Home /News /dharm-bhakti /ચંદ્ર સાથે દેખાયેલો અદ્ભૂત તારો શુભતાનો સૂચક, જાણો આ ખગોળીય ઘટનાનું જ્યોતિષીય મહત્વ
ચંદ્ર સાથે દેખાયેલો અદ્ભૂત તારો શુભતાનો સૂચક, જાણો આ ખગોળીય ઘટનાનું જ્યોતિષીય મહત્વ
ચંદ્રમા સાથે ચમકતા તારલાનો અદ્ભૂત નજારો જોવા મળ્યો.
ચંદ્રમા સાથે ચમકતા તારલાનો અદ્ભૂત નજારો જોવા મળ્યો. લોકોએ આ નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો અને જોત જોતામાં સોશિયલ મીડિયા પર તેના વીડિયો છવાઇ ગયા. ચાલો તમને જણાવીએ આ ખગોળીય ઘટનાના મહત્વ વિશે....
દરભંગા. સૂર્યાસ્ત થતાં જ આકાશમાં ચંદ્રમા સાથે એક એવી અલૌકિક, અકલ્પનિય દ્રશ્ય લોકોને જોવા મળ્યું, જેની ચારેકોર ચર્ચા થઇ રહી છે. શુક્રવારની સાંજે જેની પણ નજર આકાશ પર પડી, તેને એક ચંદ્રમા સાથે ચમકતા તારલાનો અદ્ભૂત નજારો જોવા મળ્યો. લોકોએ આ નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો અને જોત જોતામાં સોશિયલ મીડિયા પર તેના વીડિયો છવાઇ ગયા. ચાલો તમને જણાવીએ આ ખગોળીય ઘટનાના મહત્વ વિશે....
જો કે લોકોને તે સમજાયું નહીં કે આખરે આ શું થઇ રહ્યું છે? જ્યારે તેના પર જ્યોતિષાચાર્ય પંડિત ડો. ધીરજ કુમાર ઝાએ જણાવ્યું કે, આજે આકાશ તરફ નજર નાંખતાં જ આપણને એક વિશેષ યોગ જોવા મળ્યો.
ચંદ્રમા તારા યુક્ત તારા સાથે જોડાયેલા છે. ચંદ્રમાની બિલકુલ નીચે તારો છે જે જ્યોતિષીય ગણના અનુસાર એક વિશેષ શુભફળદાયી છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી જોઇએ, તો તે એક સાઇરસ તારો છે જે ચંદ્રમાથી યુક્ત અને ચંદ્રમાને પ્રભાવિત કરનાર છે. કુંડળીની ગણના અનુસાર જોઇએ તો તેને ઉનફા યોગ, સુનફા યોગ, દુગ્ધ ધારા યોગ વગેરે યોગ પણ તે દર્શાવે છે.
સમાજને આપશે શુભ ફળ
જ્યોતિષાચાર્ય પંડિત ડો ધીરજ કુમાર ઝાએ જણાવ્યું કે, આ આપણા સમાજ માટે એક શુભ ફળદાયી અને શુભ સમયનો સૂચક છે. શુક્રવાર અને પહેલા રોઝા હોવાથી તે દ્રષ્ટિએ પણ શુભ માનવામાં આવે છે.
લોકો માની રહ્યાં છે મા ચંદ્રઘંટાનો ચમત્કાર
આમ તો આકાશમાં ઘટેલી આ ઘટના એક ખગોળીય ઘટના હતી, પરંતુ ચૈત્ર નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે. તેવામાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. મા ચંદ્રઘંટાની આરાધનાના દિવસે આકાશમાં આવી ઘટના ઘટી. તેથી લોકો તેને મા ચંદ્રઘંટાનો ચમત્કાર માનવા લાગ્યાં, તો કેટલાંક લોકો માતાજીની પૂજા-અર્ચના કરીને આ અદ્ભૂત ઘટનાને આસ્થા સાથે જોડીને ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. લોકોનું કહેવું છે કે સાક્ષાત મા ચંદ્રઘંટા પોતાના ભક્તોને દર્શન આપી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર