Home /News /dharm-bhakti /Vasant Panchami 2023: વસંત પંચમી પર બધી રાશિના જાતકો આ વસ્તુઓનું કરો દાન, મળશે માતા સરસ્વતીના આશીર્વાદ

Vasant Panchami 2023: વસંત પંચમી પર બધી રાશિના જાતકો આ વસ્તુઓનું કરો દાન, મળશે માતા સરસ્વતીના આશીર્વાદ

Vasant Panchami 2023: વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા રંગની વસ્તુઓ ચઢાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે.

Vasant Panchami 2023: વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા રંગની વસ્તુઓ ચઢાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે.

    હિંદુ ધર્મમાં વસંત પંચમી (Vasant panchami)ના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી સરસ્વતી (Mata Saraswati)ની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી ધરતી પર અવતરિત થયા હતા. હિંદુ પંચાંગ મુજબ, મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે બસંત પંચમી 26 જાન્યુઆરી, ગુરુવારના રોજ છે.

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા રંગની વસ્તુઓ ચઢાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, વસંત પંચમીની કેટલીક વસ્તુઓનું દાન કરવાથી માતા સરસ્વતીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. માતા સરસ્વતીની કૃપાથી જાતકને પ્રગતિ અને સફળતા મળે છે.

    આ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે!

    1. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે જ્ઞાન, બુદ્ધિની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને ગાયન અને કંઠની દેવી પણ માનવામાં આવે છે. વસંત પંચમીએ નકલો, પેન્સિલ, પેન, પુસ્તકો વગેરે સંબંધિત સ્ટેશનરીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે.

    2. બાળકોએ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. આ દિવસ શિક્ષણની શરૂઆત માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીના ચરણોમાં પેન ચઢાવવી જોઈએ અને તે પછી તે જ પેનથી પરીક્ષા આપવાથી સફળતા પ્રાપ્ત થાય છે.

    3. વસંત પંચમીના દિવસે પીળા રંગની વસ્તુઓનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડા કે ખાદ્ય પદાર્થોનું દાન કરી શકાય છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરતી વખતે ॐ ऐं सरस्वत्यै ऐं नम: અથવા ऐं महासरस्वत्यै नमःનો જાપ કરો. તમને કામમાં સફળતા મળશે
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Dharm Bhakti, Dharm bhakti news, Dharma bhakti, Vasant panchami

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन