા મેળવવા માટે રવિવારે સવારે સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. તાંબાના વાસણમાંથી પાણી અર્પણ કરો. પાણીના વાસણમાં રોલી, ફૂલ, અક્ષત અને ખાંડ મિક્સ કરો. દરરોજ આ રીતે પાણી ચઢાવવાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો. તમારા જીવનમાં સૂર્યના પ્રભાવને કારણે કોઈ આર્થિક સમસ્યા નહીં આવે. તમારી પાસે પૂરતા પૈસા હશે.

    2. રવિવારે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે વડના ઝાડનું એક તૂટેલું પાન લાવો અને તેના પાન પર તમારી ઈચ્છા લખો. હવે આ પાનને વહેતા પાણીમાં વહાવી દો. આ ઉપાય કરવાથી તમને થોડા સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવાનો સંકેત મળશે.

    આ પણ વાંચો: Astrology: આ 6 દિવસ પતિ-પત્નીએ ન બાંધવા જોઈએ સબંધ, નહીંતર લાગી શકે છે પાપ

    3. રવિવારે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે 3 સાવરણી ખરીદો. આ ત્રણ સાવરણી બીજા દિવસે એટલે કે સોમવારે તમારી નજીકના મંદિરમાં દાન કરો. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે અને તમને ધન અને સુખ મળવા લાગશે.

    4. જો તમે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને કીર્તિ મેળવવા માંગો છો તો રવિવારે પીપળના ઝાડ નીચે લોટનો ચારમુખી દીવો પ્રગટાવો. આ દીવામાં સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આનો ફાયદો તમને જલ્દી જ મળશે.

    આ પણ વાંચો: Maa Lakshmi Upay: જીવનમાં આર્થિક ઉન્નતિ ઇચ્છતા હોવ તો કરો આ સરળ ઉપાય, મા લક્ષ્મીના રહેશે ચાર હાથ



    5. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ધન અને ઐશ્વર્ય મેળવવા ઈચ્છે છે તેણે રવિવારે રાત્રે પોતાના માથા પર દૂધનો ગ્લાસ ભરીને સૂવું જોઈએ. બીજા દિવસે સવારે ઉઠીને તે દૂધ બાવળના ઝાડના મૂળમાં નાખો. આ ઉપાયને નિયમિત કરવાથી તમે થોડા મહિનામાં ધનવાન બની જશો.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Sunday Remedy, Surya Dev

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन