ધર્મ ડેસ્ક: આવતીકાલે એટલે કે 16મી એપ્રિલે છે અમાસ. અને આ દિવસે સોમવાર હોવાથી આ દિવસનો મહિમા વધી જાય છે. શાસ્ત્રો અનુસાર હિન્દુ સમુદાયમાં ભારે સોમવતી અમાસનું મહાત્મ્ય ખુબ હોય છે. સામાન્યરીતે દર વર્ષે બે સોમવતી અમાસ આવે છે. પણ આ વર્ષે એકમાત્ર સોમવતી અમાસ છે અને તે પણ 16મી એપ્રિલે.
તેથી તેનું મહત્વ ખુબ વધી જાય છે. આખા વર્ષની એક માત્ર સોમવતી અમાસ માત્ર 1.07 કલાકની જ હોવાને કારણે વિચિત્ર સ્થિતિ સર્જાઇ છે. સોમવારે સવારે 6.21 વાગ્યે સૂર્યોદય તિથીમાં અમાસની શરૂઆત બાદ 7.28 વાગ્યે પડવો લાગી જાય છે.
શિવજી અને પીપળાનું કરવું પૂજન પિતૃઓના નામ લઇને પીપળાને કાચું દૂધ, પાણી, કાળા તલ, લવિંગ ચઢાવવું શુભદાયી માનવામાં આવે છે.
અમાસ સોમવાર, મંગળવાર, ગુરુવાર હોય અને અનુરાધા, વિશાખા, સ્વાતી નક્ષત્ર હોય તો તે પણ બહુ જ શુભ ફળ આપનારી માનવામાં આવે છે. તેને શ્રાદ્ધ, પિતૃશાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવાળી પણ અમાસને દિવસે જ હોય છે અને સૂર્યગ્રહણ પણ અમાસને દિવસે જ થાય છે.
અશુભ સંકેત આપે છે શનિ મંગળની યુતિ સાથે રાહુ ષડાષ્ટક યોગ વૈશાખ મહિનાની શરૂઆત શનિ, મંગળની યુતિ, રાહુ સાથે ષડાષ્ટક યોગ અને સૂર્ય-ચન્દ્ર સાથે ત્રિકોણ યોગથી થશે. આ વર્ષે સોમવતી અમાસ અશ્વિની નક્ષત્રમાં આવે છે. અશ્વિની નક્ષત્ર કેતુનું નક્ષત્ર છે, જે અભાવ પેદા કરે છે. આ યોગો સારા સંકેતો આપતા નથી. મંગળ પણ 2 મેથી મકર રાશિમાં ઉચ્છનો થાય છે, જે છ મહિના સુધી ઉચ્ચનો રહેશે. આ સમય દરમિયાન યુદ્ધ જેવા સંકેતો બનશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર