Home /News /dharm-bhakti /Sun Transit 2022: 15 માર્ચે થશે સૂર્યનું રાશિ પરિવર્તન, આ 4 રાશિઓને થશે સૌથી વધુ લાભ!

Sun Transit 2022: 15 માર્ચે થશે સૂર્યનું રાશિ પરિવર્તન, આ 4 રાશિઓને થશે સૌથી વધુ લાભ!

સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે.

Sun Transit 2022: જ્યોતિષ મુજબ કોઈપણ ગ્રહના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ (Zodiac Signs) પર થાય છે. મીન રાશિ (Pisces) સૂર્યની મિત્ર રાશિ છે, એવામાં મીન રાશિમાં પહોંચ્યા બાદ 4 રાશિઓને ઘણો ફાયદો થશે અને તેમનું ભાગ્ય ચમકી ઉઠશે.

Sun Transit 2022: સૂર્ય (Sun)ને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. સૂર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે. 14 અને 15 માર્ચની રાત્રે સૂર્યદેવ કુંભ રાશિથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને 14 એપ્રિલની સવારે 08:56 મિનિટ સુધી મીન રાશિમાં રહેશે. સૂર્યના રાશિ પરિવર્તન બાદ 15 માર્ચે મીન સંક્રાંતિ (Meen Sankranti)ની ઉજવણી કરવામાં આવશે અને ત્યાર બાદ એક મહિના સુધી ખરમાસ લાગી જશે અને તમામ માંગલિક કાર્યો અટકી જશે. જો કે, આ સમય પૂજા અને દાનપુણ્યની દ્રષ્ટિએ ઘણો ઉત્તમ હોય છે. જ્યોતિષ મુજબ કોઈપણ ગ્રહના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ (Zodiac Signs) પર થાય છે. મીન રાશિ (Pisces) સૂર્યની મિત્ર રાશિ છે, એવામાં મીન રાશિમાં પહોંચ્યા બાદ 4 રાશિઓને ઘણો ફાયદો થશે અને તેમનું ભાગ્ય ચમકી ઉઠશે. અહીં જાણો એ રાશિઓ વિશે.

વૃષભ રાશિ (Taurus)

સૂર્ય દેવના રાશિ પરિવર્તન બાદ વૃષભ રાશિના જાતકોને ઘણો ફાયદો થશે. સૂર્ય દેવ વૃષભ રાશિના આવકના ભાવમાં ગોચર કરી રહ્યા છે, જેના કારણે તેમને ઘણો આર્થિક લાભ થવાની આશા છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે. રોકાણ માટે પણ આ સમય અનુકૂળ છે. આ સમયમાં કરવામાં આવેલ રોકાણ તમને ઘણો નફો આપશે.

આ પણ વાંચો: કુંડળીમાં શુક્ર નબળો હોય તો થઈ શકે છે ધન હાનિ, જાણો અશુભ પ્રભાવ દૂર કરવાના ઉપાય

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિ માટે આ રાશિ પરિવર્તન કરિયરની દ્રષ્ટિએ સારું સાબિત થશે. સૂર્ય ભગવાન મિથુન રાશિના કરિયર ભાવમાં ગોચર કરી રહ્યા છે, એવામાં મિથુન રાશિના લોકો સામે કરિયરના વધુ સારા વિકલ્પો આવી શકે છે. વર્કપ્લેસ પર તમારી મહેનતની પ્રશંસા થશે. પ્રમોશનની પણ શક્યતા છે. જો તમે બિઝનેસ કરી રહ્યા છો, તો તમને મોટા પાયે નફો થઈ શકે છો.

કર્ક રાશિ (Cancer)

સૂર્યના રાશિ પરિવર્તન સાથે કર્ક રાશિના લોકોનું ભાગ્ય ચમકશે કારણ કે કર્ક રાશિના ભાગ્યના ભાવમાં સૂર્યનું ગોચર થઈ રહ્યું છે. આ રાશિના લોકો આ દરમિયાન જે પણ કામ કરશે તેમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. માત્ર મહેનત કરવામાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. આ સમય તેમને કોઈપણ ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં મોટું પદ મળી શકે છે. પરંતુ મહેનત કરવામાં પાછા પડવું નહીં.

આ પણ વાંચો: રાહુ-કેતુ બંને એકસાથે ચાલશે ઉલટી ચાલ, આ 5 રાશિઓની જિંદગી થશે બેહાલ

ધન રાશિ (Sagittarius)

સૂર્યનું રાશિ પરિવર્તન ધન રાશિ માટે ભાગ્યશાળી હશે, સાથે જ તેમનામાં ધાર્મિકતાની ભાવના વધશે. સૂર્ય ધન રાશિના ભાગ્ય અને ધર્મના ભાવમાં ગોચર કરી રહ્યા છે. તેનાથી તેમના જીવનમાં સુખ અને શાંતિ આવશે. મોટા કાર્યો પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં તમને મોટું પદ મળી શકે છે અને આર્થિક ફાયદો પણ મળી શકે છે. વ્યાપારીઓ માટે પણ આ સમય ઘણો સારો છે અને તેમને નફો અપાવનાર છે. જેમ જેમ આ રાશિના જાતકોને કંઈક સારું મળશે, તેમ તેમની ભગવાન પ્રત્યેની આસ્થા વધશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Dharm Bhakti, Rashi Parivartan, Surya, Zodiac signs, ધર્મભક્તિ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો