સોપારીના કેટલાક ઉપાય છે, જેને કરવાથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)
Sopari Na Upay: સોપારી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે, જેને કરવાથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે અને સાથે સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. આ ઉપાય તમારા માટે બિઝનેસ અને કરિયરમાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.
Sopari Na Upay: હિંદુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન સોપારી (Betel Nut)નું વિશેષ મહત્વ છે. પૂજામાં પાનના પત્તા સાથે સોપારી પણ રાખવામાં આવે છે. ગણેશજીને સોપારી પ્રિય છે અને જ્યારે પૂજા કરવામાં આવે છે તો પ્રથમ પૂજ્ય ગણેશ અને ગૌરીના પ્રતીકને સોપારી સ્વરૂપ જ ઉપયોગ કરવામાં આવે છે. સોપારીનો ઉપયોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં પણ કરવામાં આવે છે. સોપારી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે, જેને કરવાથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે અને સાથે સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. આ ઉપાય તમારા માટે બિઝનેસ અને કરિયરમાં પણ મદદગાર સાબિત થઈ શકે છે. કાશીના જયોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણીએ સોપારીના ઉપાયો વિશે.
સોપારીના ઉપાય
1. પૂજા સમયે જ્યારે ગણેશ અને ગૌરીના રૂપમાં બે સોપારીની પૂજા કરવામાં આવે છે ત્યારે તેમને જનોઈ, ચંદન, અક્ષત, ફૂલ વગેરે અર્પણ કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ તે સોપારીને રક્ષાસૂત્રમાં લપેટીને ધન સ્થાન અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી ધન અને સંપત્તિમાં વધારો થાય છે.
2. જો તમે કરિયર, બિઝનેસ કે અન્ય કોઈ કામમાં સફળતાના યોગને મજબૂત કરવા માંગો છો તો ઘરની બહાર નીકળતી વખતે સોપારી અને પાનના પત્તા પોતાની સાથે રાખો. ઘરે પાછા ફર્યા બાદ તેને ગણેશજીને અર્પણ કરો. આમ કરવાથી કાર્ય કોઈપણ અવરોધ વિના સફળ થાય છે.
3. વિવાહના યોગ માટે એક સોપારી લો અને તેમાં રક્ષાસૂત્ર લપેટી લો. ત્યારબાદ અક્ષત, કુમકુમ અને પુષ્પોથી તેની પૂજા કરો. ત્યારબાદ તેને ગુરુવારે વિષ્ણુ મંદિરમાં રાખી દો. આમ કરવાથી વિવાહનો યોગ બને છે. વિવાહ પછી તે સોપારીને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.
4. જો તમે કરિયર કે બિઝનેસમાં સફળતા મેળવવા ઈચ્છો છો તો ગાયના ઘીમાં કુમકુમ મિક્સ કરો અને તેનાથી સોપારી પર સ્વસ્તિક બનાવો. પછી તેના પર એક સોપારીને તેને રક્ષાસૂત્રમાં લપેટીને સ્થાપિત કરો. તેની વિધિવત પૂજા કરો.
5. બિઝનેસમાં પ્રગતિ ન થતી હોય તો તેના માટે પણ સોપારીનો એક ઉપાય છે. આ ઉપાય શનિવારે કરવાનો હોય છે. શનિવારે રાત્રે પીપળાના ઝાડની વિધિપૂર્વક પૂજા કરો અને તેની નીચે એક રૂપિયાનો સિક્કો અને સોપારી રાખી દો. પછી બીજા દિવસે સવારે તે પીપળાના ઝાડનું એક પાન ઘરે લઈ આવો. એ પાન પર સોપારી મૂકીને ધન સ્થાન પર રાખો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર