રવિવારે છે સૂર્યગ્રહણ, ફટાફટ જાણી લો કઇ રાશિ પર પડશે કેવી અસર

સૂતક કાળ 20 જૂન શનિવાર રાત્રે 9:15 વાગ્યાથી શરૂ થઇ જશે.

સૂતક કાળ 20 જૂન શનિવાર રાત્રે 9:15 વાગ્યાથી શરૂ થઇ જશે.

 • Share this:
  રવિવાર, 21 જૂને જેઠ મહિનાની અમાસ (aamas) છે. આ તિથિએ સૂર્યગ્રહણ (surya grahan 2020) પણ થશે. આ સાથે 21 જૂન (21 June) વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ વર્ષનું ત્રીજું ગ્રહણ છે.

  ક્યારે શરૂ થઇને સમાપ્ત થશે ગ્રહણ?

  જ્યોતિષશાસ્ત્રી પ્રમાણે 21 જૂને સૂર્ય ગ્રહણ 9:15 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:04 વાગ્યે સમાપ્ત થશે. સૂતક કાળ 20 જૂન શનિવાર રાત્રે 9:15 વાગ્યાથી શરૂ થઇ જશે. આ સાથે જ મંદિરના પટ પણ બંધ થઇ જશે. તમને જણાવીએ કે, જ્યોતિષશાસ્ત્રી ગ્રહણના 12 કલાક પહેલા અને 12 કલાક પછીના સમયને સૂતક કાળ માને છે. જેથી સૂર્યગ્રહણમાં ગ્રહણ શરૂ થયાના 12 કલાક પહેલા જ ભોજન કરી લેવું જોઇએ. આ ગ્રહણ ભારત સાથે એશિયા, આફ્રિકા અને યૂરોપમાં જોવા મળશે.

  કઇ રાશિને ગ્રહણનું ફળ કેવુ મળશે?

  શુભ ફળ- મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ
  મધ્યમ ફળ- વૃષભ, તુલા, ધન અને કુંભ રાશિ
  નિમ્ન ફળ – મિથુન, કર્ક, વૃશ્ચિક, મીન રાશિ

  આ પણ વાંચો - આ નાની નાની Vastu Tipsથી ક્યારેય નહીં આવે ઘરમાં ધનની ઓછપ

  આ પણ જુઓ - 

  કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે

  21 જૂને સૂર્યગ્રહણના દિવસના રોજ સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવશે. 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. આ સંયોગ બીજી વખત બની રહ્યો છે જ્યારે વર્ષના સૌથી મોટા દિવસે સૂર્ય ગ્રહણ થઈ રહ્યુ છે. આ પહેલા પણ વર્ષ 2001માં 21 જૂને સૂર્યગ્રહણ થયું હતું. આ વખતે 21 જૂને સૂર્યગ્રહણના દિવસે રવિવાર હોવાથી ભારે ગણાશે અને શાસ્ત્રોમાં રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે. સૂર્યગ્રહણના દિવસે, બધા 9 ગ્રહોમાંથી 6 ગ્રહો ઊંધી દિશામાં રહેશે. રવિવારના મિથુન રાશીમા કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે.
  Published by:Kaushal Pancholi
  First published: