Home /News /dharm-bhakti /હજ યાત્રા કરવા ઇચ્છુક યાત્રાળુઓ માટે શરૂ કરવામાં અરજી પ્રક્રિયા, જાણો કઇ રીતે કરી શકશો રજીસ્ટ્રેશન
હજ યાત્રા કરવા ઇચ્છુક યાત્રાળુઓ માટે શરૂ કરવામાં અરજી પ્રક્રિયા, જાણો કઇ રીતે કરી શકશો રજીસ્ટ્રેશન
હજયાત્રા ફાઈલ તસવીર
ઇચ્છુક હજયાત્રીઓએ માત્ર www.hajcommittee.gov.in પર અથવા ગૂગલ પ્લેસ્ટોર (Google playstore) પર ઉપલબ્ધ એન્ડ્રોઇડ મોબાઇલ એપ "HAJ COMMITTEE OF INDIA" દ્વારા હજ એપ પર ઓનલાઇન હજ અરજી (Online Hajj application) કરવાની રહેશે.
મિર્ઝા બેગઃ વર્ષ 2022ની હજ યાત્રા(Hajj 2022) માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. અને આ વર્ષે હજ યાત્રા માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન (Online Hajj Application) રાખવામાં આવી છે. હજ યાત્રા 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ (Last date) 31 જાન્યુઆરી, 2022 છે. રસ ધરાવતા હજયાત્રીઓ હજ માટે ઓનલાઈન અને આધુનિક સુવિધાઓથી સજ્જ "હજ મોબાઈલ એપ"(Hajj Mobile App) દ્વારા અરજી કરી શકે છે. પરંતુ આપને જણાવી દઇએ કે હજ યાત્રા માટે અરજી કરતા પહેલા તમારે નીચે જણાવેલા અમુક દસ્તાવેજોની ખાસ (documents ready) જરૂર પડશે.
પાસપોર્ટ
ચોક્કસ તારીખ સાથેનો પાસપોર્ટ હજ અરજી કરવા માટે સૌથી જરૂરી દસ્તાવેજ છે. છેલ્લી ઘડીની ભાગદોડને ટાળવા માટે તમામ ઇચ્છુક હજ યાત્રાળુઓ પાસે અરજીની તારીખ પહેલા જારી કરાયેલો મશીન રીડેબલ માન્ય ભારતીય આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ (Indian International passport) હોવો જોઈએ.
બેંક એકાઉન્ટ
હજ યાત્રા કરવા માટે કવર હેડનું બેંક એકાઉન્ટ ફરજીયાત છે. તમામ હજ યાત્રાળુઓને તેમના બેંક એકાઉન્ટ ખોલવા/અપડેટ કરવા માટે સલાહ આપવામાં આવી છે, જેથી જરૂર પડ્યે રીફંડ સીધા તેમના બેંક ખાતામાં જમા થઇ શકે.
આધાર કાર્ડ
હજ કમિટી ઓફ ઇન્ડિયાએ આપેલી સલાહ અનુસાર દરેક હજયાત્રીએ આધાર કાર્ડ મેળવી લેવું જોઇએ. હજ અરજી ફોર્મમાં ઉલ્લેખિત કોલમમાં જરૂરી વિગતોનો પણ ભરવી જરૂરી છે. જોકે, હજ યાત્રાની અરજી માટે આધાર કાર્ડ ફરજીયાત નથી.
મોબાઇલ નંબર
તમામ અરજીકર્તાએ હજ યાત્રા માટેના અરજી ફોર્મમાં પોતાના મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરવો જોઇએ અને જરૂર પડ્યે સંપર્ક થઇ શકે તે માટે નંબરને ઉપયોગમાં રાખવા જોઇએ.
આ રીતે કરે હજયાત્રા 2022 માટે અરજી
- સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ www.hajcommittee.gov.in પર જાઓ અને “HAJ FORM” પર ક્લિક કરીને “Apply” સિલેક્ટ કરો.
Screengrab Step 1
એક સ્ક્રીન દેખાશે. “NEW USER REGISTRATION” પર ક્લિક કરો.
Screengrab - NEW USER REGISTRATION
NEW USER REGISTRATION પર ક્લિક કર્યા બાદ રજીસ્ટ્રેશન ફોર્મની તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરો. અરજદારોએ તેમનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પોતાનું નામ અને અટક વગેરે માહિતી ભરવાની રહેશે. એક સુરક્ષિત પાસવર્ડ દાખલ કરી તેને કન્ફર્મ કરો.
હવે સિક્યોરીટી કોડ એન્ટર કરો. જો તમે ભરેલી તમામ વિગતો સાચી છે તે ચેકબોક્સ સિલેક્ટ કરો અને સબમિટ પર ક્લિક કરો. Screengrab Account Verification
સફળ રીતે OTP દાખલ કર્યા બાદ સ્ક્રીન પર એક કન્ફર્મેશન મેસેજ દેખાશે. તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઇ ચૂક્યું છે તમે હવે લોગીન કરી શકો છો.
Screengrab Account Activated
હવે વર્ષ 2022 માટે હજ યાત્રા માટે અરજી કરવા અને હજ એપ્લિકેશન ફોર્મ ભરવા રજીસ્ટર મોબાઇલ નંબર દાખલ કરી અને પાસવર્ડ નાખી લોગીન કરો.
Screengrab: Sign-in
- હજ એપ્લિકેશન ફોર્મ ભરો
સાઇન-ઇન કર્યા બાદ જો આવી સ્ક્રીન દેખાય ત્યાર બાદ યોગ્ય એપ્લીકેશન કેટેગરી સિલેક્ટ કરો. ત્યાર બાદ કેટલા પુખ્ત લોકો છે તેની સંખ્યા એન્ટર કરીને NEXT પર ક્લિક કરો.
Screengrab: Application Category
હવે એપ્લિકેશનમાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ પાસપોર્ટ અનુસાર તમામ વિગતો ભરો. કોવિડ-19 વેક્સિનેશન અંગેની માહિતી, અંગત માહિતી, હાલનું સરનામું, નોમિનીની માહિતી, બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ વગેરે. તમામ વિગતો ભર્યા બાદ ડિક્લેરેશન પર ક્લિક કરો અને SAVE & NEXT પર ક્લિક કરો.
Screengrab: Application Details.
- ફોટો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ
* ડ્રોપડાઉન લીસ્ટમાંથી યાત્રાળુઓ પસંદ કરો.
* ફોટો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે Browse પર ક્લિક કરો.
* તમામ ફોટાઓ JPG/JPEG ફોર્મેટમાં હોવા જરૂરી છે.
* પાસપોર્ટ સાઇઝ ફોટો 10KBથી 100KB અને પહોળાઇ 100pixel 148 pixelની વચ્ચે હોવી જોઇએ.
* ડોક્યુમેન્ટની સાઇઝ 100KBથી 500KB અને પહોળાઇ 570pixel થી 795 pixelની વચ્ચે હોવી જોઇએ.
Screengrab of Documents: Upload
તમામ યાત્રાળુંઓના ફોટાઓ અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ Upload બટન પર ક્લિક કરો. ઉપરોક્ત પગલા દરેક સહ-યાત્રી માટે પુનરાવર્તિત કરવાના રહેશે.
- અરજી ફીની ચૂકવણી
ઉપરોક્ત તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમે ફી પેમેન્ટ ઓપ્શનમાં પહોંચી જશો.
અરજી કર્તા ડેબિટ/ક્રેડિટ કાર્ડ/ નેટ બેંકિંગ વગેરેમાંથી કોઇ પણ રીત પેમેન્ટ કરી શકે છે. Online Payment વિકલ્પ સિલેક્ટ કરી "Click here to Pay Online" પર ક્લિક કરો. પે ઓનલાઇન સિલેક્ટ કરતા જ તમે પેમેન્ટ ગેટ-વે અને મેક ધ પેમેન્ટમાં રી-ડાયરેક્ટ કરી દેવામાં આવશે.
તમારી ફીની ચૂકવણી થતા તમને એક રીસીપ્ટ મળશે. સફળ પેમેન્ટ બાદ ફાઇનલ સબમિશન માટે HAF પર રી-લોગીન કરો. "FINAL SUBMISSION" પર ક્લિક કરો. તમને એક એલર્ટ મેસેજ મળશે.
- પ્રિન્ટ હજ એપ્લીકેશન ફોર્મ
એક યુનિક સિસ્ટમ જનરેટેડ ગ્રુપ આઇડી દેખાશે, જેનો અર્થ છે કે તમારી અરજી ઓનલાઇન સફળતાપૂર્વક સબમીટ થઇ ગઇ છે. અરજી જોવા/પ્રિન્ટ કરવા Download PDF પર ક્લિક કરો.
હજ કમિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે જો દસ્તાવેજો અપલોડ કરી દીધા છે, તો હવે તમારે પ્રિન્ટેડ HAF અને દસ્તાવેજો તમારી સંબંધિત રાજ્ય હજ સમિતિને સબમિટ કરવાની જરૂર નથી. પરંતુ જો દસ્તાવેજો અપલોડ ન થયા હોય, તો હજ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારી સંબંધિત રાજ્ય હજ સમિતિને દસ્તાવેજો સાથે પ્રિન્ટેડ હજ અરજીની નકલ 31-01-2022 પહેલા સબમિટ કરવા જરૂરી છે.
જો હાલનું સરનામું અને પાસપોર્ટમાં દર્શાવેલ સરનામું બંને સરખા હોય તો પાસપોર્ટની કોપી પર્યાપ્ત રહેશે. અન્ય કોઇ ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે નહીં. અન્ય કિસ્સાઓમાં, નીચેનામાંથી કોઈપણની નકલ હજ અરજી ફોર્મની યોગ્ય રીતે ભરેલી ડાઉનલોડ કરેલી નકલ સાથે જોડવી.
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- ઈલેક્શન કમિશન ફોટો આઇડી કાર્ડ
- છેલ્લા 3 મહિનાનું યુટિલીટી બિલ
- ઈલેક્ટ્રિસિટી બિસ
- ટેલિફોન બિલ(લેન્ડ લાઇન)
કવર નંબર શું છે?
કવર નંબર એ રાજ્ય/યુટી હજ સમિતિઓ દ્વારા ડેટા એન્ટ્રી અને યાત્રાળુઓના સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા IHPMS સોફ્ટવેર વડે જનરેટ કરેલ એક યુનિક કોમ્પ્યુટર જનરેટેડ નંબર છે. રાજ્ય/યુટી હજ સમિતિઓ કવર હેડને કવર નંબર ગણાવે છે.
હજ યાત્રાળુઓએ રાજ્ય/યુટી હજ સમિતિઓ પાસેથી કવર નંબર મેળવવો આવશ્યક છે, કારણ કે કવર નંબર વિના કુરાહ (લોટરી) માટે કોઈ હજ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
આ એક કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો હોય છે. જે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજ અરજીઓ તેમના ક્વોટા કરતા વધી ગઈ છે, ત્યાં હજયાત્રીઓની પસંદગી કવર પર હાથ ધરવામાં આવેલા કુરાહ દ્વારા કામચલાઉ રીતે કરવામાં આવશે. કુરાહને સંબંધિત રાજ્ય/યુટી હજ સમિતિઓ દ્વારા IHPMS સોફ્ટવેર પર પૂર્ણ કરવામાં આવશે, અને તેને હજ કમિટી ઑફ ઇન્ડિયાના સર્વર પર સેવ કરવામાં આવે છે. કુર્રાહ પછી તરત જ રાજ્ય/યુટી હજ સમિતિઓ કામચલાઉ રીતે પસંદ કરાયેલા હજયાત્રીઓને તેમની એરજીના સ્ટેટસ અંગેની જાણ કરશે. પસંદ કરેલા તમામ યાત્રાળુઓને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા પણ જાણ કરવામાં આવશે. અથવા તો યાત્રાળુંઓ હજ કમિટીની વેબસાઇટ પર પણ ચેક કરી શકે છે.
હજ યાત્રા 2022, હજ યાત્રા આવેદન પ્રક્રિયા, ઓનલાઇન અરજી, India, State Hajj Committee, HAJ COMMITTEE OF INDIA, Online Hajj Application
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર