મહેનત પાણીમાં જાય છે? કરો માત્ર એક ઉપાય ઉગી નિકળશે મહેનત

News18 Gujarati
Updated: February 9, 2018, 9:03 PM IST
મહેનત પાણીમાં જાય છે? કરો માત્ર એક ઉપાય ઉગી નિકળશે મહેનત

  • Share this:
ઘણા લોકોને સમસ્યા રહેતી હોય છે કે તેઓ ખૂબ મહેનત કરતા હોય છે છતાં પણ તેમના મહત્વપૂર્ણ કાર્યો થતાં હોતા નથી. જેને કારણે તેઓ ખૂબ નિરાશ રહેતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહેનત કરવા છતાં નિષ્ફળતા મળતી હોવાને રોકવા માટેના ઉપાયો આપવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, એવી છ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે જેનાથી તમારા રોકાયેલા કામો પુરા થઇ જાય છે અને તમને સફળતા મળવાનું શરૂ થઇ જાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવા પ્રમાણે, સાવરણી કે ડસ્ટબિનને ખુલ્લામાં રાખવા જોઇએ નહી કારણ કે તે ઘરમાં આવનારી સકારાત્મક એનર્જીનો નાશ કરી દે છે અને આ વાત સફળતામાં વિક્ષેપ પાડે છે. તે સિવાય સાવરણીને રસોડામાં પણ રાખવી જોઇએ નહી કારણ કે સાવરણી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, બેડરૂમમાં પલંગની સામે ડ્રેસિંગ ટેબલ અથવા અરીસો રાખવો જોઇએ નહીં જેનાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટરાગ રહેતો હોય છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ રહે છે. આ તમામ ખરાબ સ્થિતિથી બચવા માટે અરીસાને એવી રીતે ગોઠવો કે તેમાં બેડ દેખાય છે.

ઘરમાં કબાટને કામ સિવાય ખૂલ્લા રાખવા જોઇએ નહીં કારણ કે ખુલ્લા કબાટ ઘરમાં નેગેટિવ એનર્જી પેદા કરે છે. જેને કારણે ઘરમાં બિમારીઓ અને મુશ્કેલીઓ વધે છે.

અનેક લોકોને કુટેવ હોય છે કે તેઓ તિજોરીમાંથી કોઇ પણ વસ્તુઓ બહાર કાઢે ત્યારબાદ તેને ખુલ્લી મુકી જતા હોય છે પરંતુ તિજોરી બંધ કરવામા આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કારણ કે તિજોરી ખુલ્લી રહેતા મુશ્કેલીઓ વધે છે. આર્થિક તંગી રહે છે. જેનાથી બચવા માટે તિજોરીમાં ચાંદીના સિક્કા રાખવા જોઇએ અને તિજોરીને ક્યારે રૂપિયાથી પુરી રીતે ખાલી કરી દેવી જોઇએ નહીં.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, બિમ નીચે પલંગ રાખીને ક્યારેય સૂવું જોઇએ નહીં. જો આ રીતે સૂવામા આવે તો વ્યક્તિ આખો દિવસ થાકનો અનુભવ કરે છે. સાથે લોકોને ક્યારેય સફળતા મળતી નથી. જેનાથી છૂટકારો મેળવવા માટે પલંગને બિમની નીચેથી હટાવી દેવો જોઇએ.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, કબાટની જેમ ઉપયોગ ના હોય ત્યારે બાથરૂમને પણ બંધ રાખવું જોઇએ. જ્યારે બાથરૂમનો ઉપયોગ ના હોય ત્યારે તેનો દરવાજો બંધ કરવો જોઇએ. ગંદા બાથરૂમ સફળતા અને કામમાં મુશ્કેલીઓ ઉભી કરે છે.
First published: February 9, 2018, 9:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading