રવિવારે જન્મેલા લોકો પર હોય છે સૂર્યનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

News18 Gujarati
Updated: February 22, 2020, 3:08 PM IST
રવિવારે જન્મેલા લોકો પર હોય છે સૂર્યનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ
રવિવારે જન્મેલા લોકો પર સૂર્ય ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે.

સૂર્યદેવના પ્રભાવથી તેમના જીવનમાં શું અસર થાય છે તેના વિશે જાણીએ.

  • Share this:
ધર્મભક્તિ : રવિવારે જન્મેલા લોકો પર સૂર્ય ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે. આ દિવસે સૂર્ય પોતાની પૂર્ણ સત્તાથી દરેક ગ્રહો પર પોતાનો પ્રભાવ પાડે છે. સૂર્યની નજીક જે પણ ગ્રહ આવે છે તેમનો નષ્ટ નષ્ટ થઇ જાય છે. એટલે આ વ્યક્તિનાં સંપર્કમાં જે કોઇપણ આવે છે તેઓ આમના પ્રભાવમાં આવી જાય છે. આ લોકો પોતાના આકર્ષણથી અન્ય લોકોને આકર્ષિત કરી શકે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. આ સાથે ભગવાન સૂર્યની કૃપા રવિવારના દિવસે જન્મેલા જાતકો પર કાયમ રહે છે. તે તેમના ઈષ્ટ દેવતા છે. પરંતુ સૂર્યદેવના પ્રભાવથી તેમના જીવનમાં શું અસર થાય છે તેના વિશે જાણીએ.

  • જેમનો જન્મ રવિવારે થયો હોય તેમનું નસીબ ઘણું સારૂં હોય છે. કલા અને શિક્ષણ ક્ષેત્રે તેઓ માન-સન્માન મેળવે છે. તેઓ લાંબુ આયુષ્ય પણ ભોગવે છે. ધર્મમાં સારી રૂચિ ધરાવતા હોય છે.


  • આ જાતકો સામાન્ય રીતે હાર્ડ વર્કિંગ, સાહસિક, બળવાન અને મહત્વકાંક્ષી હોય છે. તેઓ પોતાના આત્મ-સન્માનને સૌથી ઉપર રાખે છે. પોતાના સન્માન માટે તેઓ કોઈ પણ ત્યાગ આપવા માટે તૈયાર રહે છે.

  • રવિવારે જન્મેલા લોકોને સ્વતંત્રતા પ્રિય હોય છે. તેમની અંદર નેતૃત્વની સારી ક્ષમતા હોય છે. અનુશાસનનું પાલન કરવું અને મર્યાદિત વ્યવહાર તેમના મુખ્ય ગુણ હોય છે.

  • તેઓ કઈ વાતથી રિસાય જાય કહી નથી શકાતું, એટલે તેમની સાથે સમજી-વિચારીને વાત કરવી જોઈએ.
  • કોઇપણ વાતમાં તેમને કોઈની રોક-ટોક પસંદ નથી હોતી. તે પોતાની શરતો પર બધા જ કામ કરે છે. તેમને ગુસ્સો પણ વધારે આવે છે.

  • આવા લોકો કુશળ સંચાલક, કુશળ પ્રબંધક, સમાજસેવી અને રાજનીતિમાં કુશળ નેતા બને છે.

  • રવિવારે જન્મેલા લોકોને નેતૃત્વનો કાર્ય સોંપાય તો કોઈ પણ ક્ષેત્રમાં સારા પરિણામ આપો છો.


આ પણ વાંચો : ઘરમાં પૈસા નથી ટકતા? તો અજમાવો આ 10 સરળ વાસ્તુ ટિપ્સ
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर