આ ખાસ વિધિથી કરો અક્ષય તૃતીયાની પૂજા, જાણો આ દિવસની અન્ય શુભ વાતો

Akshaya tritiya 2019: અક્ષય તૃતીયાના દિવસે જો ખેડૂતો પૂજાના સમયે ભગવાનની સામે આમલી અર્પિત કરે તો, તેમના ખેતરો વર્ષ દરમ્યાન સારી ઉપજ આપે છે અને પાકનો નફો પણ સારો છે.

News18 Gujarati
Updated: May 6, 2019, 2:49 PM IST
આ ખાસ વિધિથી કરો અક્ષય તૃતીયાની પૂજા, જાણો આ દિવસની અન્ય શુભ વાતો
Akshaya tritiya 2019: અક્ષય તૃતીયાના દિવસે જો ખેડૂતો પૂજાના સમયે ભગવાનની સામે આમલી અર્પિત કરે તો, તેમના ખેતરો વર્ષ દરમ્યાન સારી ઉપજ આપે છે અને પાકનો નફો પણ સારો છે.
News18 Gujarati
Updated: May 6, 2019, 2:49 PM IST
Akshaya tritiya 2019: આ ખાસ વિધિથી કરો અક્ષય તૃતીયાની પૂજા, આ દિવસનું મહત્વ

અક્ષય તૃતીયાની ઉપાસના પદ્ધતિ:
અક્ષય તૃતીયાના દિવસે ઉઠી રોજિંદા કામ પતાવ્યા બાદ, પવિત્ર જળાશય અથવા નદીમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી, પીળા કપડા પહેરો. આ પછી, મંદિરમાં અથવા પૂજાઘરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમાને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવો. આ પછી તેમને પીળા ફૂલો અર્પિત કરો અને પીળા ફૂલોની માળા પણ પહેરાવો . તેની સાથે, આ દિવસે ભગવાન લક્ષ્મીની પૂજા કરાય છે. માતા લક્ષ્મીને કમળના ફૂલો ખૂબ જ પ્રિય છે. તેથી પૂજા સમયે, ભગવાન લક્ષ્મીના ચરણોમાં કમળના 2 અર્પિત કરો. આ દિવસે, ભગવાનની સામે અક્ષય તૃતીયાના દિવસો ખરીદેલા ઝવેરાત અને સોનાની વસ્તુઓ પણ રાખો.

આ રીતે સડસડાટ ઉતરી જશે શરીર પર આવતો સોજો

માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના ભક્તો અક્ષય તૃતીયાના દિવસે ઉપવાસ કરે છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખાસ દાન આપવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે જો ખેડૂતો પૂજાના સમયે ભગવાનની સામે આમલી અર્પિત કરે તો, તેમના ખેતરો વર્ષ દરમ્યાન સારી ઉપજ આપે છે અને પાકનો નફો પણ સારો છે.

જો તમે નાસ્તો નથી કરતા, તો નજીક છે તમારું મૃત્યુ : રિસર્ચ
Loading...

આ દિવસનું મહત્વ:
અક્ષય તૃતીયા માઁ લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ આ દિવસે પૃથ્વી પર થયો હતો. એવું પણ માનવામાં આવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે ઋષિ ભાગિરથની તપસ્યાના પરિણામે, ભગવાન શિવજીની જટામાં વિરાજમાન માઁ ગંગા પહેલી વખત ધરતી પર અવતરિત થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા અન્નપૂર્નાનો જન્મ પણ થયો હતો. માતા અન્નપૂર્ણાને રસોડાના દેવી ગણવામાં આવે છે.
First published: May 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...