Home /News /dharm-bhakti /Sundara Kanda: તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે સુંદરકાંડ, જાણો તેના અવિશ્વસનીય લાભ
Sundara Kanda: તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે સુંદરકાંડ, જાણો તેના અવિશ્વસનીય લાભ
મંગળવાર સંકટમોચન ભગવાન હનુમાનજીને (hanumanji)સમર્પિત છે અને આ દિવસે તેમની સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)
તુલસીદાસ રચિત રામચરિતમાનસનો પાંચમો અધ્યાય છે સુંદરકાંડ (Sundar kand). તેમાં પ્રભુ શ્રીરામના ભક્ત હનુમાનજીની મહિમાનું ગુણગાન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે દર મંગળવાર કે શનિવારે સુંદરકાંડ પાઠ કરો તો દરેક સમસ્યાનું નિવારણ થાય છે.
Sundar Kanda importance: ગોસ્વામી તુલસીદાસ (Goswami Tulsidas) રચિત રામચરિતમાનસ (Ramcharitmanas)માં કુલ સાત અધ્યાય છે, જેના નામ છે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. તેમાંથી પાંચમો અધ્યાય છે સુંદરકાંડ (Sundar Kanda). એવું કહેવાય છે કે જો તમે આખું રામચરિતમાનસ વાંચી શકતા નથી, તો દર મંગળવાર અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. ફક્ત સુંદરકાંડના પાઠથી જ તમારી દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. સુંદરકાંડમાં ભગવાન શ્રી રામ (Lord Shri Ram)ના ભક્ત હનુમાનની શક્તિ અને વિજયનો ઉલ્લેખ છે. જેમાં હનુમાનજી (Lord Hanuman) દ્વારા માતા સીતાની શોધ અને રાક્ષસોના સંહારનું વર્ણન કરવામાં આવ્યું છે.
કહેવાય છે કે શ્રીરામના જે ભક્ત હનુમાનજીની મહિમાનું ગુણગાન કરે છે, તેમના પર હનુમાનજી સાથે ભગવાન શ્રી રામ અને માતા સીતાની કૃપા બની રહે છે. આ જ કારણ છે કે સંપૂર્ણ રામચરિતમાનસમાં સુંદરકાંડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અહીં જાણો સુંદરકાંડથી મળતા ફાયદા.
નકારાત્મક શક્તિઓ રહે છે દૂર
કહેવાય છે કે જે વ્યક્તિ સુંદરકાંડનો પાઠ કરે છે, નકારાત્મક શક્તિઓ તેનાથી જોજનો દૂર રહે છે. તે વ્યક્તિમાં એટલું તેજ આવી જાય છે કે નકારાત્મક શક્તિઓ તેની આસપાસ નથી ભટકી શકતી. જો તમને લાગે છે કે કોઈ કાર્ય વારંવાર આવતા વિઘ્નને કારણે પૂર્ણ નથી થઈ રહ્યું તો તમારે મંગળવાર અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ.
કહેવાય છે કે શનિદેવની સાડા સાતી કે મહાદશાના પ્રભાવથી વ્યક્તિ પર શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ તૂટી પડે છે. પરંતુ જો તમે હનુમાનજીના ભક્ત છો અને દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો છો, તો વિશ્વાસ રાખો કે તમારા પર શનિના પ્રકોપની અસર ખૂબ જ હળવી રહેશે.
રોગ, ભય અને ગરીબી થાય છે દૂર
જો તમે સુંદરકાંડનો પાઠ કરો છો તો તમારું તેજ તો વધે જ છે સાથે જ તમારા પરિવારના રોગો અને દોષો પણ દૂર થાય છે. આમ કરવાથી વ્યક્તિ નિર્ભય બને છે. દુઃસ્વપ્નો તેને પ્રભાવિત કરી શકતા નથી. આના કારણે ઘરમાં સકારાત્મકતાનો પ્રભાવ રહે છે અને ગૃહ કલેશ દૂર થાય છે. તેની સાથે જ તમારા પરિવારમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક પરેશાનીઓનો અંત આવે છે.
સુંદરકાંડનો પાઠ શનિના પ્રકોપથી તો બચાવે જ છે પરંતુ અન્ય ગ્રહોના અશુભ પ્રભાવોને પણ દૂર કરવામાં સક્ષમ છે. પરંતુ યોગ્ય એ છે કે તમે જાતે જ પાઠ વાંચો. જો તમે તે સ્વયં કરી શકતા નથી, તો ઓછામાં ઓછું બેસીને સંપૂર્ણ પાઠ સાંભળો, આનાથી તમારા બધા દુઃખ આપોઆપ સમાપ્ત થઈ જશે.
દરેક મનોકામના પૂરી થાય છે
જો તમારી કોઈ વિશેષ મનોકામના હોય અને તેનાથી કોઈનું અહિત નહીં થાય, તો તમારે હનુમાનજીની સામે 5 મંગળવાર અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને આ સંકલ્પને પૂરી શ્રદ્ધા સાથે પૂર્ણ કરવો જોઈએ. તેનાથી તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર